SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય પ્રકાશ રાત્રિકૃત્ય ૩૩૧ પાટલીપુત્રમાં એક વરરૂચિ નામનો બ્રાહ્મણ હતો તેણે કપટથી નંદનું મન શકડાલ મંત્રી ઉપરથી ફેરવ્યું શકડાલને આથી ખોટું લાગ્યું અને તેણે વિષ ખાઈ મૃત્યું આણ્યું. પાછળથી રાજાને ખબર પડી કે વરરૂચિની આમાં કપટક્રિયા હતી. તેથી તેણે વરરૂચિને જેલમાં નાંખ્યો અને મંત્રીપદ સ્વીકારવા શ્રીયકને કહ્યું. શ્રીયકે રાજાને કહ્યું. 'હે રાજન્ ! મારો મોટો ભાઈ સ્થૂલિભદ્ર વેશ્યાને ઘેર છે. અને તે મોટો હોવાથી પ્રધાનપદનો અધિકારી તે હોવાથી તેને બોલાવી આપ તે પદ તેમને આપો.’ રાજાએ સ્થૂલિભદ્રને બોલાવ્યો. અને મંત્રીપદ લેવા આગ્રહ કર્યો. સ્થૂલિભદ્રે જવાબમાં કહ્યું, 'રાજન્ ! હું વિચારી આપને જવાબ આપીશ.' રાજાએ 'ભલે વિચાર કરીને કહેજો' એમ કહી તેને રજા આપી. સ્થૂલિભદ્ર અશોકવાટિકમાં ગયો તેણે મંત્રીપદ માટે વિચાર કરવા માંડયો વિચારતાં વિચારતાં તેને સમગ્ર જગત્ સ્વાર્થી જણાવા લાગ્યું. તેને મંત્રીપદ, રાજ્યઋદ્ધિ કે સંપત્તિ સર્વ અસ્થિર અને અનર્થકા૨ક દેખાવા લાગ્યાં. તેણે પોતાના હાથે પંચમુષ્ઠિ લોચ કર્યો અને શાસનદેવીએ આપેલ સાધુવેષ ગ્રહણ કરી રાજા આગળ હાજર થયો. રાજા આ જોઈ આશ્ચર્ય પામ્યો અને બોલ્યો 'આ શું?' સ્થૂલિભદ્રે કહ્યું 'રાજન્ ! મેં તમે કહા મુજબ ખૂબ ખૂબ વિચાર કર્યો તો જણાયું કે સંસારમાં જન્મી યોગ્યપદ લેવા જેવું હોય તો આ સાધુપદ છે. આથી મેં સાધુપદ ગ્રહણ કર્યું છે' તુર્ત રાજમહેલ છોડી સ્થૂલિભદ્ર સંભૂતિવિજય આચાર્ય પાસે ગયા. અને વિધિપૂર્વક તેમની પાસે દીક્ષા ગ્રહણ કરી. કોશા સ્થૂલિભદ્રના દીક્ષાના સમાચાર સાંભળી તુર્ત તેમની પાસે આવી અને વિલાપ કરતાં કહેવા લાગી કે મંત્રીપદ છોડી આ તમે શું લીધું ? અને તમારાથી લેવાયું પણ કેમ ?’ સ્થૂલિભદ્ર મૌન રહ્યા. ત્યાંથી તેમણે ગુરુ સાથે વિહાર કરવો આરંભ્યો. ચાતુર્માસ સમય નજીક આવ્યો. ગુરુ પાસે રહેલા સાધુઓમાંથી એકે ગુરુ મહારાજ પાસે આવી સિંહની ગુફા આગળ રહી ચાતુર્માસ કરવાની માગણી કરી. બીજાએ મહાસર્પના બીલ આગળ ખડે પગે રહી ચાતુર્માસની અનુજ્ઞા માગી. ત્રીજાએ કુવાના કાંઠાની ભારવટ ઉપર ૨હી ચાતુર્માસ ક૨વાની રજા આપવા વિજ્ઞપ્તિ કરી. ત્યારે સ્થૂલિભદ્રે કહ્યું 'ભગવન્ ! હું કોશા વેશ્યાના ઘરમાં રહી ચાતુર્માસ કરવાની ઈચ્છા રાખું છું.’ ગુરૂએ ચારે શિષ્યોને જ્ઞાનથી તેમની યોગ્યતા પારખી તે તે સ્થળે ચાતુર્માસ ક૨વાની અનુજ્ઞા આપી. ગુરુની અનુજ્ઞા મુજબ એક સિંહની ગુફાદ્વારે. બીજા સર્પના બીલ ઉપર અને ત્રીજા કુવાના કાંઠાની ભારવટે ચાતુર્માસ રહ્યા. સ્થૂલિભદ્રને આવતા જોઈ કોશા સામે આવી પગે પડી. સ્થૂલિભદ્રે ચાતુર્માસ રહેવા તેની ચિત્રશાળાની માગણી કરી. કોશાએ આનંદ પામી વસતિ આપી. સ્થૂલિભદ્ર કોશાની ચિત્રસભામાં જ ચાતુર્માસ રહ્યા. રોજ વેશ્યા મુનિને ષટ્રસનો આહાર વહોરાવે છે તેમજ નેત્રોના વિકારો અને હાવભાવ તેમની સન્મુખ કરે છે. વર્ષાઋતુ હોવાથી ઠંડો પવન અને મોરોના અવાજો વાતાવરણને ઉત્તેજિત કરે છે, પ્રતિદિન નાટય વિનોદ વેશ્યાના આવાસમાં ચાલે છે, વધુમાં કોશા મુનિ પાસે આવી પૂર્વના પ્રસંગો યાદ કરાવે છે અને કહે છે કે 'મારા જેવી આપને સ્વાધીન છતાં, યૌવન વય છતાં, આપ આ દીક્ષા શા માટે ગ્રહણ કરી ?' સ્થૂલિભદ્ર આ બધું અક્ષુબ્ધ મને નિહાળે છે અને વેશ્યાને જવાબ આપતાં કહેવા લાગ્યા. હે કોશા ! સ્ત્રીનું શરીર અશુચિથી ભરેલું છે. સ્ત્રીના સ્તન એ માંસ
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy