SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ર૭ર શ્રોદ્ધવિધિ પ્રકરણ આવ્યા વિના રહેતી નથી. સિંહ જ્યાં જાય ત્યાં પોતાની પ્રભુતા જ ચલાવે છે, તથાપિ તેની માતા સિંહણનું મન પોતાના પુત્રના સંબંધમાં અશુભ કલ્પના કરી અવશ્ય દુઃખી થાય છે. એમ છતાં પણ પહેલાંથી જ પોતાની શક્તિ પ્રમાણે યતના રાખવી એ બહુ સારી વાત છે. તળાવ મજબૂત હોય, તેવામાં જ પાળ બાંધવી, એ યુક્તિથી બહુ સારું દેખાય છે, માટે હે તાત ! હે સ્વામિનું આપની આજ્ઞા થાય તો હું કુમારની શોધ માટે એક પાળાની માફક તુરત જઉં. દૈવ ન કરે અને કદાચ કુમાર ઉપર કાંઈ આપદા આવી પડે તો, હું હર્ષ ઉત્પન્ન કરનારાં વચનો વગેરે સંભળાવી તેને સહાય પણ કરું.” પછી શેઠના મનમાં જે અભિપ્રાય હતો તેને મળતી વાત કરનાર પોપટને શેઠે કહ્યું કે, "હે ભલા પોપટ ! તેં બહુ સારું કહ્યું. તારું મન શુદ્ધ છે, માટે હે વત્સ ! હવે તું શીધ્ર જા અને ઘણા વેગથી ગમન કરનારા એવા રત્નસારકુમારને વિકટ માર્ગમાં સહાય કર. લક્ષ્મણ સાથે હોવાથી રામ જેમ સુખે પાછા આવ્યા, તેમ તારા જેવો પ્રિય મિત્ર સાથે હોવાથી તે કુમાર પોતાની વાંછા પૂર્ણ કરીને સુખે નિશ્ચયથી પાછો પોતાને સ્થાનકે આવશે." શેઠનાં એવાં વચન સાંભળી પોતાને કૃતાર્થ માનનારો તે માનવંત પોપટ શેઠની આજ્ઞા મળતાં જ, સંસારમાંથી જેમ સબુદ્ધિ માણસ બહાર નીકળે છે, તેમ શીધ્ર પાંજરામાંથી બહાર નીકળ્યો. બાણની જેમ ગમન કરનાર તે પોપટ તુરત જ કુમારને આવી મળ્યો. કુમારે પોતાના નાના ભાઈની જેમ પ્રેમથી બોલાવી ખોળામાં બેસાર્યો. જાણે મનુષ્ય રત્નની (રત્નસારની) પ્રાપ્તિ હોવાથી પ્રમાણ વિનાના અહંકારમાં આવ્યો હોય નહીં ! એવા તે અશ્વરને વેગથી ગમન કરતાં રત્નસારના મિત્રના અથ્વોને નગરની પાછળ ભાગોળના ભાગમાં જ મૂકયા. બુદ્ધિશાળી પુરુષ મતિમંદ પુરુષોને જેમ પાછળ મૂકે છે, તેમ કુમારના અશ્વરને પાછળ મૂકેલા બાકીના ઘોડા પ્રથમથી જ નિરુ ત્સાહ હતા, તે થાકી ત્યાં જ ઉભા રહ્યા. * હવે અતિશય કૂદકા મારનારો, જમીનથી પ્રાયે અદ્ધર ચાલનારો કુમારનો ઘોડો જાણે શરીરે રજ લાગવાની બીકથી જ કે શું ભૂમિને સ્પર્શ પણ કરતો નહોતો. તે સમયે નદીઓ, પર્વતો, જંગલની ભૂમિઓ વગેરે સર્વ વસ્તુ જાણે કુમારના અશ્વની સાથે હરીફાઈથી જ કે શું! વેગથી ચાલતી હોય એવી ચારે તરફ દેખાતી હતી ! ઝડપથી ભૂમિનું ઉલ્લંઘન કરનાર તે શ્રેષ્ઠ ઘોડો કૌતુકથી ઉત્સુક થયેલા કુમારના મનની પ્રેરણાથી જ કે શું ! પોતાના થતા શ્રમ તરફ કોઈ સ્થળે પણ બિલકુલ ધ્યાન નહીં પહોંચાડયું. એમ કરતાં તે ઘોડો અનુક્રમે વારંવાર ફરતી ભીલની સેનાથી ઘણી ભયંકર એવી શબરસેના નામની મોટી અટવામાં આવ્યો. તે મોટી અટવી સાંભળનારને ભય અને ઘેલછા ઉત્પન્ન કરનાર, તથા જંગલી કૂર જાનવરોની ગર્જનાઓના બહાનાથી જાણે "હું સર્વ અટવીમાં અગ્રેસર છું" એવા અહંકાર વડે ગર્જના જ કરતી ન હોય! એમ લાગતું હતું. ગજ, સિંહ, વાઘ, સૂઅર, પાડા વગેરે જાનવરો કુમારને કૌતુક દેખાડવાને અર્થે જ કે શું! ચારે તરફ પરસ્પર લડતા હતા. તે મહા અટવી શિયાળીઆના શબ્દના બહાનાથી "અપૂર્વ વસ્તુના લાભની તથા કૌતુક જોવાની ઈચ્છા હોય તો શીઘ આમ આવી” એમ કહી કુમારને બોલાવતી જ ન હોય ? એવી દેખાતી હતી. તે મોટી અટવીમાંના વૃક્ષ પૂજતી શાખાઓના ટુંકના બહાનાથી જાણે તે
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy