SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ શ્રાદ્ધવિધિ પ્રકરણ આદિ ન હોય તો સર્વ સંઘના સમક્ષ તે ધર્મસ્થાને વાપરવી. ઉધાર થાપણ આદિની નોંધ તે જ વખતે કરવામાં લેશમાત્ર પણ આળસ ન કરવી. કહ્યું છે કે, ગાંઠમાં દ્રવ્ય રાખવામાં, વસ્તુની પરીક્ષામાં, ગણવામાં, છાનું રાખવામાં, ખરચ કરવામાં અને નામું રાખવામાં જે માણસ આળસ કરે તે શીધ્ર વિનાશ પામે છે. પાછળથી માણસના ધ્યાનમાં સર્વ વાત રહેતી નથી, બહુ ભૂલી જવાય છે અને ભૂલી જવાથી વૃથા કર્મબંધ આદિ દોષ માથે આવે છે. પોતાના નિર્વાહને અર્થે ચંદ્રમાં જેમ રવિને અનુસરે છે તેમ રાજા તથા મંત્રી આદિને અનુસરવું. નહીં તો વખતે વખતે પરાભવ આદિ થવાનો સંભવ છે. કહ્યું છે કે – ડાહ્યા પુરુષો પોતાના મિત્રજન ઉપર ઉપકાર કરવાને માટે તથા શત્રુજનનો નાશ કરવાને માટે રાજાનો આશ્રય માગે છે, પણ પોતાના ઉદરપોષણને અર્થે નહિ; કારણ કે રાજાના આશ્રય વિના કોણ પોતાનું ઉદરપોષણ કરતું નથી ? ઘણા કરે છે. વસ્તુપાળ મંત્રી, પેથડશ્રેષ્ઠી આદિ લોકોએ પણ રાજાના આશ્રયથી જિનમંદિર આદિ અનેક પુણ્યકૃત્ય કર્યા છે. ધમદિના સોગન ન ખાવા હવે, વિવેકી પુરુષે જાગાર, કિમિયા આદિ વ્યસનોનો દૂરથી જ ત્યાગ કરવો. કહ્યું છે કે – દેવનો કોપ થાય ત્યારે જ ધૂત, ધાતુર્વાદ, અંજનસિદ્ધિ, રસાયન અને યક્ષિણીની ગુફામાં પ્રવેશ-એટલાં વાનાં કરવાની બુદ્ધિ થાય છે. તેમજ સહજ કામમાં જેમ તેમ સોગન વગેરે ન ખાવા, અને તેમાં પણ વિશેષે કરીને દેવ, ગુરુ, જ્ઞાન આદિના તો ન જ ખાવા. કહ્યું છે કે-જે મૂઢ પુરુષ ચૈત્ય(દવ)ના સાચા અથવા જુઠા સમ ખાય તે બોધિબીજ વમે અને અનંતસંસારી થાય. જાણ પુરુષે કોઈના જામીન થવા વગેરેના સંકટમાં ન પડવું. કાર્યાસિકે કહ્યું છે કે-દરિદ્રીને બે સ્ત્રીઓ, માર્ગમાં ક્ષેત્ર, બે પ્રકારની ખેતી, જામીનપણું અને સાક્ષીપણું એ પાંચ અનર્થ માણસોએ પોતે ઉત્પન્ન કરેલા હોય છે. પરદેશ આદિમાં વ્યાપાર કરવા અંગે તેમજ વિવેકી પુરુષે બનતાં સુધી જે ગામમાં પોતાનું સ્થળ હોય તે જ ગામમાં વ્યાપાર આદિ કરવો, તેથી પોતાના કુટુંબના માણસોનો વિયોગ થતો નથી. ઘરનાં તથા ધર્મનાં કામો યથાસ્થિત થાય છે. આ ગુણ પોતાના ગામમાં જ વ્યાપાર વગેરે કરવામાં છે. પોતાના ગામમાં નિર્વાહ ન થતો હોય તો પોતાના દેશમાં વ્યાપાર વગેરે કરવો, પણ પરદેશ ન જવું. પોતાના દેશમાં વ્યાપાર કરવાથી શીઘ્ર તથા વારેવારે પોતાને ગામે જવાય છે, તથા ઘરનાં કામો વગેરે પણ જોવાય છે. કોણ દરિદ્રી માણસ પોતાના ગામમાં અથવા દેશમાં નિર્વાહ થવાનો સંભવ છતાં પરદેશ જવાનો ફલેશ માથે લે? કહ્યું છે-હે અર્જુન ! દરિદ્રી, રોગી, મૂર્ખ, મુસાફર અને નિત્ય સેવા કરનારો એ પાંચ જણા જીવતા છતાં પણ મરણ પામ્યા જેવા છે, એમ શાસ્ત્રમાં સંભળાય છે. હવે જો પરદેશ ગયા વિના નિર્વાહ ન ચાલતો હોય, તેથી પરદેશમાં વ્યાપાર કરવો પડે તો પોતે વ્યાપાર ન કરવો, તથા પુત્રાદિક પાસે પણ ન કરાવવો; પરંતુ સમ્યફ પ્રકારે પરીક્ષા કરવાથી વિશ્વાસપાત્ર
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy