SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ દિનકૃત્યપ્રકાશ ૧૪૯ અનુષ્ઠાન શ્રી જિનશાસનમાં ૧. પ્રીતિઅનુષ્ઠાન, ૨. ભક્તિઅનુષ્ઠાન, ૩. વચનઅનુષ્ઠાન, ૪. અસંગઅનુષ્ઠાન, એમ ચાર પ્રકારના અનુષ્ઠાન કહેલાં છે. ભદ્રપ્રકૃતિ સ્વભાવવાળા જીવને જે કંઈ કામ કરતાં પ્રીતિનો સ્વાદ ઉત્પન્ન થાય છે, બાળકાદિકને જેમ રત્ન ઉપર પ્રીતિ ઉપજે છે તેમ પ્રીતિઅનુષ્ઠાન સમજવું. શુદ્ધ વિવેકનંત ભવ્ય જીવને જે ક્રિયા ઉપર અધિક બહુમાન થવાથી ભક્તિ સહિત પ્રીતિ ઉત્પન્ન થાય છે. તેને પૂર્વાચાર્યે ભક્તિઅનુષ્ઠાન કહે છે. બંનેમાં (પ્રીતિ અને ભક્તિ અનુષ્ઠાનમાં) પરિપાલણા (લેવા-દેવાની ક્રિયા) સરખી છે, પણ જેમ સ્ત્રીમાં પ્રીતિરાગ અને માતામાં ભક્તિરાગ એમ બંનેમાં રાગ ભિન્ન-ભિન્ન જાતિનો હોય છે, તેમ પ્રીતિ અને ભક્તિ અનુષ્ઠાનમાં પણ એટલો તફાવત છે. સૂત્રમાં કહેલી વિધિ પ્રમાણે જ જિનેશ્વર ભગવંતના ગુણ જાણે તથા વખાણે, ચૈત્યવંદન, દેવવંદન, પ્રમુખ સર્વ સૂત્રમાં કહેલી રીત મુજબ કરે, તેને વચનાનુષ્ઠાન કહેવાય; આ વચનાનુષ્ઠાન ચારિત્રવંતને નિયમથી હોય છે પણ પાર્શ્વસ્થદિને નહીં. ફળની આશા ન રાખનારો ભવ્યજીવ શ્રુતના આલંબન વગર કેવલ પૂર્વના અભ્યાસના રસથી જ જે અનુષ્ઠાન કરે તે નિપુણ પુરુષોએ અસંગ અનુષ્ઠાન જાણવું, તે જિનકલ્પી વગેરેને હોય છે. જેમ કુંભારના ચક્રનું ભ્રમણ પ્રથમ દંડથી થાય છે, તેમ વચન અનુષ્ઠાન આગમથી પ્રવર્તે છે અને જેમ દંડ કાઢી લીધા પછી પણ પૂર્વ-પ્રયોગથી ચક્ર ભમ્યા કરે તેમ અભ્યાસના રસથી આગમની અપેક્ષા વગર અસંગઅનુષ્ઠાન થાય છે, એમ આ બે (વચન અને અસંગ) અનુષ્ઠાન આ દૃષ્ટાંતથી ભિન્ન ભિન્ન સમજી લેવાં. બાળકની પેઠે પ્રથમથી પ્રીતિભાવ આવવાથી પ્રથમ પ્રીતિઅનુષ્ઠાન થાય છે, પછી ભક્તિઅનુષ્ઠાન, પછી વચનાનુષ્ઠાન, ત્યારપછી અસંગાનુષ્ઠાન થાય. એમ એક એકથી અધિક ગુણની પ્રાપ્તિ થવાથી અનુષ્ઠાન પણ થાય છે. તેટલા માટે ચાર પ્રકારનું અનુષ્ઠાન પણ પ્રથમ રૂપિયાના સરખું સમજવું. વિધિ અને બહુમાન એ બંનેના સંયોગથી અનુષ્ઠાન પણ સમજવાં, જે માટે મુનિ મહારાજે એ અનુષ્ઠાનને પરમ પદ પામવા કારણપણે બતાવેલ છે. બીજા ભાંગાના રૂપિયા સમાન (સાચું રૂપું પણ ખોટી મોહોર) અનુષ્ઠાન પણ સત્ય છે તેટલા માટે પૂર્વાચાર્યોએ તેને એકાંતે દુષ્ટ ગણાવ્યું નથી. જ્ઞાનવંત પુરુષોની ક્રિયા જો કે અતિચારથી મલિન હોય તો પણ શુદ્ધતાનું કારણ છે, જેમકે રત્ન ઉપર મેલ લાગેલો હોય, પણ જો અંદરથી શુદ્ધ છે, તો બહા૨નો મેલ સુખે દૂર કરી શકાય છે. ત્રીજા ભાંગા સરખી ક્રિયા (મોહોર છાપ સાચી પણ રૂપું ખોટું) માયાતૃષાદિક દોષથી બનેલી છે. જેમકે ભોળા લોકોને ઠગવા માટે કોઈ ધૂર્વે શાહુકારનો વેશ લઈ વંચના જાળ માંડી હોય, તેની ક્રિયા બહારાથી દેખાવમાં ઘણી જ આશ્ચર્યકારક હોય પણ મનમાં અધ્યવસાય અશુદ્ધ હોય તેથી કદાપિ ઈહલોકમાં માન, યશ, કીર્તિ. ધન પ્રમુખનો તેને (ધૂર્તને) લાભ થાય પણ તે પરલોકમાં દુર્ગતિને જ પામે છે માટે એ ક્રિયા બહારના દેખાવરૂપ જ હોવાથી ગ્રહણ કરવા યોગ્ય જ નથી, ચોથા ભાંગા જેવી ક્રિયા (બંને ખોટા)
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy