SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ દિનકૃત્યપ્રકાશ ૧૯ રાજાએ તેમનું કહેવું માન્ય કર્યું. સમયોચિત બોલેલું અને સમય પર કરેલું કોને સ્વીકારવા યોગ્ય ન થાય? મહામાંગલિક વાજિંત્રોના મધુર-ધ્વનિથી સર્વ દિશાઓને ગજાવનાર મહોત્સવપૂંક તે રાજાએ સ-પરિવાર સ્વનગર તરફ પ્રયાણ કર્યું. તે મૃગધ્વજ રાજાને આવતા જોઈને મોટી પાંખવાળા ગરુડને જોઈને પોતાના દરમાં બેઠા બેઠા પણ જેમ સર્પનો ગર્વ ગળી જાય તેમ’ ચંદ્રશેખરનો સર્વ ગર્વ ગળી ગયો. તેણે તે વખતે પોતાનું સ્વામિ-દ્રોહપણું ઢાંકવાને સમયસૂચક બુદ્ધિથી એક દૂતને ભેટ સાથે મૃગધ્વજ રાજાની પાસે તરત જ મોકલ્યો. રાજા પાસે આવીને પ્રણામ કરી તે બોલ્યો કે - "હે મહારાજ ! આપની પ્રસન્નતાને માટે તથા સઘળી વસ્તુસ્થિતિ આપને જણાવવા માટે ચંદ્રશેખર રાજાએ મને આપની પાસે મોકલ્યો છે. આપ કોઈ ધૂર્તના પ્રપંચને પરિણામે રાજ્ય સૂનું મૂકી, તેની પાછળ પાછળ ચાલ્યા ગયા છો એમ જાણી, અમારા રાજા ચંદ્રશેખર, આપના નગરની રક્ષા કરવા માટે, પોતાના સૈન્ય સહિત આવ્યા અને કેવળ રક્ષણ કરવાના હેતુથી જ નગરની ચારે બાજુથી વિંટાઈ વળ્યા. આ વસ્તુસ્થિતિને નહિ જાણતા આપના સુભટોએ હથિયાર સજી જેમ કોઈ શત્રુથી પરાભવ ન થાય તે હેતુથી રક્ષા કરવા આવેલા, તેમ છતાં અમારે આપના સૈનિકો તરફથી કેટલાય પ્રહાર સહન કરવા પડયા છે. તથાપિ સ્વામિનું કાર્ય સુધારવા જતાં મુસીબતો સહન કરવી પડે એમાં શું આશ્ચર્ય છે? પિતાના કાર્યમાં પુત્ર, ગુરુના કાર્યમાં શિષ્ય, પતિના કાર્યમાં સ્ત્રી અને સ્વામીનાં કાર્યમાં સેવક, પોતાના પ્રાણ તૃણ સમાન ગણે છે તે યોગ્ય જ છે." તે દૂતનાં આવાં કપટયુક્ત વચન સાંભળીને રાજા મૃગધ્વજને તેની વાત વિષે શંકા તો ઉત્પન્ન થઈ, પરંતુ સરળ સ્વભાવથી એ સાચું કહે છે એમ તે વખતે માની લીધું, કેટલી દક્ષતા, સરળતા અને ગંભીરપણું ! પછી તે રાજાએ પોતાની પાસે આવતા તે ચંદ્રશેખર રાજાનો યોગ્ય સત્કાર કર્યો. ત્યારપછી લક્ષ્મી સરખી કનકમાલા સાથે વિષ્ણુની જેમ શોભતા મૃગધ્વજ રાજાએ મોટા મહોત્સવપૂર્વક નગર-પ્રવેશ કર્યો અને જેમ અદ્વિતીય એવી ચંદ્રકલાને મહાદેવે ભાલસ્થળ (કપાળ) પર સ્થાપન કરી તેમ કમલમાલાને પોતાના રાજ્ય-સિંહાસને પોતાની પાસે પટ્ટરાણી પદે બેસાડી. જો કે પુણ્ય જ પુત્રાદિક પ્રાપ્તિનું મુખ્ય કારણ છે, અને પુણ્યથી જ સંગ્રામમાં રાજાને જયની પ્રાપ્તિ થાય છે. સહાય કરનારા સૈનિકો તો નિમિત્ત માત્ર છે, તેમ પુત્રાદિકપ્રાપ્તિમાં મંત્ર પણ માત્ર સહાય કરે છે, એમ વિચારી પુત્રપ્રાપ્તિ માટે ગાંગીલ ઋષિએ આપેલા મંત્રને તે રાજાએ બતાવેલી વિધિ પ્રમાણે સાધ્યો. તેના પ્રભાવથી તેની સર્વ રાણીઓને એક એક પુત્ર થયો. સર્વ કારણોનો બરાબર યોગ મળી જાય તો કાર્યની જરૂર સિદ્ધિ થઈ શકે છે. જો કે ચંદ્રાવતી રાણી રાજાને ઘણી માનીતી હતી. છતાં પણ પ્રથમ પતિદ્રોહ કર્યો હતો. તેના પાપે માત્ર તેને પુત્ર થયો નહીં. એક વખત મધ્યરાત્રિએ અર્ધ-નિદ્રાવસ્થામાં સુખે સૂતેલી કમલમાલા રાણીએ દિવ્ય પ્રભાવથી એક સ્વપ્ન જોયું. રાણી જાગીને પ્રાતઃકાળે રાજા પાસે આવીને કહેવા લાગી કે - " હે પ્રાણનાથ ! આજે મધ્યરાત્રિ વ્યતીત થયા પછી, અર્ધ-નિદ્રાવસ્થામાં હું સુખે સૂતી હતી તે સમયે મેં એક સ્વપ્ન જોયું, તેમાં મારા પિતા ગાંગીલ ઋષિના તપોવનમાં આવેલ પ્રાસાદમાં આપણે સાથે પ્રયાણ કરતાં પહેલાં જેનાં
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy