SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ દિનકૃત્યપ્રકાશ ૧૧ અહીં પહેલી ત્રણ ગાથાનો અર્થ પૂરો થાય છે. શુકરાજાની કથા ધાન્યની સંપદાના સ્થાનભૂત આ દક્ષિણાર્ધ ભરતક્ષેત્રમાં પૂર્વે ક્ષિતિપ્રતિષ્ઠિત નામે પ્રસિદ્ધ નગર હતું. તે નગરમાં નિદર્યપણું તો ફકત તલવારમાં જ, કુશીલતા (વાંકાઈ) તો હળમાં જ, જડતા તો જળ માં જ અને બંધન તો ફકત ફૂલની માળામાં જ ગણાતું; પરંતુ લોકોમાં તો એ કંઈ હતું જ નહીં. રૂપમાં કામદેવ સમાન અને શત્રુઓને માટે સાક્ષાત્ અગ્નિ સમાન તથા અનુક્રમે એકેક વધતી એવી રાજ્યલક્ષ્મી, ન્યાયલક્ષ્મી અને ધર્મલક્ષ્મી, એમ ત્રણ પ્રકારની લક્ષ્મી આપસમાં હરિફાઈ કરતી ન હોય તેમ પોતાની મેળે જ સ્વયંવરા બની જે રાજાને વરી છે એવો ઋતુધ્વજ રાજાનો પ્રતાપી પુત્ર મૃગધ્વજ નામે રાજા ત્યાં રાજ્ય કરતો હતો. - એક વખત ક્રીડારસપૂર્ણ વસંતઋતુમાં તે રાજા પોતાની રાણીઓ સહિત ક્રીડા કરવા ઉદ્યાનમાં ગયો. હાથણી સાથે જેમ હાથી ક્રીડા કરે તેમ રાણીઓ સહ તે રાજા જળક્રીડા, પુષ્પક્રીડા વગેરે વિધવિધ પ્રકારની ક્રીડા કરી રહ્યો હતો. તે ઉદ્યાનમાં પૃથ્વી પર ભૂમિરૂપ સ્ત્રીને ઓઢવાનું એક છત્ર જ હોય એવા સુંદર આકારવાળા એક આમ્રવૃક્ષને જોઈ તે સર્વ પ્રકારે વર્ણન કરવા યોગ્ય જાણીને વિદ્વાન એવો તે મૃગધ્વજ રાજા આ પ્રમાણે વર્ણવવા લાગ્યો छाया कापि जगत्प्रिया दलततिर्दत्तेऽतुलं मगलं, मअर्युद्गम एष निस्तुलफलस्फातेनिमित्तं परम् । आकारश्च मनोहरस्तरुवरश्रेणीषु तन्मुख्यतां, पृथ्व्यारः कल्पतरो ! रसालफलद ! ब्रूमस्तवैव ध्रुवम् ।।१।। ખરેખર આ પોપટ કૂવાના દેડકા સમાન મને ગણીને અન્યોક્તિવડે મને જ કહે છે. આ આશ્ચર્યકારક હકીકત ઉપરથી ખરેખર આ પોપટ કોઈક જ્ઞાનીની જેમ મહાવિલક્ષણ માલુમ પડે છે. રાજા એમ વિચારે છે એટલામાં વળી ફરીને પોપટ બોલ્યો કે - ग्रामीणस्य जडाऽग्रिमस्य नितमां ग्रामीणता कापि यः; स्वं ग्रामं दिविषत्पुरीयति कुटीं मानी विमानीयति । स्वर्भक्ष्यीयति च स्वभक्ष्यमखिलं वेष धुवेषीयति, स्वं शक्रीयति चात्मनः परिजनं सर्वं सुपर्वीयति ||२३|| મૂર્ખમાં સરદાર એવા ગામડિયા માણસોની કલ્પનાઓ પણ ગામડિયાપણા જેવી જ હોય છે. કેમકે, તેઓ પોતાના ગામડાને સ્વર્ગપુરી સમાન માને છે. પોતાની ઝુંપડીને વિમાન સરખી માને છે. પોતાના ઘેસના-રાધના ભોજનને જ અમૃત માને છે, પોતાના ગામડિયા વસ્ત્રને દિવ્ય વસ્ત્ર સમાન માને છે, પોતાને જ ઈન્દ્ર સમાન ગણે છે અને પોતાના પરિવારને જ સર્વસામાન્ય દેવ સમાન જુએ છે.
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy