SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ શ્રાદ્ધવિધિ પ્રકરણ એના આશયથી મહાલાભની પ્રાપ્તિ થતી હોવાથી સામાયિક પારીને પણ દ્રવ્યસ્તવમાં પ્રવર્તવાથી કાંઈ દોષ લાગતો નથી. તે માટે શાસ્ત્રમાં કહેલ છે કે : સમ્યગ્દષ્ટિ જીવને બોધિબીજની પ્રાપ્તિ થાય, સમ્યકત્વને હિતકારી થાય, આજ્ઞાનું પાલન થાય, ભગવંતની ભક્તિ થાય, જૈનશાસનની ઉન્નતિ થાય, એમ અનેક ગુણની પ્રાપ્તિ થાય છે, માટે નિર્ધન શ્રાવકે સામાયિક પાળીને પણ દ્રવ્યસ્તવ કરવું. દિનકૃત્યસૂત્રમાં પણ કહેવું છે કે :- આ રીતે આ સર્વ વિધિ ઋદ્ધિવંતને માટે કહી અને ધન રહિત શ્રાવક પોતાના ઘરમાં સામાયિક લઈ જો કોઈ માર્ગમાં લેણદાર કે કોઈની સાથે તકરાર ન હોય તો સુસાધુની જેમ ઉપયોગવંત થઈને જિનમંદિરે જાય. ત્યાં જિનમંદિરમાં કાંઈક કાયાથી જ બની શકે એવું દ્રવ્યસ્તવરૂપ કામ હોય તો સાયાયિક મૂકીને તે દ્રવ્યસ્તવરૂપ કરણી કરે." આ શ્રાદ્ધવિધિની મૂળ ગાથામાં "વિહિપા” (વિધિપૂર્વક) એ પદથી દશ ત્રિક, પાંચ અભિગમ પ્રમુખ ચોવીસ મૂળદ્વારે કરી બે હજાર ચુમ્બોતેર બાબતો જે ભાષ્યમાં ગણાવી છે. તે સર્વબાબતો ધારવી, જેમકે પૂજામાં ધારવા યોગ્ય બે હજાર ચુમોતેર બાબતો (૧) ત્રણ ઠેકાણે ત્રણ વાર નિસીહિનું કહેવું, (૨) ત્રણ વાર પ્રદક્ષિણા દેવી, (૩) ત્રણવાર પ્રણામ કરવ, (૪) ત્રણવાર પૂજા કરવી, (પ) બિંબની ત્રણ પ્રકારની અવસ્થા વિચારવી, (૬) ત્રણ દિશામાં જોવાનો ત્યાગ કરવો, (૭) પગ મૂકવાની ભૂમિ ત્રણ વાર પુંજવી, (૮) વર્ણાદિક ત્રણ આલંબવા, (૯) ત્રણ પ્રકારની મુદ્રાઓ કરવી, (૧૦) ત્રણ પ્રકારનું પ્રણિધાન, એ દશત્રિક ગણાય છે. ઈત્યાદિક સમજવું. ૧. ત્રણ નિસીહ - દેરાસરના મૂળ બારણે પેસતાં પોતાના ઘર સંબંધી વ્યાપારનો ત્યાગ કરવા રૂપ પ્રથમ નિશીહિ જાણવી. ૧. ગભારાની અંદર પેસતાં દેરાસરને પૂજવા સમારવાના કાર્યને તજવા રૂપ બીજી નિસીહિ જાણવી. ૨. ચૈત્યવંદન કરવા સમયે દ્રવ્યપૂજાનો ત્યાગ કરવા રૂપ ત્રીજી નિસહિ જાણવી. ૩. ૨. ત્રણ પ્રદક્ષિણા - જિનપ્રતિમાની જમણી બાજુથી જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના રૂપ ત્રણ પ્રદક્ષિણા દેવી. ૩. ત્રણ પ્રકારના પ્રણામ:-(૧) જિનપ્રતિમાને દેખી બે હાથ જોડી કપાળે લગાડીને પ્રણામ કરીએ તે પહેલો અંજલિબદ્ધ પ્રણામ ૨. કેડ ઉપરનો ભાગ લગારેક નમાવીને પ્રણામ કરીએ તે બીજો અર્ધવનત પ્રણામ. ૩. બે ઢીંચણ, બે હાથ, અને મસ્તક એ પંચાંગ નમાવી ખમાસણ દઈએ તે ત્રીજો પંચાંગ પ્રણામ. ૪. ત્રણ પ્રકારની પૂજા -ભગવાનને અંગે કેસર, ચંદન, પુષ્પ વગેરે ચડાવવાં તે પહેલી અંગપૂજા ૧. ધૂપ, દીપ, અને નૈવેદ્યાદિ ભગવાનની આગળ મૂકવા રૂપ બીજી અગ્રપૂજા ૨. ભગવાનની આગળ સ્તુતિ, સ્તોત્ર, ગીત, ગાન, નાટક આદિ કરવા રૂપ ત્રીજી ભાવપૂજા. ૩. ૫. ત્રણ અવસ્થા - પિંડસ્થ એટલે છvસ્થાવસ્થા. ૧. પદસ્થ એટલે કેવળીઅવસ્થા ૨. રૂપાતીત
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy