SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ દિનકૃત્યપ્રકાશ વસ્તુતત્ત્વના ભાવાર્થ ન સમજી શકે-એવી જેની બુદ્ધિ નથી, એવો ગુણી તે ધર્મને યોગ્ય જાણવો ૩. ન્યાયમાર્ગરતિ -ન્યાય (આગળ વ્યવહારશુદ્ધિ અધિકારમાં કહેવાશે તે) માર્ગમાં રતિ (પ્રીતિ) જેને હોય અને અન્યાયમાર્ગે જરાપણ રતિ ન હોય તે પણ ધર્મને યોગ્ય જાણવો. ૪. દઢનિજવચન સ્થિતિ -દઢ (આકરી) પણ શિથિલ નહીં, એવી નિજ (પોતાની) વચનસ્થિતિ (પ્રતિજ્ઞા) જેની છે એ પણ ધર્મને યોગ્ય સમજવો. એ રીતે ચાર ગુણ યુક્ત હોય તે જ ધર્મને યોગ્ય જાણવા. વળી કેટલાક પ્રકરણોમાં શ્રાવકને યોગ્ય એકવીશ ગુણ પણ કહ્યા છે. તે નીચે મુજબ - શ્રાવકના એકવીશ ગુણ धम्मरयणस्स जुग्गो, १ अक्खुद्दो २ रूववं ३ पगइसोमो। ४ लोगप्पीओ ५ अकूरो, ६ भीरु ७ असठो ८ सदक्खिणो ||१|| ९ लज्जालुओ १० दयालू, ११ मज्झत्थो-सोमदिठी १२ गुणरागी। १३ सक्कह १४ सुपक्खजुत्तो, १५ सुदीहदंसी १६ विसेसण्णू ||२|| १७ वुड्ढाणुगो १८ विणीओ, १९ कयण्णुओ २० परहिअत्थकारी अ | तह चेव २१ लद्धलक्खो , इगवीसगुणेहिं संजुत्तो ||३|| ૧. અશુદ્ર - ઉદાર આશયનો, (ગંભીર ચિત્તવાળો હોય છતાં તુચ્છ સ્વભાવ ન હોય એવો); ૨. રૂપવાનું - (દેખાવડો); પાંચે ઈન્દ્રિયોથી સંપૂર્ણ, (બોબડો, લૂલો પાંગળો ન હોય એવો); ૩. પ્રકૃતિસૌમ્ય : સ્વભાવથી જ શાંત (અને પાપકર્મથી દૂર રહેનારો તથા સેવકવર્ગને સુખે સેવવા યોગ્ય હોય (પણ ક્રૂર સ્વભાવ ન હોય); ૪. લોકપ્રિય - દાન, શિયલ, ન્યાય, વિનય અને વિવેકાદિથી યુક્ત હોય છે. અક્રૂર - અક્િલચિત્ત અદેખાઈ પ્રમુખરહિત હોય એવો; ૬. ભીરુ પાપથી, લોકનિંદાથી, તેમજ અપયશથી ડરતો રહે એવો; ૭. અશઠ -અકપટી (પારકાને ઠગે નહીં તે); ૮. સદાલિય- પ્રાર્થનાભંગથી ભીરુ, શરણે આવ્યાને હિત વત્સલ; ૯. લજ્જાળું - અકાર્યવર્જક, (અકાર્ય ન કરવા જેવું કાર્ય) કરતાં પહેલાં જડરે); ૧૦. દયાળુ - સર્વ પર કૃપાવંત; ૧૧. મધ્યસ્થ - રાગ-દ્વેષ રહિત અથવા સૌમ્યદષ્ટિ. પોતાનાં કે પારકાનો વિચાર કર્યા વગર ન્યાયમાર્ગમાં સર્વનું સરખું હિત કરનાર, યથાર્થ તત્ત્વના જાણપણાથી એક ઉપર રાગ તેમ બીજા ઉપર દ્વેષ રાખે નહીં, માટે મધ્યસ્થ ગણાય છે; મધ્યસ્થ અને સૌમ્યદષ્ટિ એ બન્ને એક ગુણ છે. ૧૨. ગુણરાગી - ગુણવંતનો જ પક્ષ કરે અને અવગણીને ઉવેખે તે; ૧૩. સત્યથ - સત્યવાદી અથવા ધર્મસંબંધી (ઉચિત) જ કથા (વાર્તા) પ્રિય છે જેને; ૧૪. સુપયુક્ત - ન્યાયનો જ પક્ષપાતી અથવા સુશીલ, અનુકૂળ અને સભ્ય સમુદાયવંત (સુપરિવારયુક્ત); ૧૫. સુદીર્ધદર્શિ - સર્વ કાર્યોમાં લાંબો વિચાર કરી લાભાલાભ સમજી શકે (બહુ લાભ અને અલ્પ લેશનાં કાર્યનો કર્તા); ૧૬. વિશેષજ્ઞ - તત્ત્વના અભિપ્રાયનો જાણ (પક્ષપાત રહિત હોવાથી ગુણ-દોષનું અંતર સમજી શકે એવો;
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy