SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ દિનનૃત્યપ્રકાશ "ધિક્કાર થાઓ આવી દુરાચારિણી સ્ત્રીના દુષ્ટ હૃદયને ! આશ્ચર્ય છે કે એ ચંદ્રશેખરની સાહસિકતાને તેમજ એની નિર્ભયતાને ! પોતાના સ્વામિના રાજ્યની પણ તૃષ્ણા કરી, જુઓ તો ખરા, આ કેટલો અન્યાય ! પણ એમાં એનો શું દોષ છે ? સૂનું રાજ્ય લેવા કોણ ઈચ્છા ન કરે ? ધણી વગરના ક્ષેત્રમાંથી દાણા પણ ચોરાઈ જાય છે, તો પછી ના રાજ્યનું શું કહેવું ? ધિક્કાર થાઓ મને ! કેમકે, હું પોતે જ વગર વિચારે મોહગ્રસ્ત, તેમ જ અવિવેકી બની રાજ્ય સૂનું મૂકી ચાલ્યો ગયો. પરિણામે આવી આપદામાં આવી પડું એમાં શી નવાઈ ! કોઈપણ બાબતમાં વગર વિચારે ઉતાવળ કરાય, કંઈ મુકાઈ જાય કે વિશ્વાસ ૨ખાય, અપાય, લેવાય, બોલાય, ખવાય કે વિનાશ કરાય તો પરિણામે પશ્ચાત્તાપ કરવાનો જ સમય આવે. કહ્યું છે કે - "સારું કે ખરાબ કોઈ પણ કામ કરતાં પહેલાં જ પંડિતોએ તેના પરિણામનો વિચાર કરવો જોઈએ. કેમકે અસ્થિર ચિત્તથી વગર વિચારે ઉતાવળું કામ કર્યું હોય તો તેમાં એટલી બધી આપત્તિઓ આવી પડે કે – જેમ મર્મસ્થલમાં પેઠેલું શલ્ય મરણ સુધી દાહ કરનારી પીડા આપે છે, તેમ તેવા વગર વિચારે કરેલાં કાર્યોના પરિણામ મરણ પર્યંત ફ્લેશ આપે છે.” ૧૭ રાજ્ય મળવાની આશા જેણે છોડી દીધી છે એવા પશ્ચાત્તાપમાં પડેલા રાજાને શકરાજ કહેવા લાગ્યો કે, "પુરુષમાં પ્રવર ! હે રાજા ! તું તારા મનમાં ફોકટ ચિંતા ન કર. વૈદ્યના બતાવ્યા પ્રમાણે વર્તનારનો વ્યાધિ શું ગયા વિના રહે ? તેમ હું પણ તને એક ઉપાય બતાવું છું, તે ઉપાય અજમાવતાની સાથે જ તારું શ્રેય થશે. તું એમ ન જાણીશ કે મારું રાજ્ય ગયું. હજી તો તું ઘણાં વર્ષ સુધી સુખપૂર્વક રાજ્ય કરીશ.” એવું તેનું બોલવું સાંભળીને નિમિત્તિયાના વચન પર જેમ આશા બંધાઈ. તેટલામાં અકસ્માત્ જાણે દાવાનલ જ સામે આવતો ન હોય એમ સશસ્ત્ર ચતુરંગી સૈન્ય પોતાની સામે ઝડપથી આવતું દેખીને તે સભય બનીને વિચારવા લાગ્યો કે - જે ચંદ્રશેખર રાજાની મારા મનમાં ઉદાસી આવી છે, એ જ સેના મને હણવાને મારી સામે આવે છે. હા ! હા !! હવે શું થશે ! ખરેખર ! આ વખતે આ કમલમાલાનો કેવી રીતે બચાવ કરી શકીશ અને આ શત્રુઓની સામે હું એકલો કેમ કરી યુદ્ધ કરી શકીશ ? આવી પરિસ્થિતિથી મુંઝાયેલો તે રાજા સ્તબ્ધ બની વિચાર કરે છે, તેટલામાં "જય જય ચિરંજીવો હે મહારાજ ! જયવંતા વર્તો ! હે મહારાજ ! આ અણીને વખતે તમે ઠીક જ આવી પહોંચ્યા. જૈમ હાથમાંથી નિધાન ખોઈ બેઠેલાને તે પાછું આવી મળે, તેમ મહારાજ ! આજે અમને તમારું દર્શન થયું. હવે અમને આદેશ આપો.” સ્વ-પરિચિત એવા પોતાના સૈનિકોનું જ આ વચન છે, એમ તેની ખાતરી થઈ, ત્યારે તે અત્યંત વિસ્મય પામી પ્રસન્ન ચિત્તે તેઓને પૂછવા લાગ્યો કે, "અરે, આ વખતે તમે અહીંયાં કયાંથી આવ્યા ? તેઓએ ઉત્તર વાળ્યો કે, "સ્વામિન્ ! તમે આવ્યા છો એમ જાણીને જ અમો અહીં તમારા દર્શનને માટે તેમજ તમારી પાસે તમારો આદેશ લેવા આવ્યા છીએ. આવા અવસર પર આજે અમને તમારું દર્શન થયું તે તો ખરેખર ભાગ્ય-યોગથી જ બન્યું છે.” શ્રોતા, વક્તા અને જોનારને પણ ચમત્કાર ઉત્પન્ન કરે એવા આ સમાચાર સાંભળી રાજા વિચાર કરીને બોલવા લાગ્યો કે, "આપ્ત-વાકય અવિસંવાદથી, પરસ્પર વિરૂદ્ધતાના અભાવથી એટલે કે સત્ય,
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy