SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ છઠો પ્રકાશ જન્મ કૃત્ય 3७८ चेइअपडिमपइट्ठा सुआइपव्वावणा य पयठवणा | पुत्थयलेहणवायण-पोसहसालाइ-कारवणं ||१५|| चैत्य-प्रतिमाप्रतिष्ठा-सुतादि-प्रव्राजना-पदस्थापना (याः) पुस्तकलेखन-वाचन-पौषधशालादिविधापनम् ||१५|| જિનમંદિર તેમજ (૫) ઊંચાં તોરણ, શિખર, મંડપ વગેરેથી શોભતો, ભરત ચક્રવર્તી વગેરેએ જેમ કરાવ્યો તેમ રત્નખચિત, સોનામય, રૂપામય, વગેરે અથવા શ્રેષ્ઠ પાષાણાદિમય મોટો જિનપ્રાસાદ કરાવવો. તેટલી શક્તિ ન હોય તો ઉત્તમ કાષ્ઠ, ઈટો વગેરેથી જિનમંદિર કરાવવું. તેમ કરવાની પણ શક્તિ ન હોય તો જિનપ્રતિમાને અર્થે ઘાસની ઝુંપડી પણ ન્યાયથી કમાયેલા ધનવડે વિધિપૂર્વક બંધાવવી. કેમકે-ન્યાયથી ઉપાર્જન કરેલા ધનનો ધણી, બુદ્ધિમાન, શુભ પરિણામી અને સદાચારી એવો શ્રાવક ગુરુની આજ્ઞાથી જિનમંદિર કરાવવાને અધિકારી થાય છે. દરેક જીવે પ્રાયે અનાદિ ભવમાં અનંતા જિનમંદિર અને અનંતી જિનપ્રતિમાઓ કરાવી; પણ તે કૃત્યમાં શુભ પરિણામ ન હોવાને લીધે તેની ભક્તિનો લાભ લવલેશ પણ તેને મળ્યો નહિ. જેમણે જિનમંદિર તથા જિનપ્રતિમા કરાવી નહિ, સાધુઓને પૂજ્યા નહિ, અને દુર્ધર વ્રત પણ અંગીકાર કર્યું નહિ, તેમણે પોતાનો મનુષ્યભવ નકામો ગુમાવ્યો. જે પુરુષ જિનપ્રતિમાને સારુ એક ઘાસની ઝુંપડી પણ કરાવે, તથા ભક્તિથી પરમ ગુરુને એક ફૂલ પણ અર્પણ કરે, તો તેના પુણ્યની ગણત્રી કયાંથી થાય ? વળી જે પુણ્યશાળી મનુષ્યો શુભ પરિણામથી મોટું, મજબૂત અને નક્કર પથ્થરનું જિનમંદિર કરાવે છે, તેમની તો વાત જ શી? તે અતિ ધન્ય પુરુષો તો પરલોકે સારી મતિવાળા વિમાનવાસી દેવતા થાય છે. - જિનમંદિર કરાવવાનો વિધિ તો પવિત્ર ભૂમિ તથા પવિત્ર દળ (પથ્થર, લાકડાં વગેરે), મજુર વગેરેને ન ઠગવું, મુખ્ય કારીગરનું સન્માન કરવું વગેરે પૂર્વે કહેલ ઘરના વિધિપ્રમાણે સર્વ ઉચિત વિધિ અહીં વિશેષે કરી જાણવો. કહ્યું છે કે - ધર્મ કરવાને સારું ઉદ્યમયાન થયેલા પુરુષે કોઈને પણ અપ્રીતિ થાય એમ કરવું નહીં. આ રીતે જ સંયમ ગ્રહણ કરવું તે શ્રેયસ્કર છે આ વાતમાં ભગવાન્ મહાવીરસ્વામીનું દષ્ટાંત છે. તે ભગવાને મારા રહેવાથી આ તાપસીને અપ્રીતિ થાય છે, અને તે અપ્રીતિ અબોધિનું બીજ છે એમ જાણી ચોમાસાના કાળમાં પણ તાપસનો આશ્રમ તજી દઈ વિહાર કર્યો. જિનમંદિર બનાવવાને અર્થે કાષ્ઠ વગેરે દળ પણ શુદ્ધ જોઈએ. કોઈ અધિષ્ઠાયક દેવતાને રોષ પમાડી અવિધિથી લાવેલું અથવા પોતાને સારું આરંભ-સમારંભ લાગે એવી રીતે બનાવેલું પણ જે ન હોય તે જ કામ આવે. રાંક એવા મજૂર લોકો વધુ મજૂરી આપવાથી ઘણો સંતોષ પામે છે અને સંતોષવાળા થઈ પહેલાં કરતાં વધારે કામ કરે છે.
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy