SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭ર શ્રાદ્ધવિધિ પ્રકરણ વચન સાંભળવાથી તથા એમની ચેષ્ટા જોવાથી માણસ પોતે સગુણી હોય તો પણ તેના ગુણની હાનિ થાય. પાડોશણે જેને ખીર બનાવી આપી, તે સંગમ નામા શાલિભદ્રનો જીવ સારા પાડોશીના દાખલા તરીકે, તથા પર્વ દિવસે મુનિને વહોરાવનાર પાડોશણના સાસુ-સસરાને ખોટું સમજાવનારી સોમભટ્ટની ભાર્યા ખરાબ પાડોશણના દાખલા તરીકે જાણવી. અતિશય જાહેર સ્થળમાં ઘર કરવું સારું નથી. કેમકે, આસપાસ બીજું ઘર ન હોવાથી તથા ચારે તરફ ખુલ્લો ભાગ હોવાથી ચોર વગેરે ઉપદ્રવ કરે છે. અતિશય ગીચ વસતિવાળા ગુપ્ત સ્થળમાં ઘર હોય તે પણ સારું નહિ. કેમકે ચારે તરફ બીજા ઘરો આવેલાં હોવાથી તે ઘરની શોભા જતી રહે છે. તેમજ આગ વગેરે ઉપદ્રવ થએ ઝટ અંદર જવું અથવા બહાર આવવું કઠણ થઈ પડે છે ભૂમિની પરીક્ષા ઘરને માટે સારી જગ્યા તે શલ્ય, ભસ્મ, ખાત્ર વગેરે દોષથી તથા નિષિદ્ધ આયથી રહિત હોવું જોઈએ. તેમજ દૂર્વાઓ, કૂપલાં, દર્ભના ગુચ્છ વગેરે જ્યાં ઘણાં હોય, એવું તથા સારા વર્ણની અને સારા ગંધની માટી, મધુર જળ તથા નિધાન વગેરે જેમાં હોય એવું હોવું જોઈએ. કહ્યું છે કે – ઉનાળામાં ઠંડા સ્પર્શવાળી અને શિયાળામાં ઉના સ્પર્શવાળી, તથા વર્ષાઋતુમાં ઠંડા તથા ઉના સ્પર્શવાળી જે ભૂમિ હોય, તે સર્વ શુભકારી જાણવી. એક હાથ ઊડી ખોદીને પાછી તે જ માટીથી તે ભૂમિ પૂરી નાખવી. જો માટી વધે તો શ્રેષ્ઠ. બરાબર થાય તો મધ્યમ અને ઓછી થાય તો અધમ ભૂમિ જાણવી. જે ભૂમિમાં ખાડો કરીને જળ ભર્યું હોય તો તે જળ સો પગલાં જઈએ ત્યાં સુધીમાં જ જેટલું હતું તેટલું જ રહે તો તે ભૂમિ સારી. આંગળ જેટલું ઓછું થાય તો મધ્યમ અને તે કરતાં વધારે ઓછું થાય તો અધમ જાણવી અથવા જે ભૂમિના ખાડામાં રાખેલાં પુષ્પ બીજે દિવસે તેવાં ને તેવાં જ રહે તો તે ઉત્તમ ભૂમિ, અર્ધા સૂકાઈ જાય તો મધ્યમ અને સર્વે સૂકાઈ જાય તો અધમ જાણવી. જે ભૂમિમાં વાવેલ ડાંગર વગેરે ધાન્ય ત્રણ દિવસમાં ઊગે તે શ્રેષ્ઠ, પાંચ દિવસમાં ઉગે તે મધ્યમ અને સાત દિવસમાં ઉગે તે અધમ ભૂમિ જાણવી. ભૂમિ રાફડાવાળી હોય તો વ્યાધિ, પોલી હોય તો દારિદ્ર, ફાટવાળી હોય તો મરણ અને શલ્યવાળી હોય તો દુઃખ આપે છે, માટે શલ્ય ઘણા જ પ્રયત્નથી તપાસવું, માણસનું હાડકું વગેરે શલ્ય નીકળે તો તેથી માણસની જ હાનિ થાય, ગધેડાનું શલ્ય નીકળે તો રાજાદિકથી ભય ઉત્પન્ન થાય, શ્વાનનું શલ્ય નીકળે તો બાળકનો નાશ થાય, બાળકનું શલ્ય નીકળે તો ઘરધણી મુસાફરીએ જાય, ગાયનું અથવા બળદનું શલ્ય નીકળે તો ગાય-બળદોનો નાશ થાય અને માણસના કેશ, કપાળ, ભસ્મ વિગેરે નીકળે તો તેથી મરણ થાય વિગેરે. ધ્યાનમાં લેવા યોગ્ય કેટલીક વાતો. પહેલો અને ચોથો પહોર મૂકી બીજા અથવા ત્રીજા પહોરે ઘર ઉપર આવનારી ઝાડની અગર
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy