SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ४० શ્રાદ્ધવિધિ પ્રકરણ તેણે તને જોઈ વિર્ભાગજ્ઞાનથી ઓળખીને કુકર્મમાં ગરક થયેલા તને ભવાંતર થયો હતો, તો પણ પોતાના પુત્ર ઉપર પિતા સદા હિતકારક હોય, માટે તારો ઉદ્ધાર કરવાની ઈચ્છાથી તે કોઈ વાનરમાં અધિ થઈ તને આ દેખાવ દેખાડી બોધ કરી જતો રહ્યો છે, પરંતુ આ તારી માતા સોમશ્રી ઉપર એને પૂર્વભવનો ગાઢ પ્રેમ હોવાથી હમણાં જ એ અત્ર આવી તારી સમક્ષ તેણીને સ્કંધ પર બેસાડી ક્યાંક લઈ જશે." આ વાકય મુનિરાજ બોલી રહ્યા કે તરત જ તે જ વાનર ત્યાં આવી જેમ સિંહ અંબિકાને પોતાના સ્કંધ પર ચડાવી લઈ જાય, તેમ તેણીને સ્કંધ ઉપર બેસાડીને ચાલતો થયો, મોહરાજાનું કર્તવ્ય કેવું છે ! આ નજરોનજર જોઈને, અહો સંસારની વિટંબના! એમ ખેદયુક્ત બોલતો અને માથું ધુણાવતો શ્રીદત્ત ત્યાંથી મુનિને નમસ્કારાદિ કરીને પોતાની પુત્રીને સાથે લઈ નગરમાં ગયો. ત્યારબાદ સુવર્ણરેખાની અક્કા (વિભ્રમવતીગણિકાઓ) દાસીઓને પૂછયું કે, આજે સુવર્ણરેખા કયાં ગઈ છે? દાસીઓએ ઉત્તર આપ્યો કે, શ્રીદત્ત શેઠ અદ્વૈલાખ દ્રવ્ય આપી સુવર્ણરેખાને સાથે લઈ બાગ-બગીચામાં ફરવા ગયા છે. પછી અકાએ સુવર્ણરેખાને બોલાવવા માટે શ્રીદત્તને ઘેર દાસી મોકલી. તે શ્રીદત્તની દુકાન પર જઈને તેને પૂછવા લાગી કે, અમારી બાઈ સુવર્ણરેખા કયાં છે? તેણે કહ્યું કે, શું અમે તમારા ચાકર છીએ, કે તેની તપાસ રાખીએ ? કોણ જાણે કયાં ગઈ હશે? આ વચનો સાંભળીને દોષના ભંડાર જેવી દાસીએ જઈ અક્કાને સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યો, કે જેથી તે સાક્ષાત્ રાક્ષસની માફક ક્રોધાયમાન થઈ રાજા પાસે જઈ ખેદયુક્ત પોકાર કરવા લાગી. રાજાએ પૂછ્યું કે- તું શા માટે ખેદકારક પોકાર કરે છે? તેણીએ જવાબ આપ્યો કે- ચોરમાં શિરોમણિ શ્રીદત્ત સુવર્ણરેખાને ચોરી લીધી છે. રાજા વિચારવા લાગ્યો કે, જે ઊંટની ચોરી છાની રહે નહીં. તેમ ગણિકાની ચોરી પણ બીલકુલ છુપાવી છુપે જ નહીં ! પછી રાજાએ શ્રીદત્તને બોલાવી પૂછયું, ત્યારે તે પણ કાંઈ ખરેખરો ઉત્તર ન દેતાં ગુંચવાડામાં પડયો. કહ્યું છે કે, "વાનર તાલ-સુર સાથે સંગીત ગાય છે અને પથ્થરની શિલા પાણીમાં તરે છે. તેના જેવું અસંભવિત (કોઈને વિશ્વાસ ન આવે તેવું) વાકય પ્રત્યક્ષ ખડું દેખાતું હોય તો પણ ન જ બોલવું." ખરેખરો ઉત્તર શ્રીદત્ત આપતો નથી, માટે આમાં કાંઈ પણ કાવતરું હોવું જ જોઈએ, એવું મનમાં વિચારીને જેમ પરમાધામી પાપીને નરકમાં નાંખે તેમ, રાજાએ તેને કેદમાં પૂર્યો એટલું જ નહીં પણ ક્રોધાયમાન થયેલા રાજાએ તેની માલ-મિલકત જપ્ત કરવા ઉપરાંત તેની પુત્રી, દાસ, દાસી વગેરેને પોતાના સ્વાધીન કરી લીધા; કેમકે જેના ઉપર દૈવનો કોપ થયો, તેની ઉપર રાજાની કૃપા પણ કયાંથી હોય? નરકવાસ સમાન કારાગારના દુઃખ ભોગવતાં શ્રીદત્તે વિચાર કર્યો કે, જ્યારે મેં ખરેખરો વૃત્તાંત જાહેર કર્યો નહીં. ત્યારે જ મારા પર તેના ક્રોધરૂપ અગ્નિનો દુ:ખરૂપ વરસાદ વરસી રહ્યો છે; પરંતુ જો હું ખરેખરી હકીકત તેને નિવેદન કરૂં તો તેનો ક્રોધાગ્નિ શમી જઈ મને કારાગારના દુઃખમાંથી મુક્ત કરશે. આમ ધારીને તેણે કોટવાળ મારફત રાજાને કહેવરાવ્યું કે હું મારી ખરેખરી બીના જણાવવા માંગું છું. રાજાએ તેને બોલાવી પૂછયું, ત્યારે તેણે સર્વ હકીક્ત જેમ બની હતી તેમ કહી, અને છેવટમાં જણાવ્યું કે, સુવર્ણરેખાને વાનર તેનાં સ્કંધ પર ચઢાવીને લઈ ગયો છે. આ વાત સાંભળીને સભાના લોકો વિસ્મય પામી ખડખડ હસી પડી કહેવા લાગ્યા કે, જુઓ, જુઓ ! આ કપટીની સત્યતા ! કેવી ચાલાકીથી પોતે છટકી જવા માંગે છે? રાજાએ પણ ક્રોધાયમાન
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy