SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાદ્ધવિધિ પ્રકરણ મેળવવાની ઉત્કંઠાને લીધે સૈન્યના અગ્ર ભાગમાં હોવાથી તેમાં પ્રવેશ કરતાં જ શત્રુસૈન્ય તરફથી આવતા બાણના પ્રહારથી તત્કાળ મરણ પામ્યો. મનમાં શું ધારેલું હોય, પણ દૈવ કંઈનું કંઈ કરી નાંખે છે. સ્ત્રીને માટે આટલો બધો સમારંભ (ઉદ્યમ) કર્યો પરંતુ તેમાંથી પોતાનું જ મરણ નિપજ્યું. કથાસંગ્રહમાં ગ્રંથકારે કહેલું છે કે – अन्नं यस्स हियए अन्नं वाहस्स उग्गस्स | ३८ अन्नं सियालहियए अन्नं हियाए कयंतस्स ||१|| હસ્તિ, પારધિ, સર્પ અને શિયાળના મનમાં ચહાય તે વિચાર ધારેલો હોય, પણ યમના હૃદયમાં જુદું જ હોય છે. હવે ભયથી અત્યંત વિવલ હૃદયવાળો સૂરકાંત રાજા પણ પોતાનું નગર છોડીને તરત જ કયાંક નાસી ગયો; કેમકે પાપીઓનો જય કયાંથી હોય ? જેમ શિકારીના ત્રાસથી મૃગલી કંપાયમાન થાય, તેમ સુભટોના ભયથી ધ્રુજતી સોમશ્રીને, જેમ સ્મશાનના કૂતરાઓ મૃતક (મડદાં)ને ઝપાટામાં પકડી પાડે તેમ, પલ્લીપતિના સુભટોએ પકડી પાડી. ત્યારપછી સમગ્ર નગરના લોકોને લૂંટીને સુભટો પોતાના દેશ તરફ જવાની તૈયારી કરતા હતા ત્યારે સોમશ્રી પણ લઘુ-લાધવી કળાથી છટકી જઈ દૈવ-યોગથી વનમાં નાસી ગઈ. ત્યાં ભ્રમણ કરતાં વિવિધ પ્રકારનાં વૃક્ષોનાં ફળોનું ભક્ષણ કરવાથી તે થોડા વખતમાં નવ-યૌવના અને ગૌરાંગી બની ગઈ. ખરેખર મણિ, મંત્ર અને ઔષધિઓનો મહિમા અચિંત્ય (ન જાણી શકાય તેવો) છે. હવે કેટલાક વટેમાર્ગુ વ્યાપારીઓ તે માર્ગથી જતા હતા, તેમણે સોમશ્રીને જોઈ આશ્ચર્ય પામી પૂછ્યું કે, "તું દેવાંગના, નાગકન્યા, જળદેવી કે સ્થળદેવી કે કોણ છો ? કેમકે, મનુષ્યપ્રાણીમાં તો તારા જેવી મનોહર સૌંદર્યવાન કન્યા કોઈ હોય જ નહીં.” ત્યારે તેણીએ ગદ્દગદિત થઈને જવાબ આપ્યો કે, "હું દેવાંગના કે નાગકન્યા નથી, પણ હે વિચક્ષણો ! હું તો મનુષ્યપ્રાણી છું. દૈવ જ મારા ૫૨ કોપાયમાન થયો છે, કારણ કે મારા રૂપે જ મને આ દુઃખરૂપી કૂપમાં ઉતારી છે. ખરેખર ! નસીબ અવળું હોય ત્યારે ગુણ પણ દોષરૂપ થઈ પડે છે.” આવાં તેણીનાં કરૂણાજનક વચનો સાંભળીને તે વ્યાપારીઓએ કહ્યું કે-"જ્યારે તું આવી રૂપવતી છતાં દુ:ખી છે, ત્યારે અમારી સાથે સુખેથી દિવસો નિર્ગમન કર.” તેણીએ તેમની સાથે ઘણી ખુશીની સાથે રહેવાનું કબૂલ કર્યા પછી તેઓ તેણીને ઘણા જ યત્નથી રત્નની જેમ સાચવતાં સાથે લઈ પોતાના ધારેલા ગામ તરફ જવા નીકળ્યા. જતાં જતાં તેણીના રૂપ, લાવણ્યતાદિક ગુણોથી રંજિત થયેલા તેઓ તેણીને પોતાની સ્ત્રી કરવાની અભિલાષા કરવા લાગ્યા, કેમકે, ભક્ષણ કરવા લાયક પદાર્થને દેખીને કયો ભૂખ્યો માણસ ભક્ષણ કરવાની વાંચ્છા ન કરે ? દરેક જણ તેણીના ઉપર મનમાં ને મનમાં અભિલાષા કરતાં કરતાં સુવર્ણકૂલ નામના બંદરે આવી પહોંચ્યા. તે બંદર વ્યાપારનું ખરેખરૂં મથક હોવાથી તેઓ માલ લેવા-વેચવાના કામમાં ગુંથાઈ ગયા, કેમકે, તેઓ એટલા જ માટે ત્યાં અતિશય પ્રયાસ કરી આવ્યા હતા. જે માલ સારો ને સોંઘો મળવા લાગ્યો તે લેવાને તેઓ એકદમ મંડી પડયા. વ્યાપારીઓની એ જ રીતિ છે કે, જે સસ્તું
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy