SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ દિનકૃત્યપ્રકાશ ૧૫૧ હંસ બોલ્યો "હારી વાતચીત પૂછવાનું તને શું કારણ છે? હું તને લાભકારી વચન કહું છું. ધન, પુત્ર, સુખ આદિ સર્વે વસ્તુની પ્રાપ્તિ પૂર્વભવે કરેલા કર્મની આધીનતામાં છે. આ લોકમાં કરેલું શુભકર્મ તો વચ્ચે આવતા અંતરાયોને દૂર કરે છે. બુદ્ધિહીન મનુષ્યો જે તે દેવતાની પૂજા કરે છે, તે મિથ્યા છે અને તેથી મિથ્યાત્વ લાગે છે. એક જિનપ્રણીત ધર્મ જ જીવોને આલોકમાં તથા પરલોકમાં વાંછિત વસ્તુનો દાતાર છે. જો જિનધર્મથી વિપ્નની શાંતિ વગેરે ન થાય, તો તે બીજા ઉપાયથી કયાંથી થવાની? જે અંધકાર સૂર્યથી દૂર થઈ શકે નહીં, તે કાંઈ બીજા ગ્રહથી દૂર થાય? માટે તું કુપથ્ય સરખા મિથ્યાત્વને છોડી દે, અને રૂડા પથ્ય સમાન અદ્ધર્મની આરાધના કર. તેથી આ લોકમાં તથા પરલોકમાં પણ હારા મનોરથ ફળીભૂત થશે.” હંસ આટલું કહી પારાની જેમ ઝટ કયાંય ઉડી ગયો. પછી ચમત્કાર પામેલી પ્રીતિમતી રાણી પુત્રની આશા ઉત્પન્ન થવાથી હાસ્યમુખી થઈ. ચિત્તમાં કાંઈ પીડા થઈ હોય તો; ધર્મ, ગુરુ આદિ વસ્તુ ઉપર બહુ સ્થિર આસ્થા રહે છે. જીવનો એવો સ્વભાવ હોવાથી પ્રીતિમતી રાણીએ સશુરુ પાસેથી શ્રાવકધર્મ અંગીકાર કર્યો. સમ્યકત્વ ધારણ કરનારી અને ત્રિકાળ જિનપૂજા કરનારી પ્રીતિમતિ રાણી અનુક્રમે સુલસા શ્રાવિકા જેવી થઈ. હંસની વાણીનો એ કોઈ મોટો ચમત્કારી ગુણ જાણવો. એક વખતે રાજધર રાજાના ચિત્તમાં એવી ચિંતા ઉત્પન્ન થઈ કે - "હજી પટ્ટરાણીને એક પુત્ર થયો નથી, અને બીજી રાણીઓને તો સેંકડો પુત્ર છે. એમાં રાજ્યને યોગ્ય પુત્ર કોણ હશે?" રાજા એવી ચિંતામાં છે, એટલામાં રાત્રે સ્વપ્નમાં જાણે સાક્ષાત્ જ હોય નહિ! એવા કોઈ દિવ્ય પુરુષે આવી રાજાને કહ્યું, "હે રાજન્ ! પોતાના રાજ્યને યોગ્ય પુત્રની તું ફોકટ ચિંતા ન કર. દુનિયામાં કલ્પવૃક્ષ સમાન ફળદાયક એવા એક જિનધર્મની જ વિધિપૂર્વક તું આરાધના કર, તેથી આ-લોક, પરલોકમાં તારી ઈષ્ટસિદ્ધિ થશે." એવું સ્વપ્ન જોવાથી રાજધર રાજા પવિત્ર થઈ હર્ષથી જિનપૂજા આદિ કરવાથી જિનધર્મની આરાધના કરવા લાગ્યો. એવું સ્વપ્ન જોયા પછી કોણ આળસમાં રહે? પછી કોઈ ઉત્તમ જીવ હંસ જેમ સરોવરમાં અવતરે છે, તેમ પ્રથમ અરિહંતની પ્રતિમા સ્વપ્નમાં દેખાડી પ્રીતિમતીની કૂખમાં અવતર્યો. તેથી સર્વે લોક આનંદ પામ્યા. ગર્ભના પ્રભાવથી તે પ્રીતિમતી રાણીને મણિરત્નમય જિનમંદિર અને જિનપ્રતિમા કરાવવી તથા તેની પૂજા કરવી ઈત્યાદિ દોહલો ઉત્પન્ન થયો. ફૂલફળને અનુસરતું થાય તેમાં શી નવાઈ? દેવતાઓની કાર્યસિદ્ધિ મનમાં ચિંતવતાં જ થઈ જાય છે, રાજાઓની કાર્યસિદ્ધિ મુખમાંથી વચન નીકળતાં થાય છે, ધનવંત લોકોની કાર્યસિદ્ધિ ધનથી તત્કાળ થાય છે. અને બાકી રહેલા મનુષ્યોની કાર્યસિદ્ધિ તે પોતે અંગ-મહેનત કરે ત્યારે થાય છે. પ્રીતિમતીનો દોહલો દુઃખથી પૂર્ણ કરાય એવો હતો, તો પણ રાજાએ ઘણા હર્ષથી તેનો સંપૂર્ણ દોહલો તત્કાળ પૂર્ણ કર્યો. જેમ મેરુપર્વત ઉપરની ભૂમિ પારિજાત-કલ્પવૃક્ષને પ્રસવે, તેમ પ્રીતિમતી રાણીએ આગળથી જ શત્રુને નાશ કરનારો પુત્ર પ્રસવ્યો. તે પુત્ર અનુક્રમે મહિમાવંત થયો. રાજધર રાજાને પુત્ર-જન્મ સાંભળી ઘણો જ હર્ષ થયો, તેથી તેણે પૂર્વે કોઈ સમયે નહિ કરેલો એવો
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy