SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ દિન કૃત્યપ્રકાશ ૨૬૩ અથવા દૂર દષ્ટિ ન રાખવી, પણ આગળ ચાર હાથ જેટલી ભૂમિ ઉપર નજર રાખીને ચાલવું. ડાહ્યા માણસે ખડખડ હસવું નહીં, સીસોટી ન વગાડવી, દાંત તથા નખ ન છેદવા, પગ ઉપર પગ ચઢાવીને બેસવું નહીં. દાઢી મૂછના વાળ ચાવવા નહીં. હોઠ દાંતમાં વારંવાર ન પકડવા, એઠું હોય તે ભક્ષણ ન કરવું, તથા કોઈ પણ ઠેકાણે દ્વાર ન હોય તો ચોરમાર્ગે જવું નહીં. ઉનાળાની તથા ચોમાસાની ઋતુમાં છત્ર લઈને તથા રાત્રિએ અથવા વગડામાં જવું હોય તો લાકડી લઈને જવું. પગરખાં, વસ્ત્ર અને માળા એ ત્રણ વાનાં કોઈએ પહેરેલાં હોય તો પહેરવાં નહીં. સ્ત્રીઓને વિષે ઈર્ષા કરવી નહીં તથા પોતાની સ્ત્રીનું પ્રયત્નથી રક્ષણ કરવું. ઈર્ષા કરવાથી આયુષ્ય ઘટે છે માટે ઈર્ષા કરવી નહીં. હે મહારાજ ! રાત્રીએ જળનો વ્યાપાર, દહીં અને સાથવો તેમજ મધ્યરાત્રિએ ભોજન કરવું નહીં. ડાહ્યા માણસે ઘણીવાર સુધી ઢીંચણ ઊંચા કરીને ન સૂવું. ગોદોહિકા આસને ન બેસવું, તથા પગે આસન ખેંચી પણ ન બેસવું. પુરુષે તદ્દન પ્રાતઃકાળમાં, તદ્દન સંધ્યાને વિષે તથા તદ્દન બપોરમાં તથા એકાકીપણે અથવા ઘણા અજાણ માણસોની સાથે જવું નહીં. હે મહારાજ ! બુદ્ધિશાળી પુરુષોએ મલિનદર્પણમાં પોતાનું મુખ વિગેરે જોવું નહીં. હે રાજા ! પંડિત પુરુષે એક કમળ અને કુવલય વર્જીને રાતી માળા ધારણ કરવી નહીં, પણ સફેદ ધારણ કરવી. હે રાજન્ ! સૂતાં, દેવપૂજા કરતાં તથા સભામાં જતાં પહેરવાનાં વસ્ત્ર જુદાં જુદાં રાખવાં. બોલવાની તથા હાથ પગની ચપળતા, અતિશય ભોજન, શયા ઉપર દીવો, તથા અધમ પુરુષોની અને થાંભલાની છાયા એટલાં વાનાં અવશ્ય તજવાં, નાક ખોતરવું નહીં, પોતે પોતાનાં પગરખાં ન ઉપાડવાં, માથે ભાર ન ઉપાડવો, તથા વરસાદ વરસતો હોય ત્યારે દોડવું નહીં. પાત્ર ભાંગે તો પ્રાયે કલહ થાય છે અને ખાટ ભાંગે તો વાહનનો ક્ષય થાય. જ્યાં શ્વાન અને કૂકડો વસતા હોય ત્યાં પિતરાઈઓ પોતાનો પિંડ લેતા નથી. ગૃહસ્થ તૈયાર કરેલા અન્નથી પહેલાં સુવાસિની સ્ત્રી, ગર્ભિણી, વૃદ્ધ, બાળક અને રોગી એમને જમાડવા અને પછી જમવું. હે પાંડવ ! શ્રેષ્ઠ ગાય, બળદ આદિ ઘરમાં બંધનમાં રાખી તથા જોનારા માણસોને કાંઈ ભાગ ન આપી પોતે જ એકલો જે માણસ ભોજન કરે, તે કેવળ પાપભક્ષણ કરે છે. ગૃહની વૃદ્ધિ વાંછનાર ગૃહસ્થ પોતાની જ્ઞાતિનો ઘરડો થયેલો માણસ અને પોતાનો દરિદ્રી થયેલો મિત્ર એમને ઘરમાં રાખવાં. ડાહ્યા માણસે અપમાન આગળ કરી તથા માન પાછળ રાખી સ્વાર્થ સાધવો. કારણ કે, સ્વાર્થી માણસે ભ્રષ્ટ થવું એ મૂર્ખતા છે. થોડા લાભને અર્થે ઘણું નુકસાન નમવું નહીં. થોડું ખરચી ઘણાનો બચાવ કરવો એમાં જ ડહાપણ છે. લેણું-દેણું તથા બીજા કર્તવ્ય કર્મ જે સમયે કરવાં જોઈએ તે સમયે શીધ્ર ન કરાય તો તેની અંદર રહેલો રસ કાળ ચુસી લે. જ્યાં જતાં આદર સત્કાર ન મળે, મધુર વાર્તાલાપ ન થાય, ગુણ-દોષની પણ વાત ન થાય તેને ઘેર જવું નહીં. હે અર્જુન ! વગર બોલાવે ઘરમાં પ્રવેશ કરે, વગર પૂછે બહુ બોલે તથા ન આપેલા આસને પોતે જ બેસે તે પુરુષ અધમ જાણવો. અંગમાં કોપ નહીં • રાતું કમળ
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy