SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાદ્ધવિધિ પ્રકરણ ૧. રક્ત એટલે (દષ્ટિરાગી) એ ધર્મને અયોગ્ય છે. જેમ-ભુવનભાનુ કેવલીનો જીવ પૂર્વભવમાં (વિશ્વસેન) રાજાનો પુત્ર ત્રિદંડીમભક્ત હતો, તેને જૈન ગુરુએ અત્યંત કષ્ટથી પ્રતિબોધી દઢીધર્મી (અંગીકાર કરેલા સમકિત ધર્મમાં દઢ) કર્યો; છતાં પણ પૂર્વ-પરિચિત ત્રિદંડીના વચનદ્વારા દષ્ટિરાગ પ્રગટ થવાથી તે સમ્યકત્વ વમીને અનંત ભવમાં ભમ્યો. "દષ્ટિરાગી ધર્મ પાળી શકતો નથી.” ભુવનભાનુ કેવળીના જીવ વિશ્વસેનનું દ્રષ્ટાંત વિજયપુર નામના નગરમાં ચંદ્રમૌલિ નામનો રાજા રાજ્ય કરતો હતો. એક વખત ઉદ્યાનપાલકે આવી જણાવ્યું કે 'ઉદ્યાનમાં કેવળી ભગવંત પધાર્યા છે. રાજા ઉદ્યાનમાં ગયો કેવળી ભગવંતને વંદન કરી બેઠો અને પૂછયું કે " હે ભગવન્ મને કોણ શરણભૂત થશે અને મારો નિસ્તાર કોણ કરશે” ભગવાને જવાબ આપ્યો કે મને શરણભૂત થઈ મારો નિસ્તાર કર્યો તે તમને પણ શરણભૂત થઈ તમારો નિસ્તાર કરશે' પછી કેવળી ભગવંત, ઉપમિતિની શૈલિએ પોતાનું વૃત્તાન્ત જણાવે છે. આજથી અનંતકાળ પહેલાં ચારિત્રધર્મ રાજાના સૈન્યનો સહાયક થઈને મોહશત્રુના સૈન્યનો ક્ષય કરી શકશે તેમ માની કર્મપરિણામ મહારાજાએ અસંવ્યવહારનિગોદમાંથી વ્યવહાર નિગોદમાં મને મૂક્યો. આ સમાચાર સાંભળી મોહરાજાએ કૃપિત થઈને ત્યાંને ત્યાં અનંતકાળ સુધી મને ગોંધી રાખ્યો. પછી કર્મ પરિણામ રાજા પૃથ્વીકાય, અસ્કય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચ, નરક અને અનાર્ય મનુષ્યોમાં મને લઈ ગયો. વચમાં વારંવાર મોહરાજા કુપિત થઈને ઘણીવાર નિગોદમાં લઈ જતો હતો. આમ અનંત પુદ્ગલ પરાવર્ત ગયા પછી આર્યક્ષેત્રમાં અનંતીવાર મનુષ્યપણું પામ્યો છતાં ત્યાં પણ મોહરાજાએ કુલદોષથી, જાતિદોષથી, જાત્યંધત્વથી અને બીજા અનેક દોષથી ધર્મના નામ માત્રને જણાવ્યા વિના પૂર્વની જેમ ફરી એકેન્દ્રિયાદિમાં લઈ જઈ મને અનેક પુદ્ગલ પરાવર્ત ભમાવ્યો. એમ કરતાં એક વખત શ્રીનિલય નગરમાં ધનતિલક શ્રેષ્ઠિનો વૈશ્રમણ નામે હું પુત્ર થયો. સ્વજન, ધન, ભવન, યૌવન, વનિતાદિ બધું અનિત્ય સમજીને તે પ્રાણીઓ આપત્તિથી રક્ષણ કરનાર એવા ધર્મનું રક્ષણ કરો” આ પ્રમાણેનો ઉપદેશ સાંભળી ધર્મ કરવાની બુદ્ધિ થઈ અને સ્વયંભુ ત્રિદંડીનો શિષ્ય થયો. ત્યાં પણ મનુષ્ય જન્મ હારીને અનંતકાળ રખડ્યા પછી વિજયવર્ધનપુરમાં સુબળ શ્રેષ્ઠિનો નંદન નામે પુત્ર થયો ત્યાં આગળ યથાપ્રવૃત્તિકરણ કરી ગ્રન્યિપ્રદેશ સુધી પહોંચ્યો પણ છેદી ન શકયો ત્યાંથી પાછો ફરી અનંતીવાએકેન્દ્રિયાદિમાં રખડયો આમ રખડતાં રખડતાં હું વિશ્વસેન કુમાર થયો. વિશ્વસેનનો ભવ મલયાપુર નગરમાં ઈન્દ્રનામના રાજા અને વિજયા નામની રાણીને પુત્ર થયો. તેનું નામ વિશ્વસન રાખ્યું. સમય જતાં ઈન્દ્ર રાજા મૃત્યુ પામ્યા અને વિશ્વસેન રાજા બન્યો. અને તે વિશ્વભૂતિ નામના ત્રિદંડીનો પરમ ઉપાસક થયો. પ્રસંગ મળતાં વૈરાગ્ય અને ગુરુ ઉપદેશથી યથાપ્રવૃત્તાદિકરણ કરીને
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy