SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાદ્ધવિધિ પ્રકરણ શોભતો, ચોર ગતિએ ચાલનારો અને મ્યાનમાંથી બહાર કાઢેલી તરવાર હાથમાં ધારણ કરનારો એવો કોઈક ક્રોધી પુરુષ લોકોનાં નેત્રોની માફક મહેલનાં સર્વે દ્વાર ચારે તરફથી બંધ થયા છતાં પણ કોણ જાણે કયાંથી ત્યાં આવી પહોંચ્યો ! તે પુરુષ છુપી રીતે શય્યાગૃહમાં પેઠો, તો પણ દૈવ અનુકૂળ હોવાથી કુમાર શીઘ્ર જાગ્યો. ૨૯૬ ઠીક જ છે, સત્પુરુષોની નિદ્રા થોડા સમયમાં તુરત જ જાગૃત થાય એવી હોય છે. "આ કોણ છે ? શા માટે અને શી રીતે શય્યાગૃહમાં પેઠો ?” એવો વિચાર કુમારના મનમાં આવે છે, એટલામાં ક્રોધથી કોઈને ન ગણે એવા તે પુરુષે ઉચ્ચ સ્વરે કહ્યું કે, "અરે કુમાર ! જો તું શૂરો હોય તો સંગ્રામ કરવા તૈયાર થા, સિંહ જેમ ધૂતારા શિયાળિયાના ખોટા પરાક્રમને સહન ન કરે, તેમ હું તારા જેવા એક વણિકના ખોટા ફેલાયેલા પરાક્રમને શું સહન કરું ?" એમ બોલતાં બોલતાં જ તે પુરુષ પોપટનું સુંદર પાંજરૂં ઉપાડી ઉતાવળથી ચાલવા લાગ્યો. કપટી લોકોના કપટ આગળ અક્કલ કામ કરતી નથી. હશે, કુમાર પણ મનમાં રોષનો આવેશ આવ્યાથી, બિલમાંથી જેમ સર્પ બહાર નીકળે તેમ મ્યાનમાંથી ખડ્ગ બહાર કાઢીને તે પુરુષ પાછળ દોડયો. તે પુરુષ આગળ અને કુમાર પાછળ એ રીતે ઉતાવળા ચાલતા અને એકબીજાને જોતા એવા તે બન્ને જણા વચ્ચે આવેલા કઠણ પ્રદેશ, ઘર વગેરે વસ્તુને સહજ ઉલ્લંઘન કરતા ચાલ્યા. દુષ્ટ ભોમિયો જેમ મુસાફરને આડે માર્ગે લઈ જાય છે, તેમ તે દિવ્ય પુરુષના તેજના અનુસારથી તેની પાછળ જનારા કુમારને તે પુરુષ ઘણે જ દૂર કયાંય લઈ ગયો. પછી કોઈ પણ રીતે તે દાવાગ્નિ સરખો પુરુષ કુમારને મળ્યો, કુમાર શીઘ્ર ચોરની માફક તેને જીવતો પકડવા લાગ્યો, એટલામાં તે ચોર પુરુષ, કુમારના જોતાં જ ગરૂડ પક્ષીની માફક આકાશમાં ઊડી ગયો ! કુમારે આકાશમાં ગમન કરનાર તે પુરુષને કેટલોક દૂર સુધી જોયો. પણ પછી તે અદૃશ્ય થયો. કુમારના ભયથી નાસી ગયો કે શું ? કોણ જાણે ! પછી કુમાર આશ્ચર્યથી મનમાં વિચારે છે કે, "એ કોઈ નક્કી મારો વૈરી છે. કોણ જાણે વિદ્યાધર, દેવ કે દાનવ હશે. જે કોઈ હશે. એ શું મારું નુકશાન કરનારો હતો ? એ આજ સુધી મારો શત્રુ હતો, પણ મારું પોપટરૂપ રત્ન લઈ જવાથી તે હવે ચોર પણ થયો. હાય ! હાય ! જાણ પુરુષોની પંક્તિમાં અગ્રેસર, ધીર, શૂર, એવા હે પોપટ વ્હાલા દોસ્ત ! તારા વિના મને હવે સુભાષિત સંભળાવી કાનને સુખ કોણ આપશે ! અને હે ધીરશિરોમણે ! મને માઠી અવસ્થામાં તારા વિના બીજો કોણ મદદ આપશે ?” એવો ક્ષણમાત્ર મનમાં ખેદ કરીને પાછો કુમાર વિચાર કરવા લાગ્યો કે, "વિષભક્ષણ કરવા જેવો આ ખેદ કરવાથી શું સારૂં પરિણામ નીપજવાનું ? નાશ પામેલી વસ્તુની પ્રાપ્તિ કદાચ થાય, તો તે યોગ્ય ઉપાયની યોજનાથી જ થાય. ઉપાયની યોજના પણ ચિત્તની સ્થિરતા હોય તો જ સફળ થાય છે, નહીં તો થતી નથી. મંત્ર વગેરે પણ ચિત્તની સ્થિરતા વિના કોઈ કાળે પણ સિદ્ધ થતા નથી. માટે હું હવે એવો નિર્ધાર કરૂં છું કે, "મારો પોપટ મેળવ્યા વિના હું પાછો વળું નહીં.” પોતાના કર્તવ્યનો જણ રત્નસારકુમાર એવો નિશ્ચય કરી પોપટની શોધમાં ભમવા લાગ્યો. ચોર જે દિશાએ આકાશમાં ગયો, તે દિશાએ થાક વિના ઘણે દૂર સુધી કુમાર ગયો, પરંતુ ચોરનો
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy