SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ શ્રાદ્ધવિધિ પ્રકરણ માટે દેવાદિકનું દ્રવ્ય તત્કાળ આપવાનું ન બની શકે, તેણે પ્રથમથી જ પખવાડીયાની અથવા અઠવાડિયાની મુદત બાંધવી, અને મુદતની અંદર ઉઘરાણીની વાટ ન જોતાં પોતે જ આપી દેવું. મુદત વીતી જાય તો દેવાધિદ્રવ્યોપભોગનો દોષ લાગે. દેવદ્રવ્યાદિકની ઉઘરાણી પણ તે કામ કરનાર લોકોએ પોતાના પૈસાની ઉઘરાણીની માફક તાબડતોબ અને બરાબર મન દઈ કરવી. તેમ ન કરે અને આળસ કરે તો વખતે દુર્દેવના યોગથી દુર્ભિક્ષ, દેશનો નાશ, દારિદ્રયપ્રાપ્તિ ઈત્યાદિક થાય, તો પછી ગમે તેટલું કરે તો પણ ઉઘરાણી ન થાય અને તેથી મોટો દોષ લાગે આ વિષયમાં એવું દષ્ટાંત છે કે - દેવદ્રવ્યના સંભાળનારને લાગતા દોષ અંગે દાંત મહેન્દ્ર નામા નગરમાં એક સુંદર જિનમંદિર હતું. તેમાં ચંદન, બરાસ, ફૂલ, ચોખા, ફળ, નૈવેદ્ય, દિીવો, તેલ, ભંડાર, પૂજાની સામગ્રી, પૂજાની રચના, મંદિરનું સમારવું, દેવદ્રવ્યની ઉઘરાણી, તેનું નામું લખવું, સારી યતનાથી દેવદ્રવ્ય રાખવું, તેના જમે ખરચનો વિચાર કરવો, એટલાં કામ કરવાને અર્થે શ્રીસંઘે દરેક કામમાં ચાર ચાર માણસ રાખ્યા હતા. તે લોકો પોતપોતાનું કામ બરાબર કરતા. એક દિવસે ઉઘરાણી કરનાર પૈકીનો મુખ્ય માણસ એક ઠેકાણે ઉઘરાણી કરવા ગયો, ત્યાં ઉઘરાણી ન થતાં ઉલટું દેણદારના મુખમાંથી નીકળેલી ગાળો સાંભળવાથી તે મનમાં ઘણો ખેદ પામ્યો. અને તે દિવસથી તે ઉઘરાણીના કામમાં આળસ કરવા લાગ્યો, "જેવો ઉપરી તેવા તેના હાથ નીચેના લોકો હોય છે." એવો લોકવ્યવહાર હોવાથી તેના હાથ નીચેના લોકો પણ આળસ કરવા લાગ્યા. તેટલામાં દેશનો નાશ વગેરે થવાથી ઉધાર રહેલું ઘણું દેવદ્રવ્ય નાશ પામ્યું, પછી તે કર્મના દોષથી ઉઘરાણી કરનારનો ઉપરી અસંખ્યાતા ભવ ભમ્યો. આ રીતે દેવદ્રવ્યની ઉઘરાણી કરવાના કામમાં આળસ કરવા ઉપર દિષ્ટાંત કહ્યું છે. દેવદ્રવ્ય વ્યવસ્થિત આપવા અંગે તેમજ દેવદ્રવ્ય આદિ જે આપવાનું હોય તે સારું આપવું, ઘસાયેલું અથવા ખોટું નાણું વગેરે ન આપવું, કારણ કે, તેમ કરવાથી કોઈ પણ રીતે દેવદ્રવ્યાદિકનો ઉપભોગ કર્યાનો દોષ માથે આવે છે. તેમજ દેવ, જ્ઞાન તથા સાધારણ દ્રવ્ય સંબંધી ઘર, દુકાન, ક્ષેત્ર, વાડી, પાષાણ, ઈટ, કાષ્ઠ, વાંસ, નળીયાં, માટી, ખડી, આદિ ચીજો તથા ચંદન, કેસર, બરાસ, ફૂલ છાબડીઓ, ચંગેરીઓ, ધૂપધાણું, કળશ, વાળાકુંચી, છત્રસહિત સિંહાસન, ચામર, ચંદ્રવાઓ, ઝલ્લરી, ભેરી આદિ વાજિંત્ર, તંબુ, કોડિયાં, પડદા, કાંબળ, સાદડી, કબાટ, પાટ, પાટલા, પાટલીઓ, કુંડી, ઘડા, ઓરસીઓ, કાજળ, જળ અને દિવા આદિ વસ્તુ તથા મંદિરની શાળામાં થઈને પરનાળાના માર્ગે આવેલું જળ વગેરે પણ પોતાના કામને માટે ન વાપરવું. કારણ કે, દેવદ્રવ્યની જેમ તેના ઉપભોગથી પણ દોષ લાગે છે. ચામર, તંબુ આદિ વસ્તુ તો વાપરવાથી કદાચિત્ મલિન થવાનો તથા તૂટવા-ફાટવાનો પણ સંભવ છે, તેથી ઉપભોગ કરતાં પણ અધિક દોષ લાગે. કહ્યું છે કે ભગવાન આગળ દીવો કરીને તે જ દીવાથી ઘરનાં કામ ન કરવાં. તેમ કરે તો તિર્યંચ યોનિમાં જાય. એ ઉપર એવું દષ્ટાંત છે કે :
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy