SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ દિનકૃત્યપ્રકાશ ૧૬૩ ઉપર દમન કરે, ૨૧. દાંતનો મેલ પાડે, રર. આંખનો મેલ પાડે, ર૩. નખ પાડે, ૨૪. ગાલનો મેલ નાખે, ૨૫. નાસિકાનો મેલ નાંખે, ૨૬. મસ્તકનો મેલ નાંખે, ૨૭. કાનનો મેલ નાંખે, ૨૮. શરીરનો મેલ નાંખે, ૨૯. મંત્ર તે ભૂતાદિકના નિગ્રહની મંત્ર સાધના અથવા રાજ્યના પ્રમુખ કાર્યનો વિચાર કરવા પંચ ભેળાં થઈ બેસે, ૩૦. વિવાહ વગેરેનાં સાંસારિક કાર્ય માટે પંચ મળે, ૩૧. બેસીને પોતાના ઘરના કે વેપારનાં નામાં લેખાં લખે, ૩૨. રાજાના વિભાગનો કર અથવા પોતાના સગાંવહાલાંઓને આપવા યોગ્ય વિભાગની વહેચણી કરે, ૩૩. પોતાના ઘરનું દ્રવ્ય દેરાસરમાં અથવા દેરાસરના ભંડારમાં સાથે રાખે, ૩૪. પગ ઉપર પગ રાખી (ચડાવી) બેસે, ૩૫. દેરાસરની ભીંત ઓટલા, જમીન ઉપર છાણાં થાપે, સુકાવે, ૩૬. પોતાના વસત્ર સુકાવે, ૩૭. મગ, ચણા, મઠ, તુવેરની દાળ સુકાવે, ૩૮. પાપડ, ૩૯, વડી, ખેરો, શાક, અથાણા વિગેરે કરવા હરકોઈ પણ પદાર્થ સુકાવે, ૪૦. રાજા વિગેરેના ભયથી દેરાસરના ગભારા, ભોંયરા, ભંડાર વિગેરેમાં સંતાવું. ૪૧. દેરાસરમાં બેઠા હોય ત્યારે પોતાનાં કોઈપણ સંબંધીનું મરણ સાંભળી રૂદન કરવું, ૪૨. સ્ત્રીકથા, રાજકથા, દેશકથા, ભોજનકથા, વિકથા કરવી. ૪૩. પોતાના ઘરકામ સારૂં કોઈ પ્રકારના યંત્ર, ધાણી વિગેરે શસ્ત્ર અસ્તરા વિગેરે ઘડાવવા, તૈયાર કરાવવા, ૪૪. ગૌ, ભેંસ, બળદ, ઘોડા, ઉંટ વિગેરે રાખવા, ૪૫. ટાઢ પ્રમુખના કારણથી બેસી તાપણી પ્રમુખનું સેવન કરવું, ૪૬. પોતાના સાંસારિક કાર્ય માટે સંધન કરવું, ૪૭. રૂપિયા, મહોર, ચાંદી, સોનું, રત્ન વિગેરેની પરીક્ષા કરવી, ૪૮. દેરાસરમાં પેસતાં-નીકળતાં નિસીહિ અને આવસ્સહિ કહેવું ભૂલી જવું, ૪૯. છત્ર, ૫૦. પગરખાં, ૫૧. શસ્ત્ર, ચામર એ વસ્તુઓ દેરાસરમાં લાવવી, પર મનને એકાગ્ર ન રાખવું, ૫૩. તેલ પ્રમુખ ચોળાવવું, ૫૪. સચિત્ત ફૂલ વગેરે જે કાંઈ હોય તે દેરાસરથી બહાર ન કાઢી નાંખવાં. ૫૫. દરરોજ પહેરવાના દાગીના દરે જતાં ન પહેરવા, જેથી આશાતના થાય કેમકે લોકોમાં પણ નિંદા થાય છે જુઓ આ કેવો ધર્મ કે દરરોજ પહેરવાના દાગીના પણ દરે જતાં પહેરવાની મનાઈ છે છતાં પહેરે છે. ૫૬. જિનપ્રતિમા દેખીને બે હાથ ન જોડવા, ૫૭. એક પનાવાળા ઉત્તમ વસ્ત્રનું ઉત્તરાયણ કીધા વિના દેરામાં જાય, ૫૮. મુકુટ મસ્તકે બાંધી રાખે, ૫૯. માથા ઉપર પાઘડીમાં કપડું વીંટવું, ૬૦. માથામાં પાઘડી વિગેરે ઉપર ઘાલેલું ફૂલ કાઢી ન નાંખે, ૬૧. હોડ પાડે (શરત કરે) જેમકે મુઠીએ નાળીયેર ભાંગી આપે તો અમુક આપું, કર. દડાગેડીથી રમત કરવી, ૬૩. કોઈ પણ મોટા માણસને જુહાર (સલામ) કરવા, ૬૪. જેમ લોકો હસી પડે એવી કોઈ પણ જાતની ભાંડચેષ્ટા કરવી, જેમકે કાંખ વગાડવી વિગેરે, ૬૫. કોઈને તિરસ્કાર વચન બોલવું જેમકે અરે ! અલ્યા, દુષ્ટ, ચોર, એમ બોલવું, ૬૬. કોઈની પાસે લહેણું હોય તેને દેરાસર વિગેરેમાં પકડવો અથવા લંઘન કરી તેની પાસેથી દ્રવ્ય લેવું, ૬૭. રણસંગ્રામ કરવો, ૬૮. ચોટલી વાળ ઓળવા, ૬૯. પલાંઠી બાંધીને બેસવું, ૭૦. પગ સાફ રાખવા માટે કાષ્ઠની પાવડી પહેરવી, ૭૧. બીજા લોકોની અડચણની અવગણના કરીને પગ લાંબા કરી બેસવું, ૭૨. શરીરના સુખ માટે પગે પુડપુડી દેવરાવે (પગચંપી કરાવે), ૭૩. હાથ પગ ધોવા વિગેરે કારણથી ઘણું પાણી ઢોળી દેરામાં જતાં જવાના માર્ગમાં કીચડ કરે, ૭૪. ધૂળવાળ પગથી આવી પગ ઝાટકે, જેથી દેરામાં ધૂળ પૂળ કરે-ધૂળ ઉડાડે, ૭૫. મૈથુન સેવે, કામકેલી કરે, ૭૬. માથા ઉપર પહેરેલી પાઘડીમાંથી કે લુગડાંમાંથી માંકણ, જૂ પ્રમુખ વીણીને નાખે અથવા વીણે, ૭૭.
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy