SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ શ્રાદ્ધવિધિ પ્રકરણ માટે બુદ્ધિમાન પુરુષે ધર્મનું સ્વરૂપ જાણીને સર્વ ઠેકાણે ચોખ્ખો વ્યવહાર રાખવો. કહ્યું છે કે જેમ કમલ પડવાના ચંદ્રને, નોળિયો નોળિયણને, હંસ પાણીમાં રહેલા દૂધને અને પક્ષી ચિત્રાવેલને જાણે છે, તેમ બુદ્ધિમાન પુરુષ સૂક્ષ્મધર્મ જાણે છે. હવે આ વિષયને આ કરતાં વધારે વિસ્તારવાની જરૂર નથી. પચ્ચકખાણની વિધિ હવે ગાથાના ઉત્તરાદ્ધની વ્યાખ્યા વિશે કહીએ છીએ. આ રીતે જિનપૂજા કરીને જ્ઞાનાદિ પાંચ આચારને દઢપણે પાળનાર એવા શ્રાવકે ગુરુની પાસે જઈ પોતે પૂર્વે કરેલું પચ્ચક્ખાણ અથવા તેમાં કાંઈક વધારીને ગુરુ પાસે ઉચ્ચરવું, જ્ઞાનાદિ પાંચ આચારની વ્યાખ્યા અમારા રચેલા આચારપ્રદીપ ગ્રંથથી જાણવી. પચ્ચકખાણ ત્રણ પ્રકારનું છે. એક આત્મસાક્ષિક, બીજાં દેવસાક્ષિક અને ત્રીજાં ગુરુસાફિક તેનો વિધિ આ પ્રમાણે :- જિનમંદિરે દેવવંદન અર્થે, સ્નાત્ર મહોત્સવના દર્શનને અર્થે અથવા દેશના આદિ કારણથી આવેલા સદ્દગુરુની પાસે વંદના વગેરે કરી વિધિપૂર્વક પચ્ચખાણ લેવું. મંદિર ન હોય તો ઉપાશ્રયમાં જિનમંદિરની જેમ ત્રણ નિશીહિ તથા પાંચ અભિગમ વગેરે યથાયોગ્ય વિધિથી પ્રવેશ કરી દેશનાથી પહેલાં અથવા તે થઈ રહ્યા પછી સદ્ગુરુને પચ્ચીશ આવશ્યકથી શુદ્ધ દ્વાદશાવર્ત વંદના કરે. ગુરુવંદનાનું ફળ એ વંદનાનું ફળ બહુ મોટું છે. વળી કહ્યું છે કે-માણસ શ્રદ્ધાથી વંદના કરે તો નીચગોત્ર કર્મને ખપાવે, ઉચ્ચગોત્ર કર્મ બાંધે અને કર્મની દઢગ્રંથિ શિથિલ કરે. કૃષ્ણ ગુરુવંદનાથી સાતમીને બદલે ત્રીજી નરકનું આયુષ્ય અને તીર્થકર નામકર્મ બાંધ્યું, તથા ક્ષાયિક સમ્યકત્વ પામ્યા. શીતળાચાર્યને વંદના કરવા માટે આવેલા, રાત્રીએ બહાર રહેલા અને રાત્રે કેવળજ્ઞાન પામેલા પોતાના (શીતલાચાર્યના) ચાર ભાણેજોને પહેલાં ક્રોધથી દ્રવ્યવંદના કરી અને પછી તેમના વચનથી ભાવવંદના કરી ત્યારે તેમને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. ગુરુવંદનના પ્રકાર અને વિધિ ગુરુવંદન પણ ત્રણ પ્રકારના છે. ભાષામાં કહ્યું છે કે-ગુરુવંદન ત્રણ પ્રકારે છે. એક ફેટાવંદન, બીજ થોભનંદન અને ત્રીજો દ્વાદશાવર્તવંદન. એકલું માથું નમાવે, અથવા બે હાથ જોડે તે ફેટાવંદન જાણવું. બે ખમાસમણાં દે તે બીજાં થોભવંદન જાણવું, અને બાર આવર્ણ, પચ્ચીશ આવશ્યક વગેરે વિધિ સહિત વંદન કરે તે ત્રીજાં દ્વાદશાવર્ત વંદન જાણવું. તેમાં પ્રથમ ફેટાવંદન સર્વ સંધે માંહોમાંહે કરવું. બીજાં થોભવંદન ગચ્છમાં રહેલા રૂડા મુનિરાજને અથવા કારણથી લિંગમાત્રધારી સમકિતીને પણ કરવું. ત્રીજું દ્વાદશાવવંદન તો આચાર્ય, ઉપાધ્યાય, આદિ પદે રહેલા મુનિરાજને જ કરવું. જે પુરુષે પ્રતિક્રમણ કર્યું નથી, તેણે વિધિથી વંદના કરવી. ભાષ્યમાં કહ્યું છે કે-પ્રથમ ઈરિયાવહી પ્રતિક્રમીને કુસુમિણ દુસુમિણ ટાળવાને માટે સો ઉચ્છવાસનો કાઉસ્સગ્ન કરે, દુઃસ્વપ્નાદિ પોતે અનુભવ્યા હોય તો એકસો આઠ ઉચ્છવાસનો કાઉસ્સગ્ન કરવો. પછી આદેશ માંગીને ચૈત્યવંદન કરે, પછી આદેશ માંગી મુહપત્તિ પડિલેહે, પછી બે વાંદણાં દઈ રાઈએ
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy