SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાદ્ધવિધિ પ્રકરણ જ દુર્લભબોધિ છું? કેવળીએ કહ્યું કે, સુલભબોધિ છે. તેણે પૂછયું કે મહારાજ! હું કેવી રીતે સુલભબોધિ થઈ શકીશ? કેવળી બોલ્યા કે, આ તારી દેવીઓ મધ્યેની પહેલી દેવી જે હંસીનો જીવ છે તે અવીને ક્ષિતિપ્રતિષ્ઠિત નગરને વિષે ઋતુધ્વજ રાજાનો મૃગધ્વજ નામે પુત્ર થયો છે, અને બીજી સારસીનો જીવ અવીને કાશ્મીરદેશમાં આવેલા નવીન વિમલાચલ તીર્થની સમીપે જ થયેલા તાપસીના આશ્રમમાં પૂર્વભવમાં કરેલા કપટના સ્વભાવથી ગાંગીલ નામે ઋષિની કમલમાલા નામની કન્યા થઈ છે. એ બને પરણ્યા પછી તું વીને તેમનો જાતિસ્મરણને પામનારો પુત્ર થઈશ. કેવલીભગવંતની આ પ્રકારની વાણી સાંભળીને દેવતાએ શુકનું રૂપ બનાવીને મિષ્ટ વાણીથી તને તાપસીના આશ્રમમાં લઈ જઈ તને કન્યા અને તેને લાયક અલંકારો આપ્યા. ત્યાંથી વળી તને પાછો લાવી તારા સૈન્ય સાથે મેળવીને તે સ્વર્ગમાં જતો રહ્યો. ત્યારપછી દેવલોકમાંથી ઍવીને તે જ દેવતા આ . તમારો "શુકરાજ" કુમાર ઉત્પન્ન થયો. તે પુત્રને લઈને તું આ આંબા નીચે બેસી કમલમલાની સાથે શુકવાણી સંબંધી વાત કરવા લાગ્યો, તે સાંભળતાં તેને (શુકરાજને) જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થવાથી તે વિચારવા લાગ્યો કે, હાલ મારા માતા-પિતાપણે છે, પરંતુ પૂર્વભવમાં તો એ બને મારી સ્ત્રીઓ હતી, માટે તેઓને માતા-પિતા કેમ કહી શકાય? તેથી મૌન કરવું જ શ્રેયસ્કર છે. ભૂતાદિક દોષ વિના પણ શુકરાને એટલા માટે મૌન કર્યું હતું, પણ આ મારું વચન તેનાથી ઉલ્લંઘન કરી શકાય નહીં, તેથી જ તે અમારા બોલાવવાથી બોલ્યો, એ બાળક છતાં પણ પૂર્વભવના અભ્યાસને લીધે નિશ્ચયથી સમ્યકત્વ પામ્યો છે. શુકરાજકુમારે પણ તેમજ સર્વ કબૂલ કર્યું. વળી શ્રીદત્ત કેવળી બોલ્યા કે, હે શુકરાજ ! એમાં શું આશ્ચર્ય છે? આ સંસારરૂપ નાટક એવું જ છે; કેમકે આ જીવે અનંતા ભવ ભમતાં એકેક જીવોની સાથે અનંતાનંત સંબંધ કરેલા છે. શાસ્ત્રમાં કહેલું છે કે-જે પિતા છે તે પુત્ર થાય છે ને પુત્ર છે તેંપિતા થાય છે. જે સ્ત્રી છે તે માતા થાય છે અને જે માતા છે તે સ્ત્રી થાય છે. એવી કોઈ જાતિ, જોશી (યોનિ) સ્થાન, કુળ કાંઈપણ નથી કે જેમાં સર્વ જીવો અનંતીવાર જન્મેલ કે મરણ પામેલ ન હોય તેટલા માટે કોઈ ઉપર રાગદ્વેષ કરવો નહીં. સમતાને ધારણ કરી પુરુષોએ માત્ર વ્યવહારમાર્ગને અનુસરવો. ત્યારપછી તે (શ્રીદત્ત કેવળી) કહે છે કે મારે પણ એવો જ કેવળ વૈરાગ્યના કારણભૂત સંબંધ બન્યો છે, તે વિશેષથી જેમ બન્યો છે તેમ જ કહી બતાવું છું. તે તમે સાંભળો. કથાંતગર્ત શ્રી દત્તકેવળીનો પૂર્વભવ લક્ષ્મીના સ્થાનકરૂપ શ્રીમંદિર નામે નગરમાં દુઃખે દમી શકાય એવો સ્ત્રી-લંપટી અને કપટ-પ્રિય સુરકાંત નામનો રાજા રાજ્ય કરતો હતો. ત્યાં દાનીઓમાં અને ધનાઢયોમાં મુખ્ય એવો રાજ-માન્ય સોમશેઠ નામે નગરશેઠ હતો. તેને લક્ષ્મીના રૂપને પણ પોતાના રૂપથી જીતનારી સોમશ્રી નામની સ્ત્રી હતી. તેમને શ્રીદત્ત નામનો પુત્ર અને તેને શ્રીમતી નામે સ્ત્રી હતો. એ ચારે જણાનો યોગ તો ખરેખર પુણ્યના જ સંયોગથી થયો હતો. કહ્યું છે કે, "જેને પુત્ર વશ (કહ્યાગરો) અને ભક્તિવંત હોય, સ્ત્રી પોતાના ચિત્તને અનુકૂળ પ્રવર્તતી હોય, અને દ્રવ્ય વિષે સંતોષ હોય, તેને ખરેખર આ લોકમાં જ સ્વર્ગ છે."
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy