SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ શ્રાદ્ધવિધિ પ્રકરણ પ્રતિમાઓ ઉજ્વળ રહે. જે જગ્યાએ જરા માત્ર પણ પાણી રહી જાય તો પ્રતિમાને શ્યામતા લાગે છે, માટે સર્વથા નિર્જળ કરીને પછી જ કેસર ઘણું અને ચંદન થોડું એવા ચંદનથી વારંવાર પૂજા કરતાં પણ પ્રતિમાની અધિક ઉજ્વળતા થાય છે. નાગજળ અંગે વળી એમ ધારવું જ નહીં કે ચોવીશવટો અને પંચતીર્થી પ્રતિમાનાં સ્નાત્ર કરતાં સ્નાત્રજળનો અરસપરસ સ્પર્શ થવાથી કાંઈ દોષ લાગે છે, કેમકે, જો એમ દોષ લાગતો હોય તો ચોવીશવટામાં કે પંચતીર્થીમાં ઉપર-નીચેની પ્રતિમાઓને અભિષેક કરતાં એક બીજાના જળનો જરૂર સ્પર્શ થાય જ છે. રાયપાસેણી સૂત્રમાં કહ્યું છે કે : राइप्पसेणाइज्जे, सोहम्मे सुरियाभदेवस; जीवाभिगमे विजयापूरीइ विजयाइ देवाणं १ भिंगार लोमहत्थय लूहया धूवदहणमाइअ; पडिमाणं सकहाणय पूआए इक्कयं भणियं २ निबुंअ जिणंद सकहा सग्ग समुग्गेसु तिसु वि लोएस: अनोन्नं संलग्गा, नवणं जलाइडिं संपुठ्ठा ३ पुव्वधर कालविहिओ, पडिमाइ संति केसुवि पुरेसुः वत्तक्खा खेत्तक्खा, महक्खा गंथ दिठाय, ४ मालधराइआणवि; धुवण जलाइ फुसेइ जिणबिंबे; पुत्थय पत्ताइणवि, उवरुवरि फरिसणाइअ ५ ताणिज्जइ नो दोसो, करणेचउव्विस वठ्ठयाइणं; आयरणाजुत्तिओ, गंथेसु अदिस्समाणत्ता ६. રાયપાસેણીસૂત્રમાં સૂર્યાભદેવનો અધિકાર છે અને જીવાભિગમસૂત્ર તથા જંબુદ્વીપપન્નત્તિ સૂત્રમાં વિજયાપુરી રાજધાની પોળીયાદેવનો અને વિજયાદિક દેવતાનો અધિકાર છે. ત્યાં નાના કળશ, મોરપીંછી અંગલુછણા, ધૂપધાણા વિગેરે ઉપકરણ સર્વ જિનપ્રતિમા અને સર્વ જિનની દાઢાઓની પૂજા કરવા માટે એકેક જ કહ્યા છે. મોક્ષ પામ્યા જે જિનવર, તેઓની દાઢા ઈન્દ્ર લઈને દેવલોકમાં રહેલા સીકામાં ડાભડાઓ અને વળી ત્રણ લોકમાં જ્યાં જ્યાં જિનની દાઢીઓ છે તે સર્વ ઉપરાઉપર મુકાય છે, એકબીજા માંહોમાંહે સંલગ્ન છે તેઓને એકબીજાઓને જળાદિકનો સ્પર્શ, બંગલુહણાનો સ્પર્શ એકબીજાને થયા પછી થાય છે (ઉપરની દાઢાને સ્પર્શેલું પાણી નીચલી દાઢાને લાગે છે) પૂર્વધર પૂવાચાર્યોએ પૂર્વકાળમાં પ્રતિષ્ઠા કરેલી એવી પ્રતિમા કેટલાએક ગ્રામ, નગર, તીર્થાદિક ઉપર છે તેમાં કેટલીક વક્તા (એક જ અરિહંતની) નામે. અને બીજી ક્ષેત્રા (એક પાષાણ કે ધાતુમય પટ્ટક ઉપર ચોવીસ પ્રતિમા ભરતક્ષેત્ર, ઐરાવતક્ષેત્રની પ્રતિમાઓ કરી હોય તે) નામે, વળી મહાપ્યા (ઉત્કૃષ્ટ કાળની અપેક્ષાએ ૧૭૦ પ્રતિમાઓ એક જ પટ્ટક ઉપર કરી હોય તે) નામે, એમ ત્રણ પ્રકારની પ્રતિમાઓ શાસ્ત્રોમાં પ્રસિદ્ધ જ છે. વળી પંચતીર્થી પ્રતિમાઓમાં ફૂલની વૃષ્ટિ કરનાર માળાધર દેવતાનાં રૂપ કરેલાં હોય છે, તે પ્રતિમાઓનો અભિષેક કરતાં માળાધર દેવતાને સ્પર્શેલું પાણી જિનબિંબ ઉપર પડે છે; વળી પુસ્તકમાં પાનાં ઉપરાઉપરી રહે છે, પરસ્પર સંલગ્ન હોય છે, તેનો પણ દોષ લાગવો જોઈએ. પણ તેમાં કંઈ દોષ નથી લાગતો અમે ચોવીસ વટ્ટામાં પણ ઉપરના જિનબિંબને સ્પર્શેલું પાણી નીચેના જિનબિંબને સ્પર્શે છે, તેમાં કાંઈ પૂજા
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy