SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાદ્ધવિધિ પ્રકરણ નિયમ રહિત ધર્મ કરતાં નિયમ સહિત ધર્મનું અનંતગણું અધિક ફળ છે. કહ્યું છે કે -નિયમ સહિત અને નિયમ રહિત એવો બે પ્રકારનો ધર્મ છે. તેમાં પહેલો ધર્મ થોડો ઉપાજર્યો હોય તો પણ નિશ્ચયથી બીજા કરતાં અનંતગણું ફળ આપે છે, અને બીજો ધર્મ ઘણો ઉપાર્જન કર્યો હોય તો પણ અલ્પ પ્રમાણવાળું અને અનિશ્ચિત ફળ આપે છે. જો કાંઈ પણ ઠરાવ કર્યા વગર કોઈને ઘણા કાળ સુધી અને ઘણું જ દ્રવ્ય ધીર્યું હોય તો તેથી કિંચિત્માત્ર પણ વ્યાજ ઉત્પન્ન ન થાય, અને જો ધીરતી વખતે ઠરાવ કર્યો હોય તો ધીરેલા દ્રવ્યની પ્રતિદિન વૃદ્ધિ થતી જાય છે. એમ ધર્મના વિષયમાં પણ નિયમ કરવાથી વિશેષ ફળવૃદ્ધિ જાણવી. ૧૫૬ તત્ત્વોને જાણનાર પુરુષ હોય તો પણ અવિરતિનો ઉદય હોય તો શ્રેણિક રાજાની જેમ તેનાથી નિયમ લેવાતો નથી. અને અવિરતિનો ઉદય ન હોય તો લેવાય છે, તો પણ કઠણ વખત આવતાં દૃઢતા રાખી નિયમનો ભંગ ન કરવો, એ વાત તો આસનસિદ્ધિ જીવથી બની શકે છે. એ ધર્મદત્તે પૂર્વભવથી આવેલી ધર્મરુચિથી અને ભક્તિથી પોતાની એક મહિનાની ઉંમરે ગઈ કાલે નિયમ ગ્રહણ કર્યો. ગઈકાલે જિનદર્શન અને જિનવંદના કર્યાં હતાં, માટે એણે દૂધ વગેરે પીધું, આજે ક્ષુધા-તૃષાથી પીડાયો, તો પણ દર્શનનો-વંદનાનો યોગ ન મળવાથી એણે મન દૃઢ રાખી દૂધ ન પીધું, અમારા વચનથી એનો અભિગ્રહ પૂર્ણ થયો, ત્યારે એણે દૂધપાન વગેરે કર્યું. પૂર્વભવે જે શુભ અથવા અશુભ કર્મ કર્યું હોય અથવા કરવા ધાર્યું હોય, તે સર્વ પરભવે પૂર્વભવની જેમ મળી આવે છે એ મહિમાવંત પુરુષને પૂર્વભવે કરેલી જિનેશ્વર ભગવાનની અપ્રકટ-ભક્તિથી પણ ચિત્તને ચમત્કાર ઉત્પન્ન કરનારી પરિપૂર્ણ સમૃદ્ધિ મળશે. માળીની ચારે કન્યાઓના જીવ સ્વર્ગથી ચ્યવીને જુદા જુદા મ્હોટા રાજકુળમાં અવતરી એની રાણીઓ થશે. સાથે સુકૃત કરનારાઓનો યોગ પણ સાથે જ રહે છે.” મુનિરાજની એવી વાણી સાંભળી તથા બાળકના નિયમની વાત પ્રત્યક્ષ જોઈ રાજા આદિ લોકો નિયમ સહિત ધર્મનો સ્વીકાર કરવામાં અગ્રેસર થયા. "પુત્રને પ્રતિબોધ કરવાને અર્થે વિહાર કરૂં છું.” એમ કહી તે મુનિરાજ ગરૂડની જેમ ઊડી વૈતાઢય પર્વતે ગયા. જગતને આશ્ચર્યકારી પોતાની રૂપ-સંપત્તિથી કામદેવને પણ લજાવનાર એવો જાતિસ્મરણ પામેલો ધર્મદત્ત, ગ્રહણ કરેલા નિયમને મુનિરાજની જેમ પાળતો દિવસે દિવસે વૃદ્ધિ પામવા લાગ્યો. તેના સર્વોત્કૃષ્ટ શરીરની વૃદ્ધિ થતી હોવાથી તેના રૂપ, લાવણ્ય પ્રમુખ લોકોત્તર સદ્ગુણ જાણે માંહોમાંહે સ્પર્ધાથી જ વધતા હોય તેમ પ્રતિદિન વધવા લાગ્યા. તે ધર્મદત્તના સદ્ગુણોને ધર્મ કરવાથી વિશેષ શોભા આવી, કારણ કે, એણે ત્રણ વર્ષની ઉંમરે જ "જિનેશ્વર ભગવંતની પૂજા કર્યા વગર જમવું નહીં” એવો અભિગૃહ લીધો. નિપુણ ધર્મદત્તને લખવું, ભણાવવું આદિ બહોંતેર કળાઓ જાણે પૂર્વે લખેલી ભણેલી જ હોય નહીં ! તેમ સહજમાત્ર લીધાથી જ શીઘ્ર આવડી ગઈ, પુણ્યનો મહિમા ઘણો ચમત્કારી છે ! પછી ધર્મદત્તે "પુણ્યાનુબંધી પુણ્યથી પરભવે પણ પુણ્યની પ્રાપ્તિ સુખે થાય છે.” એમ વિચારી સદ્ગુરુ પાસેથી પોતે સારા શ્રાવકધર્મનો સ્વીકાર કર્યો. "ધર્મકૃત્ય વિધિ વિના સફળ થતું નથી.” એમ વિચારી તેણે ત્રિકાળ દેવપૂજા વગેરે શુભકૃત્ય
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy