SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય પ્રકાશ રાત્રિકૃત્ય ૩૨૯ આઠ શ્રેષ્ઠિકન્યાઓને પ્રતિબોધ પમાડનાર અને નવાણું ક્રોડ સોનૈયા જેટલા ધનનો ત્યાગ કરનાર શ્રી જંબૂસ્વામીનું, કોશા વેશ્યાને વિષે આસક્ત થઈ, સાડી બાર ક્રોડ સોનૈયા ખરચી કામવિલાસ કરનાર, તત્કાળ દીક્ષા લઈ કોશાના મહેલમાં જ ચોમાસું રહેનાર શ્રી સ્થૂલભદ્રસ્વામીનું, તથા અભયા રાણીએ કરેલા અનેક અનુકૂળ તથા પ્રતિકૂળ ઉપસર્ગથી મનમાં પણ જરાય વિકાર ન પામનાર સુદર્શન શેઠ વગેરેનું દષ્ટાંત આ પ્રમાણે છે. જંગવામી રાજગૃહ નગરમાં ઋષભદત્ત નામે શેઠ રહેતો હતો. તેને ધારિણી નામે ભાર્યા હતી. એક વખત મધ્યરાત્રિએ ધારિણીએ જેબુવૃક્ષ જોયું. પ્રાત:કાળે તેણે ઋષભદત્તને સ્વપ્નની વાત કહી. ઋષભદત્તે પોતાની બુદ્ધિ અનુસાર કહ્યું કે તારે જંબુસરખાવર્ણવાળો પુત્ર થશે. ધારિણી ગર્ભવતી થઈ તેને પુત્ર થયો. માબાપે સ્વપ્નને અનુસરી તેનું નામ જબુકુમાર પાડયું. જબુકુમાર બાલ્યકાળ પસાર કરી યૌવન વય પામ્યો. માતાપિતાએ તે નગરના જુદા જુદા આઠ શ્રેષ્ઠિની આઠ કન્યાઓ સાથે તેનો વિવાહ કર્યો. એક વખત રાજગૃહમાં સુધર્માસ્વામિ પધાર્યા. કોણિક રાજા નગરવાસીઓ સાથે દેશના સાંભળવા આવ્યો જેબૂકુમાર પણ તે દેશનામાં ગયો. સુધર્માસ્વામિએ દેશનામાં કહ્યું કે, જીવન ચંચળ છે. જેમ પાણીનો પરપોટો સહેજમાં ફુટી જાય છે તેમ આ જીવન નશ્વર છે.'સુધર્માસ્વામિની દેશના જંબૂકુમારના હૃદયમાં આરપાર ઉતરી, તેને જીવન અસ્થિર સમજાયું. અને આ જીવનમાંથી સ્વશ્રેય સાધવાનું સુજ્યુ. તે તુર્ત ઉભો થયો અને પોતાનો ઉદ્ધાર કરવા દીક્ષા આપવાની માગણી કરી. સુધર્માસ્વામીએ તારી સારી ભાવનામાં તું વિલંબ ન કર તેમ કહી તેને પ્રોત્સાહન આપ્યું. જંબૂકુમાર હું તુર્ત માબાપની રજા લઈ આવું છું.' એમ ગુરુમહારાજને કહી નગર તરફ વળ્યો. માર્ગમાં જતાં શસ્ત્રો વાપરવાની ટેવ પાડતા કુમારો તરફથી ફેકાયેલ મોટો લોઢાનો ગોળો તેની નજીક પડયો. જંબૂકુમારની વિચારધારા પલટાણી તેને લાગ્યું કે જીવનમાં ક્ષણનો કયાં ભરોસો છે. તેણે વિચાર્યું કે મને આ લોઢાનો ગોળો વાગ્યો હોત તો હું મારી જાત અને મારી મનની મનમાં રહી જાત.” જંબુકુમાર પાછો વળ્યો અને સુધર્માસ્વામિ પાસે આવ્યો તેણે ત્યાં બ્રહ્મચર્યવ્રત સ્વીકાર્યું અને પછી માતાપિતા પાસે આવ્યો. માતપિતાની આગળ દીક્ષા લેવાનો પોતાનો વિચાર જણાવો. –ઋષભદત્ત અને ધારિણી પુત્રના આ વચન સાંભળી મૂચ્છિત થયાં. થોડીવારે શાંતિ પામી તેમણે જંબુકુમારને દીક્ષા એ કેટલી આકરી છે તે સમજાવ્યું. જંબુકમારે પણ તેનો યોગ્ય પ્રત્યુત્તર આપ્યો છેવટે માતપિતાએ મળી એટલી માગણી કરી કે પુત્ર! જે આઠ કન્યાઓ સાથે વિવાહ કર્યો છે. તેની સાથે તું લગ્ન કર. આ લગ્ન પછી તારે દીક્ષા લેવી હોય તો સુખેથી બીજે દિવસે દીક્ષા લેજે.” આમ કહેવામાં તેઓની ધારણા હતી કે પરણ્યા પછી એ સ્ત્રીઓના પ્રેમમાં લપટાઈ આપોઆપ દીક્ષાનો વિચાર માંડી વાળશે. પરણ્યા પહેલાં કન્યાઓના માતપિતાને જાહેર કરવામાં આવ્યું કે પરણ્યા પછી તુરત જ જંબુકુમાર દીક્ષા લેવાની ભાવના રાખે છે કન્યાઓના માતાપિતાએ આ ખબર કન્યાઓને આપી. તેમણે પ્રત્યુત્તરમાં કહ્યું કે તેમની ઈચ્છા હોય તે પ્રમાણે ભલે કરે. અમારાથી બનશે તો અમે સમજાવી તેમને દીક્ષા નહિ લેવા દઈએ, અને આમ છતાં અમારાથી નહિ સમજે તો તેમની સાથે અમે પણ દીક્ષા લઈશું.' લગ્નોત્સવ ઉજવાયો. એક એક કન્યાના દાયકામાં
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy