SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ છઠ્ઠો પ્રકાશ જન્મ કૃત્ય ૩૮૯ તેની પૂજા કરી પોતાના આયુષ્યનો અંત આવ્યો, ત્યારે ગિરનાર પર્વત ઉપર સુવર્ણ-રત્નમય પ્રતિભાવાળા ત્રણ ગભારા કરી તેની આગળ એક સુવર્ણમય બલાનક કર્યું, અને તેમાં તે વકૃત્તિકામય પ્રતિમાની સ્થાપના કરી. અનુક્રમે સંઘપતિ શ્રી રત્નશ્રેષ્ઠી મોટા સંઘ સહિત ગિરનાર ઉપર યાત્રા કરવા આવ્યો. ઘણા હર્ષથી સ્નાત્ર કરવાથી મૃત્તિકામય (લયમય) પ્રતિમા ગળી ગઈ. તેથી રત્નશ્રેષ્ઠી ઘણો ખેદ પામ્યો. સાંઠ ઉપવાસ કરવાથી પ્રસન્ન થયેલ અંબાદેવીના વચનથી સુવર્ણમય બલાનકમાંની પ્રતિમા કે, જે કાચા સૂત્રથી વીંટાયેલી તે લાવ્યો. ચૈત્યના દ્વારમાં આવતાં પાછળ જોયું તેથી તે પ્રતિમા ત્યાં જ સ્થિર થઈ. પછી ચૈત્યનું દ્વાર ફેરવી નાંખ્યું તે હજુ સુધી તેમ જ છે. કેટલાક એમ કહે છે કે – સુવર્ણમય બલાનકમાં બહોંતેર મોટી પ્રતિમાઓ હતી. તેમાં અઢાર સુવર્ણમય, અઢાર રત્નમણી, અઢાર રૂપાણી અને અઢાર પાષાણમયી હતી. આ રીતે ગિરનાર ઉપરના શ્રી નેમિનાથ ભગવાનનો પ્રબંધ છે, અત્રે છઠું દ્વાર સમાપ્ત થયું. પ્રતિમાની અંજનશલાકા અને પ્રતિષ્ઠા ૭. તેમજ પ્રતિમાની પ્રતિષ્ઠા, અંજનશલાકા શીઘ કરાવવી, કેમકે ષોડશકમાં કહ્યું છે કે :- પૂર્વે કહેલ વિધિ પ્રમાણે બનાવેલી જિનપ્રતિમાની પ્રતિષ્ઠા, તત્કાળ દશ દિવસની અંદર કરવી. પ્રતિષ્ઠા સંક્ષેપથી ત્રણ પ્રકારની છે. એક વ્યક્તિ પ્રતિષ્ઠા, બીજી ક્ષેત્રપ્રતિષ્ઠા અને ત્રીજી મહાપ્રતિષ્ઠિા, સિદ્ધાંતના જાણ લોકો એમ કહે છે કે – જે સમયમાં જે તીર્થકરનો વારો ચાલતો હોય, તે સમયમાં તે તીર્થકરની એકલી પ્રતિમા હોય તો વ્યક્તિ પ્રતિષ્ઠા કહેવાય છે. ઋષભદેવ આદિ ચોવીશેની હોય તો ક્ષેત્રપ્રતિષ્ઠા કહેવાય છે, અને એકસો સીત્તેર ભગવાનની હોય તો મહાપ્રતિષ્ઠા કહેવાય છે. બૃહભાષ્યમાં કહ્યું છે કે એક વ્યક્તિ પ્રતિષ્ઠા, બીજી ક્ષેત્રપ્રતિષ્ઠા, અને ત્રીજી મહાપ્રતિષ્ઠા. તે અનુક્રમે એક, ચોવીશ અને એકસો સીત્તેર ભગવાનની જાણવી. સર્વે પ્રકારની પ્રતિમાની સામગ્રી સંપાદન કરવી, શ્રી સંઘને તથા ગુરુ મહારાજને બોલાવવા. તેમનો પ્રવેશ વગેરે ઘણા ઉત્સવથી કરી સમ્યફપ્રકારે તેમનું સ્વાગત કરવું. ભોજન, વસ્ત્ર વગેરે આપી તેમનો સર્વ પ્રકારે સત્કાર કરવો, બંદીવાનોને છોડાવવા, અમારી પ્રવર્તાવવી, કોઈને પણ હરકત ન પડે એવી દાનશાળા ચલાવવી. સૂતાર વગેરેનો સત્કાર કરવો. ઘણા ઠાઠથી સંગીત આદિ અદ્ભુત ઉત્સવ કરવો. વગેરે પ્રતિષ્ઠાવિધિ પ્રતિષ્ઠાકલ્પ આદિ ગ્રંથોથી જાણવો. પ્રતિષ્ઠામાં સ્નાત્રને અવસરે જન્માવસ્થા ચિંતવવી. તથા ફળ, નૈવેદ્ય, પુષ્પ, વિલેપન, સંગીત વગેરે ઉપચારને વખતે કુમાર આદિ ચઢતી અવસ્થા ચિંતવવી. છદ્મસ્થપણાના સૂચક વસ્ત્રાદિક વડે શરીરનું ઢાંકવું કરવું વગેરે ઉપચારવડે ભગવાનની શુદ્ધ ચારિત્રાવસ્થા ચિંતવવી. અંજનશલાકાવડે નેત્રનું ઉઘાડવું કરતાં ભગવાનની કેવળી અવસ્થા ચિંતવવી તથા પૂજામાં સર્વ પ્રકારના મોટા ઉપચાર કરવાને અવસરે સમવસરણમાં રહેલ ભગવાનની અવસ્થા ચિંતવવી એમ શ્રાદ્ધસામાચારીવૃત્તિમાં કહ્યું છે.
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy