SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ શ્રાદ્ધવિધિ પ્રકરણ સંઘયાત્રા વગેરેનું કરવું એ બધાં દ્રવ્યસ્તવ છે. એ વિષે શાસ્ત્રમાં લખેલ છે કે : સૂત્રમાં બતાવેલી વિધિ પ્રમાણે દેરાસર કરાવવાં, બિંબ ભરાવવાં, પ્રતિષ્ઠા-સ્થાપના કરાવવી, તીર્થયાત્રા કરવી, પૂજા કરવી, એ દ્રવ્યસ્તવ છે એમ જાણવું. કેમકે એ સર્વ ભાવસ્તવનાં કારણ છે, માટે દ્રવ્યસ્તવ ગણાય છે. જો દ૨૨ોજ સંપૂર્ણ પૂજા ન કરી શકાય તો પણ તે દિવસે અક્ષતપૂજા કરીને પણ તે પૂજાનું આચરણ કરવું. જો મહાસમુદ્રમાં પાણીનું એક બિંદુ નાંખ્યું હોય તો તે અક્ષયપણે રહે છે, તેમ વીતરાગની પૂજા પણ જો ભાવથી થોડી પણ કરી હોય તો તે પણ લાભકારી થાય છે. એ જિનપૂજાના કારણથી સંસારરૂપ અટવીમાં દુઃખાદિક ભોગવ્યા વિના ઉદાર ભોગોને ભોગવીને સર્વ જીવ સિદ્ધિને પામે છે. પૂજા કરવાથી મન શાંત થાય છે, મન શાંત થવાથી વળી ઉત્તમ ધ્યાન થાય છે. ઉત્તમ ધ્યાનથી મોક્ષ મળે છે, અને મોક્ષમાં નિરાબાધિત સુખ છે. पुष्पाद्यर्चा तदाज्ञा च तद्द्द्रव्यपरिरक्षणम् ॥ उत्सवास्तीर्थयात्रा च, भक्तिः पंचविधा जिने ||६|| પુષ્પાદિકથી પૂજા કરવી, તીર્થંકરની આજ્ઞા પાળવી, દેવદ્રવ્યનું રક્ષણ કરવું. ઉત્સવ કરવા, તીર્થયાત્રા કરવી, એમ પાંચ પ્રકારે તીર્થંકરની ભક્તિ થાય છે. દ્રવ્યસ્તવના બે ભેદ દ્રવ્યસ્તવ બે પ્રકારે છે. આભોગદ્રવ્યસ્તવ અને અનાભોગદ્રવ્યસ્તવ. કહ્યું છે કે ઃ વીતરાગના ગુણને જાણીને તે ગુણને યોગ્ય ઉત્તમ વિધિએ કરીને જે વીતરાગની પૂજા આચરવામાં આવે તે "આભોગદ્રવ્યસ્તવ” ગણાય છે. એ આભોગદ્રવ્યસ્તવથી ચારિત્રનો લાભ થાય છે, અને સકલ કર્મનું નિર્દેલન જલ્દી થાય છે માટે 'આભોગદ્રવ્યસ્તવ' કરવામાં સમ્યગ્દષ્ટિ પુરુષોએ સારી રીતે ઉદ્યમ કરવો. પૂજાની વિધિ જાણતા નથી તેમજ જિનેશ્વર ભગવંતમાં રહેલા ગુણના સમુદાયને પણ જાણતા નથી, એવા જે શુભ પરિણામની જિનપૂજા કરે છે તે 'અનાભોગદ્રવ્યસ્તવ' કહેવાય છે. એ રીતે કરેલી અનાભોગદ્રવ્યસ્તવ પૂજા પણ ગુણનું સ્થાનક હોવાથી ગુણકારી જ છે; કારણ કે એથી અનુક્રમે શુભ, શુભતર પરિણામ થાય છે અને સમ્યક્ત્વનો લાભ થાય છે. અશુભ કર્મનો ક્ષય થવાથી આવતા ભવમાં કલ્યાણ (મોક્ષ) પામનારા કેટલાક ભવ્ય જીવોને વીતરાગના ગુણ જાણેલા નથી તો પણ પોપટના જોડલાને જિનબિંબ ઉપર પ્રીતિ ઉત્પન્ન થઈ તેમ ગુણ ઉ૫૨ પ્રીતિ ઉત્પન્ન થાય છે. જેનું મરણ ખરેખર પાસે જ આવેલું હોય એવા રોગ પુરુષને પથ્ય ભોજન ઉ૫૨ જેમ દ્વેષ ઉપજાવે છે, તેમ ભારેકર્મી કે ભવાભિનંદી (જેને સંસાર વધારે પ્રિય હોય એવા) જીવોને ધર્મ ઉપર પણ આફરો
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy