SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ પંચમ પ્રકાશ વર્ષ કૃત્ય ૩૬૩ આદિ વસ્તુની પ્રભાવના કરી દર્શનાદિકનાં ઉજમણાં કરનારા ભવ્યજીવો પણ હાલના કાળમાં દેખાય છે. માળા પહેરવી એ મોટું ધર્મકૃત્ય છે, કેમકે, નવકાર, ઈરિયાવહી ઈત્યાદિ સૂત્રો શક્તિ પ્રમાણે તથા વિધિ સહિત ઉપધાન વહ્યા વિના ભણવા-ગણવાં એ અશુદ્ધ ક્રિયા ગણાય છે. શ્રુતની આરાધના માટે જેમ સાધુઓને યોગ વહેવા, તેમ શ્રાવકોએ ઉપધાન તપ જરૂર કરવું જોઈએ. માળા પહેરવી એ જ ઉપધાન તપનું ઉજમણું છે; કેમકે – કોઈ શ્રેષ્ઠ જીવ ઉપધાન તપ યથાવિધિ કરી, પોતાનાં કંઠમાં નવકાર આદિ સૂત્રની માળા તથા ગુરુએ પહેરાવેલી સૂતરની માળા ધારણ કરે છે, તે બે પ્રકારની શિવશ્રી (નિરુપદ્રવપણું અને મોક્ષલક્ષ્મી) ઉપાર્જે છે. મુક્તિરૂપ કન્યાની વરમાળા જ હોય ! સુકૃતરૂપ જળ ખેંચી કાઢવાની ઘડાની માળા ન હોય! તથા પ્રત્યક્ષ ગુણોની ગુંથેલી માળા જન હોય ! એવી માળા પુણ્યવાનથી જ પહેરાય છે. આ રીતે અજવાળી પાંચમ વગેરે વિવિધ તપસ્યાઓનાં ઉજમણાં પણ તે તે તપસ્યાના ઉપવાસ વગેરેની સંખ્યા પ્રમાણે નાણું, વાટકિયો, નાળિયેર, લાડુ વગેરે જુદી જુદી વસ્તુ મૂકી યથાશ્રુત સંપ્રદાયને અવલંબીને કરવાં. શાસનની પ્રભાવના તેમજ તીર્થની પ્રભાવનાને માટે શ્રી ગુરુ મહારાજ પધારવાના હોય ત્યારે તેમનું સામૈયું, પ્રભાવના વગેરે દર વર્ષે જઘન્યથી એકવાર તો શક્તિ પ્રમાણે જરૂર કરવી જ. તેમાં શ્રીગુરુ મહારાજનો પ્રવેશોત્સવ બધી રીતે ઘણા આડંબરથી ચતુર્વિધ સંઘ સહિત સામા જઈ તથા શ્રીગુરુ મહારાજનો તથા સંઘનો સત્કાર વગેરે કરીને શક્તિ પ્રમાણે કરવો; કેમકે શ્રીગુરુ મહારાજને સન્મુખ ગમન, વંદન, નમસ્કાર અને સુખશાતાની પૃચ્છા કરવાથી ચિરકાળથી સંચિત કરેલું પાપ એક ઘડીવારમાં શિથિલ બંધવાળું થાય છે. પેથડશેઠે તપા) શ્રી ધર્મઘોષસૂરિજીના પ્રવેશોત્સવમાં બહોંતેર હજાર ટંકનો વ્યય કર્યો સંવેગી સાધુઓનો પ્રવેશોત્સવ કરવો એ વાત અનુચિત છે' એવી ખોટી કલ્પના કરવી નહીં કેમકે સિદ્ધાંતમાં સામું જઈ તેમનો સત્કાર કર્યાનું પ્રતિપાદન કરેલ છે, એ જ વાત સાધુની પ્રતિમાને અધિકારે શ્રી વ્યવહારભાષ્યમાં કહી છે. તે એ કે : પ્રતિમા પૂરી થાય ત્યારે પ્રતિભાવાહક સાધુ, જ્યાં સાધુઓનો સંચાર હોય એવા ગામમાં પોતાને પ્રકટ કરે, અને સાધુને અથવા શ્રાવકને સંદેશો કહેવરાવે. પછી ગામનો રાજા, અધિકારી અથવા તે ન હોય તો શ્રાવક, શ્રાવિકાઓનો અને સાધુ-સાધ્વીઓનો સમુદાય તે પ્રતિમાવાહક સાધુનો આદરસત્કાર કરે. આ ગાથાનો ભાવાર્થ એવો છે કે - "પ્રતિમા પૂરી થાય ત્યારે જે નજીકના ગામમાં ઘણાં ભિક્ષાચરો તથા સાધુઓ વિચરતા હોય ત્યાં આવી પોતાને પ્રકટ કરે, અને તેમ કરતાં જે સાધુ અથવા શ્રાવક જોવામાં આવે, તેની પાસે સંદેશો કહેવરાવે કે, "પ્રતિમા પૂરી કરી અને તેથી હું આવ્યો છું.” પછી ત્યાં આચાર્ય હોય તે રાજાને આ વાત જાહેર કરે. "અમુક મોટા તપસ્વી સાધુએ પોતાની તપસ્યા યથાવિધિ પૂરી કરી છે. તેથી તેનો ઘણા સત્કારથી
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy