SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નશેખરસૂરિએ કરી. अत्र गुणसत्रविज्ञावतंसजिनहंसगणिवरप्रमुखैः । शोधनलिखनादिविधौ व्यधायि सान्निध्यमुद्युक्तैः ||१३|| શ્રાદ્ધવિધિ પ્રકરણ અહીંયાં ગુણરૂપી દાનશાળાના જાણકારોમાં મુકુટ સમાન ઉદ્યમવંત શ્રી જિનહંસગણિ પ્રમુખોએ લખવા, શોધન કરવા વિગેરે કાર્યોમાં સાન્નિધ્ય સહાય કરી છે. विधिवैविध्याच्छ्रुतगतनैयत्यादर्शनाच्च यत्किचिंत् । अत्रोत्सूत्रमसूत्र्यत तन्मिथ्यादुष्कृतं मेऽस्तु ||१४|| વિધિનું વિવિધપણું દેખવાથી અને સિદ્ધાંતોમાં રહેલા નિયમો ન દેખવાથી આ શાસ્ત્રમાં જો કંઈ ઉત્સૂત્ર લખાયું હોય તો તે મારાં પાપ મિથ્યાં થાઓ. विधिकौमुदीनाम्न्यां वृत्तावस्यां विलोकितैर्वर्णैः । श्लोकाः सहस्रषटकं सप्तशती चैकषष्ट्यधिकाः ||१५|| એ પ્રકારે આ વિધિકૌમુદી નામની વૃત્તિમાં રહેલા પ્રત્યેક અક્ષકરના ગણવાથી છ હજાર સાતસેં અને એકસઠ શ્લોક છે. श्राद्धहितार्थं विहिता श्राद्धविधिप्रकरणस्य सूत्रयुता । वृत्तिरियं चिरसमयं जयताज्जयदायिनी कृतिनाम् ||१६|| શ્રાવકોના હિતને માટે શ્રાદ્ધવિધિ પ્રકરણની 'શ્રાદ્ધવિધિ કૌમુદી' નામની આ ટીકા રચી છે, તે ઘણા કાળ સુધી પંડિતોને જયની આપનારી થઈ જયવંતી વર્તો. શ્રી રત્નશેખરસૂરિવિરચિત શ્રી શ્રાદ્ધવિધિ પ્રકરણ સટીકનો ગુજરાતી અનુવાદ સમાપ્ત.
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy