SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ શ્રાદ્ધવિધિ પ્રકરણ વેદાંતીઓએ પણ કહ્યું છે કે-પ્રાણ કંઠગત થાય, તો પણ સાધારણ દ્રવ્યનો અભિલાષ ન કરવો. અગ્નિથી બળી ગયેલ ભાગ રૂઝે છે, પણ સાધારણ દ્રવ્યના ભક્ષણથી જે દઝાણો તે પાછો રૂઝાતો નથી. સાધારણ દ્રવ્ય, દરિદ્રીનું ધન, ગુરુની સ્ત્રી અને દેવદ્રવ્ય એટલી વસ્તુ ભોગવનારને તથા બ્રહ્મહત્યા કરનારને સ્વર્ગમાંથી પણ નીચે ઉતારે છે. નરકમાંથી નીકળીને તે બન્ને જણા સર્ષ થયા. ત્યાંથી નીકળી બીજી નરકે નારકી થયા. ત્યાંથી નીકળી ગીધ પક્ષી થયા. પછી ત્રીજી નરકમાં ગયા. એ રીતે એક અથવા બે ભવ આંતરામાં કરીને સાતે નરકમાં ગયા. પછી એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરિન્દ્રિય અને પંચેન્દ્રિય તથા તિર્થગ્યોનિમાં બાર હજાર ભવ કરી તેમાં ઘણું જ અશાતાવેદનીય કર્મ ભોગવી ઘણું ખરું પાપ ક્ષીણ થયું, ત્યારે જિનદત્તનો જીવ કર્મસાર અને જિનદાસનો જીવ પુણ્યસાર એવા નામથી તમે ઉત્પન્ન થયા. બાર દ્રમ્ય દ્રવ્ય વાપર્યું હતું, તેથી તમારે બન્ને જણાને બાર હજાર ભવમાં ઘણું દુઃખ ભોગવવું પડયું. આ ભવમાં પણ બાર ક્રોડ સોનૈયા જતા રહ્યા, બાર વાર ઘણો ઉદ્યમ કર્યો, તો પણ એકને બિલકુલ ધનલાભની પ્રાપ્તિ થઈ નહીં, અને બીજાને જે દ્રવ્ય મળ્યું હતું. તે પણ જતું રહ્યું, તેમજ પારકે ઘેર દાસપણું તથા ઘણું દુઃખ ભોગવવું પડયું. કર્મસારને તો પૂર્વભવે જ્ઞાનદ્રવ્ય વાપરવાથી બુદ્ધિની ઘણી જ મંદતા વગેરે માઠું ફળ થયું.” | મુનિરાજનું એવું વચન સાંભળી બન્ને જણાએ શ્રાવકધર્મ અંગીકાર કર્યો અને જ્ઞાનદ્રવ્ય અને સાધારણદ્રવ્ય લીધાના પ્રાયશ્ચિત્ત તરીકે કર્મસાર બાર હજાર દ્રમ્મ જ્ઞાનખાતે તથા પુણ્યસારે બાર હજાર દ્રમ્ય સાધારણખાતે જેમ ઉત્પન્ન થતા જાય, તેમ આપવા એવો નિયમ લીધો. પછી પૂર્વભવના પાપનો ક્ષય થવાથી તે બન્ને જણાને પુષ્કળ નાણું મળ્યું, તેમણે જ્ઞાનદ્રવ્ય તથા સાધારણ દ્રવ્ય કબૂલ કર્યું હતું એટલું આપ્યું. તે ઉપરાંત બન્ને ભાઈની પાસે થોડા વખતમાં બાર ક્રોડ સોનૈયા જેટલું ધન થયું, તેથી તે મોટા શેઠ અને સુશ્રાવક થયા. તેમણે જ્ઞાનદ્રવ્યની તથા સાધારણ દ્રવ્યની સારી રક્ષા તથા વૃદ્ધિ વગેરે કરી. આ રીતે ઉત્તમ પ્રકારે શ્રાવકધર્મની આરાધના કરી અંતે દીક્ષા લઈ તે બન્ને જણા સિદ્ધ થયા. - જ્ઞાનદ્રવ્ય, દેવદ્રવ્યની જેમ શ્રાવકને ન જ કલ્પ. સાધારણદ્રવ્ય પણ સંઘે આપ્યું હોય તો જ વાપરવું કલ્પ, નહિ તો નહીં, સંઘે પણ સાધારણ દ્રવ્ય સાત ક્ષેત્રોને વિષે જ વાપરવું, પણ યાચકાદિકને આપવું નહીં. હાલના વ્યવહારથી તો જે દ્રવ્ય ગુરુના ચૂંછનાદિકથી સાધારણ ખાતે એકઠું કરેલું હોય, તે શ્રાવક-શ્રાવિકાઓને આપવામાં કાંઈપણ યુક્તિ દેખાતી નથી. અર્થાત્ શ્રાવક-શ્રાવિકાને અપાય નહીં. પૌષધશાળાદિકના કાર્યમાં તો તે શ્રાવકથી વપરાય. એવી રીતે જ્ઞાનદ્રવ્યમાંથી સાધુને આપેલા કાગળ -પત્રાદિક શ્રાવકે પોતાના કામમાં ન વાપરવા, તેમજ અધિક નકરો આપ્યા વિના પોતાને માટે પણ પુસ્તક ન લખાવવું, સાધુ સંબંધી મુહપત્તિ વગેરેનું વાપરવું પણ યોગ્ય નથી. કારણ કે તે ગુરુદ્રવ્ય છે માટે. સ્થાપનાચાર્ય અને નોકારવાળી આદિ તો પ્રાયે શ્રાવકોને આપવા માટે જ ગુરુએ વહોરી હોય છે, અને તે ગુરુએ આપી હોય તો તે વાપરવાનો વ્યવહાર દેખાય છે. ગુરુની આજ્ઞા વિના સાધુ-સાધ્વીને લેખક પાસે લખાવવું અથવા વસ્ત્ર-સૂત્રાદિકનું વહોરવું પણ ન કલ્પ. ૧. ગુરુની સન્મુખ ઉભા રહી તેમના ઉપરથી ઉતારી ભેટ તરીકે મૂકેલું.
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy