SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય પ્રકાશ પર્વ કૃત્ય પછી પોસહ વિધિએ લીધો, વિધિએ પાર્યો, વિધિ કરતાં જે કાંઈ અવિધિ, ખંડના તથા વિરાધના મન વચન કાયાએ થઈ હોય તો "તસ્સ મિચ્છામિ દુક્કડં” એમ કહેવું. ૩૪૩ સામાયિકનો વિધિ પણ આ રીતે જ જાણવો, તેમાં એટલો જ વિશેષ કે સાગરચંદોને બદલે આ ગાથાઓ કહેવી : सामाइयवयजुत्तो, जाव मणे होइ निअमसंजुत्तो । छिन्नइ असुहं कम्मं, सामाइअ जत्तिआ वारा ||१|| छउमत्थो मूढमणो, कित्तिअमित्तं च संभरइ जीवो । जं च न सुमरामि अहं, मिच्छामि दुक्कडं तस्स ||२|| सामाइअ पोसह-संठिअस्स जीवस्स जाइ जो कालो । સો સો નોધવો, સેતો સંસાર દે રૂII - પછી સામાયિક વિધિએ લીધું ઈત્યાદિ કહે. દિવસે પોસહ પણ આ રીતે જ જાણવો. વિશેષ એટલો જ કે, પૌષધ દંડમાં ખાવ વિવસં પન્નુવાસામિ એમ કહેવું. દેવસી પ્રતિક્રમણ કરી રહ્યા પછી દિવસપોસો પા૨ી શકાય છે. રાત્રિપોસો પણ આ રીતે જ જાણવો. તેમાં એટલો જ ફેર છે કે – પોસહ દંડકમાં " નાવ વિવસસેર્સ રત્તિ પ′વાસામિ” એમ કહેવું. બપોર પછી બે ઘડી દિવસ રહે ત્યાં સુધી રાત્રિપોસો લેવાય છે. પોસહના પારણાને દિવસે સાધુનો જોગ હોય તો જરૂર અતિથિસંવિભાગ વ્રત કરીને પારણું કરવું. આ રીતે પૌષધ વિધિ કહ્યો છે. આ રીતે પૌષધ આદિ કરીને પર્વદિનની આરાધના કરવી. એની ઉપર આ પ્રમાણે દૃષ્ટાંત છે ઃપૌષધ વ્રત ઉપર ધનેશ્વર શેઠનું દૃષ્ટાંત ધન્યપુરમાં ધનેશ્વર નામે શેઠ, ધનશ્રી નામે તેની સ્ત્રી અને ધનસાર નામે તેનો પુત્ર એવું એક કુટુંબ રહેતું હતું. ધનેશ્વર શેઠ પરમ શ્રાવક હતો તે કુટુંબ સહિત દર પખવાડિયે વિશેષ આરંભ વર્જવા વગેરે નિયમ પાળતો હતો, અને "ચતુર્દશી, અષ્ટમી, અમાવાસ્યા તથા પૂર્ણિમા એ તિથિઓને વિષે પરિપૂર્ણ પૌષધ કરનારો હતો.” આ રીતે ભગવતીસૂત્રમાં તુંગિકાનગરીના શ્રાવકના વર્ણનને પ્રસંગે કહ્યું છે, તે પ્રમાણે દર માસે છ પર્વતિથિઓને વિષે પૌષધ વગેરે યથાવિધિ કરતો હતો. એક વખતે ધનેશ્વરશ્રેષ્ટિ અષ્ટમીનો પૌષધ કરેલો હોવાથી રાત્રિએ શૂન્ય ઘરમાં પ્રતિમા અંગીકાર કરીને રહ્યા હતા, ત્યારે સૌધર્મેન્દ્ર તેની ધર્મની દૃઢતાની ઘણી પ્રશંસા કરી. તે સાંભળી કોઈ મિથ્યાદષ્ટિ દેવતા તેની પરીક્ષા કરવા આવ્યો, પહેલાં તેણે શેઠના દોસ્તનું રૂપ પ્રકટ કરી "ક્રોડો સોનૈયાનો નિધિ છે. તમે આજ્ઞા કરો તો તે હું લઉં” એમ ઘણીવાર શેઠને વિનંતિ કરી. પછી તે દેવતાએ શેઠની સ્ત્રીનું રૂપ પ્રકટ કર્યું અને આલિંગન વગેરે કરીને તેની (શેઠની) ઘણી કદર્થના કરી. તે પછી મધ્ય રાત્રિ હોવા છતાં પ્રભાતકાળનો સૂર્યનો ઉદય તથા સૂર્યનાં કિરણ વિકુર્તીને તે દેવતાએ શેઠનાં સ્ત્રી, પુત્ર વગેરેનાં રૂપ પ્રકટ કરીને શેઠને પૌષધનું પારણું કરવાને માટે ઘણી વાર
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy