SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ દિનકૃત્યપ્રકાશ ૧૯૫ પૂર્વભવમાં તે એક ગરીબ વૃદ્ધાનો પુત્ર હતો. ઉત્સવના પ્રસંગમાં સૌ છોકરાઓએ ખીર ખાધી તે આ બાળકે જોઈ મા પાસે ખીરની માગણી કરી. માતાએ લોકો પાસેથી દૂધ ચોખાની માગણી કરી ખીર બનાવી. ખીર પુત્રને સોંપી માતા બહાર ગઈ. પુત્ર ખાવા બેસે છે તે વખતે કોઈ તપસી મુનિ પધાર્યા. આગ્રહથી સમગ્ર ખીર તે બાળકે મુનિને વહોરાવી અને અનુમોદના આપી કે 'અહો મારું આવું ભાગ્ય કયાંથી ?” પછી તેણે ખીરભોજન કર્યું. રાત્રે શૂળ ઉત્પન્ન થયું. વ્યાધિમાં પણ આ બાળકે તે દાનને અનુમોદના આપી. અંતે મૃત્યુ પામી તે શાલિભદ્ર થયો. રેવતી શ્રાવિકા શ્રાવસ્તી નગરીમાં ભગવાન મહાવીર ઉપર ગોશાળાએ તેજોવેશ્યા મુકી. તેજો વેશ્યાને લીધે ભગવાન લોહીના અતિસારથી છ માસ પીડાયા. સિંહમુનિએ રેવતી શ્રાવિકાને ત્યાંથી કોળાપાક હોરી ભગવાનને વપરાવ્યો. જેથી ભગવાનનો રોગ શાંત થયો. અને રેવતી શ્રાવિકાએ તે કોળાપાક એવી પ્રબળ ભાવનાવૃદ્ધિથી વહોરાવ્યો કે તીર્થકર નામ ગોત્ર ઉપાર્જન કર્યું અને આવતી ચોવીશીમાં સત્તરમાં સમાધિ નામે તીર્થંકર થઈ મોક્ષ પામશે. ગ્લાન સાધુની વૈયાવચ્ચ ષેિ. ગ્લાન (માંદા) સાધુની વૈયાવચ્ચ કરવામાં મહાલાભ છે. જે માટે આગમમાં કહેલું છે કે, હે ગૌતમ! જે ગ્લાન સાધુની સેવા કરે છે, તે મારા દર્શનને અંગીકાર કરે છે, જે મારા દર્શનને અંગીકાર કરે છે તે ગ્લાનની સેવા કર્યા વગર રહે જ નહીં. અહંતના દર્શનનો સાર એ છે કે, જિનઆણા પાળવી. ગ્લાનની સેવા કરવા ઉપર કીડા અને કોઢથી પીડિત થયેલા સાધુનો ઉપાય કરનાર ઋષભદેવના જીવ જીવાનંદ નામા વૈદ્યનું દષ્ટાંત સમજવું. જીવાનંદ વૈધ ભગવાન ઋષભદેવનો જીવ સમ્યક્ત્વ પામ્યા પછી નવમા ભવમાં જીવાનંદ વૈદ્ય પણે ઉત્પન્ન થયો તેને કેશવ, મહીધર, સુબુદ્ધિ, પૂર્ણભદ્ર અને ગુણાકર નામે પાંચ મિત્રો હતા. એક વખત ગુણાકર મુનિ વહોરવા પધાર્યા. તેમને કોઢનો રોગ હતો અને તેમાં કૃમિ ઉત્પન્ન થયા હતા. તેના મિત્રો ગોશીર્ષ ચંદન અને રત્નકંબલ લઈ આવ્યા. જીવાનંદ લક્ષપાક તૈલ લાવ્યો. મુનિના શરીરે પ્રથમ તેલ ઘસ્યું અને પછી રત્નકંબલ ઢાંકી. તે તૈલની ગરમીથી નીકળેલા કૃમિઓ રત્નકંબલમાં ચોંટયા. રત્નકંબલ ઉઠાવી તે કૃમિને એક મૃતક ઉપર મુક્યા. આ રીતે બે ત્રણવાર કરી મુનિને રોગ રહિત કર્યા, આ પુણ્ય ઉપાર્જનથી છએ મિત્રો ઍવી બારમે દેવલોકે ગયા. તેમજ સુસ્થાનકે સાધુને ઉતરવા માટે ઉપાશ્રય વિગેરે આપે, જે માટે શાસ્ત્રમાં લખેલ છે કે – વસતિ (ઉપાશ્રય), સૂવાનું આસન, ભાત, પાણી, ઔષધ, વસ્ત્ર, પાત્રાદિક જો અધિક ધનવાન ન હોય તોય થોડામાંથી થોડું પણ આપે. તપ નિયમના જોગથી યુકત મુનિવરોને જે ઉપાશ્રય આપે છે. તેણે વસ્ત્ર, અન્ન, પાન, શયન અને આસન વિગેરે આપ્યાં જ છે.
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy