SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ ચર્તુથ પ્રકાશ ચાતુર્માસિક કૃત્ય ૩૪૯ વર્ષાકાળના નિયમ તેમાં દિવસમાં બે વાર અથવા ત્રણ વાર પૂજા, અષ્ટ પ્રકારી પૂજા, સંપૂર્ણ દેવવંદન, જિનમંદિરે સર્વે જિનબિંબની પૂજા અથવા વંદના, સ્નાત્ર મહોત્સવ, મહાપૂજા, પ્રભાવના વગેરે અભિગ્રહ લેવા. તથા ગુરુને મોટી વંદના, દરેક સાધુને વંદના, ચોવીશ લોગસ્સનો કાઉસ્સગ્ગ, નવા જ્ઞાનનો પાઠ, ગુરુની સેવા, બ્રહ્મચર્ય, અચિત્ત પાણી પીવું, સચિત્ત વસ્તુનો ત્યાગ ઈત્યાદિ અભિગ્રહ લેવા. તથા વાસી, વિદળ, પૂરી, પાપડ, વડી, સૂકું શાક, તાંદલજા વગેરે પાંદડાની ભાજી, ખારેક, ખજુર, દ્રાક્ષ, ખાંડ, સૂંઠ વગેરે વસ્તુનો વર્ષાકાળના ચોમાસામાં ત્યાગ કરવો. કેમકે, એ વસ્તુમાં લીલફૂગ, કુંથુઆ અને ઈયળો વગેરે ઉત્પન્ન થવાનો સંભવ રહે છે. ઔષધ વગેરે કામમાં ઉપર કહેલી વસ્તુ લેવી હોય તો સારી રીતે તપાસીને ઘણી જ સંભાળથી લેવી. તેમજ વર્ષાકાળના ચોમાસામાં ખાટલો, હાવું, માથામાં ફૂલ વગેરે ગુંથાવવાં, લીલું દાતણ, પગરખાં વગેરે વસ્તુનો યથાશક્તિ ત્યાગ કરવો, ભૂમિ ખોદવી, વસ્ત્ર વગેરે રંગવાં, ગાડી વગેરે હંકારવાં, બીજે ગામે જવું વગેરેની પણ બાધા લેવી. વર્ષાકાળમાં જયણા ઘર, હાટ, ભીંત, થાંભલો, કપાટ, પાટ, પાટિયું, શીકું, ઘીનાં, તેલનાં તથા પાણી વગેરેનાં તથા બીજાં વાસણ, ઈધણાં, ધાન્ય વગેરે સર્વે વસ્તુઓને નીલફૂગ વગેરે જીવની સંસક્તિ ન થાય, તે માટે જેને જેને જે યોગ્ય હોય તે પ્રમાણે કોઈને ચૂનો લગાડવો, કોઈમાં રાખ ભેળવવી તથા મેલ કાઢી નાંખવો, તડકામાં મૂકવું, શરદી અથવા ભેજ ન હોય તેવા સ્થાનમાં રાખવું વગેરે સંભાળ લેવી. પાણીને પણ બેત્રણ વાર ગાળવા વગેરેથી સંભાળવું. ચીકણી વસ્તુ, ગોળ, છાશ, પાણી વગેરેની પણ સારી રીતે ઢાંકણું વગેરે મૂકીને સંભાળ કરવી. ઓસામણનું તથા સ્નાનનું પાણી વગેરે લીલફૂગ વળેલી ન હોય એવી ધૂળવાળી શુદ્ધ ભૂમિને વિષે છૂટું છૂટું અને થોડું થોડું નાંખવું. ચૂલાને અને દીવાને ઉઘાડો ન મૂકવો અને તે માટે ખાસ સંભાળ લેવી. ખાંડવું, દળવું, રાંધવું, વસ્ત્ર પાત્ર વગેરે ધોવું ઈત્યાદિ કામમાં પણ સમ્યક પ્રકારે જોઈ કરીને સંભાળ રાખવી. જિનમંદિરની તથા પૌષધશાળા વગેરેની પણ જોઈએ એવી રીતે સમારવાવડે ઉચિત યતના રાખવી. વિશેષ તપ-આરાધના ઉપધાન, માસાદિ પ્રતિમા, કપાયજય, ઈન્દ્રિયજય, યોગવિશુદ્ધિ, વિશસ્થાનક, અમૃત આઠમ, અગિયાર અંગ, ચૌદ પૂર્વ વગેરે તપસ્યા તથા નમસ્કાર ફળતપ, ચતુર્વિશતિકા તપ, અક્ષયનિધિ તપ, દમયંતી તપ, ભદ્રશ્રેણી તપ, મહાભદ્રશ્રેણી તપ, સંસારતારણ તપ, અઠ્ઠાઈ, પક્ષખમણ, માસક્ષમણ વગેરે વિશેષ તપસ્યા પણ યથાશક્તિ કરવી. રાત્રિએ ચઉવિહાર અથવા તિવિહારનું પચ્ચખાણ કરવું. પર્વને વિષે વિગઈનો ત્યાગ તથા પૌષધ ઉપવાસ વગેરે કરવું. દરરોજ અથવા પારણાને દિવસે અતિથિ સંવિભાગનો અવશ્ય લાભ લેવો વગેરે. પૂર્વાચાર્યોએ કહેલા ચાતુર્માસિક અભિગ્રહો પૂર્વાચાર્યોએ ચોમાસાના અભિગ્રહ કહ્યા છે, તે આ પ્રમાણે જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર,
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy