SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ દિનકૃત્યપ્રકાશ ૧૯૭ છોડી મુક્યો અને પોતાના પુત્રપણે સ્થાપ્યો. એક વખત વંકચૂલ યુદ્ધમાં ઘવાયો વૈદ્યોએ કાગડાના માંસનો ઉપચાર કરવા કહ્યો. રાજાએ તે ઉપચાર કરવા કાકમાંસ મંગાવ્યું. વંકચૂલે પ્રાણ જાય તો ભલે પણ કાકમાંસ ન લેવાનો નિર્ણય કર્યો. છેવટે વંકચૂલ નિયમોને યથાર્થ પાળી, મૃત્યુ પામી બારમે દેવલોકે ગયો. અવંતી સુકુમાર ઉજ્જૈની નગરીમાં ધના શેઠની પત્ની ભદ્રાની કુક્ષિથી ઉત્પન્ન થયેલ અવંતિ સુકુમાર ૩૨ સ્ત્રીઓ સાથે વૈભવથી રહેતો હતો. એક વખતે આર્યમહાગિરિ મહારાજ ભદ્રા શેઠાણી પાસે વસતિની યાચના કરી રાત્રિ વાસ રહ્યા. રાત્રે પ્રતિક્રમણને અંતે સ્વાધ્યાયમાં નલિની ગુલ્મના વર્ણનનો સ્વાધ્યાય આવ્યો. આ સ્વાધ્યાય અવંતિ સુકુમારે ઉંચા કાને સાંભળ્યો, અને તેણે પોતે તે સર્વે અનુભવ્યું હોય તેમ લાગ્યું, રાત્રેને રાત્રે તે મુનિઓ પાસે ગયો આપે જે હમણાં નલિની ગુલ્મ વિષે કહ્યું તે જોયું છે ?' 'અમે જોયું નથી પણ મહર્ષિઓએ જ્ઞાનથી જોયું અને લખ્યું તે કહ્યું છે.” અવંતિ સુકુમારે વળતાં કહ્યું કે 'ભગવંત ! આ સ્થાન હું શી રીતે મેળવી શકું?' સંયમ સર્વ સ્થાન અપાવી શકે છે. તે મુનિના ઉત્તરથી અવંતિ સુકુમાર સંયમ લેવા કટીબદ્ધ થયો. માતાના ઘણા કાલાવાલા છતાં તે તેને સમજાવી સંયમી બન્યો. અણસણ આદરી એક જ દિવસનો સંયમ પાળી મૃત્યુ પામી અવંતિ સુકુમાર નલિનીગુલ્મ વિમાનમાં ગયો. કોશાવેશ્યા પાટલીપુરમાં કોશા વેશ્યા રહેતી હતી. તેને પ્રતિબોધ કરવા ગુરૂ આજ્ઞા લઈ સ્થૂલિભદ્રમુનિ તેને ત્યાં ચાતુર્માસ રહ્યા. વેશ્યાએ તેમને ક્ષુબ્ધ કરવા હાવભાવ વિલાસ તથા તેમનો અને પોતાનો પૂર્વસંબંધ વિગરે યાદ કરાવી ઘણા પ્રયત્ન કર્યા પણ મુનિ ક્ષુબ્ધ ન બન્યા. પરંતુ મુનિએ તેને ઉપદેશ આપી ધર્મમાં સ્થિર કરી. સમ્યકત્વ સહિત બાવ્રત આપ્યાં. ચોથાવ્રતમાં રાજાની આજ્ઞાથી આવેલ પુરુષ સિવાય બીજાનો સંગ ન કરવો તેવો તેણે નિયમ લીધો. એકદા એક રથકારને તેની પરીક્ષા માટે રાજાએ મોકલ્યો રથકાર યુવાન અને કામદેવ સરખો હતો. રથકારે આવતા વેત પોતાની ભિન્નભિન્ન કલા દેખાડવા માંડી. તેણે દુર રહેલા આંબાની કેરી એક પછી એક બાણ મુકી આંબાની લુંબ તોડી વેશ્યાના હાથમાં આપી. વેશ્યાએ તેનો ગર્વ તોડવા સરસવ ઉપર સોય રાખી તેના ઉપર નાચ કરી તેને કહ્યું કે “આંબાનું તોડવું કે સરસવ ઉપર સોય રાખી તેના ઉપર નાચવું કઠિન નથી પણ જે મહામુનિ સ્થૂલિભદ્ર ચોમાસામાં સુંદર આવાસમાં અને પૂર્વ પરિચિત રાગી યુવતી સ્ત્રી નજીકમાં રહ્યા છતાં સંયમી રહ્યા તે મહા દુષ્કર છે, રથકારને સ્થૂલિભદ્ર મુનિની પ્રશંસાથી કોશ્યાએ બોધ પમાડ્યો. આ રીતે વસતિદાન આપવાથી કોશાવેશ્યા મુનિના પરિચય ઉપદેશ પામી પ્રતિબોધ પામી.
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy