SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૬ શ્રાદ્ધવિધિ પ્રકરણ પ્રભાવતી દેવતાએ વિષ અપહરી ફરીથી દહીં લેવાની મનાઈ કરી. દહીંનો ખોરાક બંધ થવાથી પાછો મહાવ્યાધિ વધ્યો. દહીંનું સેવન કરતાં ત્રણ વાર દેવતાએ વિષ અપહર્યું. એક વખતે પ્રભાવતી દેવતા પ્રમાદમાં હતો ત્યારે વિષમિશ્ર દહીં ઉદાયન મુનિના આહારમાં આવી ગયું. પછી એક માસનું અનશન કરી કેવળજ્ઞાન થયે ઉદાયન રાજર્ષિ સિદ્ધ થયા. પછી પ્રભાવતી દેવતાએ રોષથી વીતભય પાટણ ઉપર ધૂળની વૃષ્ટિ કરી, અને ઉદાયન રાજાનો શય્યાતર એક કુંભાર હતો, તેને સિનપલ્લીમાં લઈ જઈ તે પલ્લીનું નામ કુંભારકૃત પલ્લી એવું રાખ્યું. ઉદાયન રાજાનો પુત્ર અભીચિ, પિતાએ યોગ્યતા છતાં રાજ્ય આપ્યું નહિ તેથી દુઃખી થયો, અને તેની માસીના પુત્ર કોણિક રાજાની પાસે જઈ સુખે રહ્યો. ત્યાં સમ્યગુ પ્રકારે શ્રાવક ધર્મની આરાધના કરતો હતો, તો પણ પિતાએ રાજ્ય ન આપી મારું અપમાન કર્યું” એમ વિચારી પિતાની સાથે બાંધેલા વૈરની આલોચના કરી નહિ, તેથી પંદર દિવસ અનશનવડે મરણ પામી એક પલ્યોપમ આયુષ્યવાળો શ્રેષ્ઠ ભવનપતિ દેવતા થયો. ત્યાંથી અવી મહાવિદેહક્ષેત્રમાં સિદ્ધ થશે. પ્રભાવતી દેવતાએ ધૂળની વૃષ્ટિ કરી, ત્યારે ભૂમિમાં દટાઈ ગયેલી કપિલકેવળી પ્રતિષ્ઠિત પ્રતિમા કુમારપાળ રાજાએ ગુરુના વચનથી જાણી પછી તેણે પ્રતિમા જ્યાં દટાઈ હતી તે જગ્યા ખોદાવી, ત્યારે અંદરથી પ્રતિમા જાહેર થઈ, અને ઉદાયને આપેલો તામ્રપટ્ટ પણ નીકળ્યો. યથાવિધિ પૂજા કરી કુમારપાળ તે પ્રતિમાને ઘણા ઉત્સવથી અણહિલપુર પાટણે લઈ આવ્યો. નવા કરાવેલા સ્ફટિકમય જિનમંદિરમાં તે પ્રતિમાની તેણે સ્થાપના કરી, અને ઉદાયન રાજાએ તામ્રપટ્ટમાં જેટલાં ગામ, પુર વગેરે આપ્યાં હતાં, તે સર્વ કબૂલ કરી રાખી ઘણા વખત સુધી તે પ્રતિમાની પૂજા કરી. તેથી તેની સર્વ પ્રકારે વૃદ્ધિ થઈ, આ રીતે દેવાધિદેવની પ્રતિમાનો તથા ઉદાયન રાજા વગેરેનો સંબંધ કહ્યો છે. આવી રીતે દેવને ગરાસ આપવાથી, નિરંતર ઉત્તમ પૂજા વગેરે તથા જિનમંદિરની જોઈએ તેવી સારસંભાળ, રક્ષણ આદિ પણ સારી યુક્તિથી થાય છે. કેમકે જે પુરુષ પોતાની શક્તિ પ્રમાણે ઐશ્વર્યવાળું જિનમંદિર કરાવે. તે પુરુષ દેવલોકમાં દેવતાઓએ વખણાયો છતો ઘણા કાળ સુધી પરમસુખને પામે છે. એમ પાંચમું દ્વાર સમાપ્ત થયું. જિનબિંબ ૬. તેમજ રત્નની, ધાતુની, ચંદનાદિક કાષ્ઠની, હસિદંતની, શિશાની અથવા માટી વગેરે જિનપ્રતિમા યથાશક્તિ કરાવવી. તેનું પરિમાણ જઘન્ય અંગુઠા પ્રમાણ અને ઉત્કૃષ્ટ પાંચસો ધનુષ્ય જાણવું. કહ્યું છે કે – જે લોકો સારી કૃત્તિકાનું, નિર્મળશિલાનું, હસિદંતનું, રૂપાનું, સુવર્ણનું, રત્નનું, માણેકનું અથવા ચંદનનું સુંદર જિનબિંબ શક્તિ મુજબ આ લોકમાં કરાવે છે, તે લોકો મનુષ્યલોકમાં તથા દેવલોકમાં પરમ સુખ પામે છે, જિનબિંધ કરાવનાર લોકોને દારિદ્ર, દુર્ભાગ્ય, નિંદ્ય જાતિ, નિંદ્ય શરીર, માઠી ગતિ, દુર્ગતિ, અપમાન, રોગ અને શોક આટલાં વાનાં ભોગવવાં પડતાં નથી. વાસ્તુશાસ્ત્રમાં કહેલ વિધિ પ્રમાણે તૈયાર કરેલી શુભ લક્ષણવાળી પ્રતિમાઓ આ લોકમાં પણ ઉદય વગેરે ગુણ પ્રકટ કરે
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy