SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ દિનકૃત્યપ્રકાશ ૧૧૩ શક્રેન્દ્ર બનાવેલા હાથીઓના મુખની, કમળની, તેમજ કમળની પાંખડીની સંખ્યા પૂર્વાચાર્યોએ આવી રીતે બતાવી છે. તે એક હાથીને ચાર હજારને છનું દંતશૂળ, બત્રીસ હજાર સાતસોને અડસઠ વાવો, બે લાખ બાસઠ હજાર એકસો માલીસ કમળ, અને તેટલી જ સંખ્યા કર્ણિકામાં રહેલા પ્રાસાદાવર્તાસકમાં થતા નાટકની છે. ૨૬ અબજ, એકવીસ કરોડ, ચુંમાલીસ લાખ કમળની પાંખડીઓ જાણવી. એવા ચોસઠ હજાર ઐરાવણ હાથી હતા. તેમનાં મુખ વિગેરેની સર્વ સંખ્યા આ મુજબ છે, તેના કુલ ત્રણ કરોડ, સતાવીસ લાખ ને અડસઠ હજાર મુખની સંખ્યા સમજવી અને છવીસ કરોડ. એકવીસ લાખ, ચુમાલીશ હજાર કુલ દાંતની સંખ્યા જાણવી. કુલ વાવો-બસો નવ કરોડ, ઈકોતેર લાખ, બાવન હજાર, કુલ કમળ સોલસો સત્તોતેર કરોડ, બહોંતર લાખ, સોળ હજાર, કર્ણિક નાટક અને પાંખડી-સોળ કોડાકોડી, સીત્તોતેર લાખ કરોડ, બહોંતેર હજાર કરોડ, એકસો આઠ કરોડ, અને કુલ નાટકમાં બનેલા રૂપની સંખ્યા પાંચસે કોડાકોડી, છત્રીસ કોડાકોડી, સત્યાસી લાખ કોડી, નવ હજાર કોડી, સો કોડી વીસ કરોડ જાણવી. એમ આવશ્યકસૂત્રની ચૂર્ણીમાં કહેલું છે. વળી એકેકા પ્રાસાદાવતસકમાં આઠ આઠ અગ્રમહિષીની સાથે તે સર્વ ઈન્દ્રની સંખ્યા સર્વ કમળના બરાબર સમજવી અને સર્વ ઈન્દ્રાણીની સંખ્યા તેર હજાર, ચારસો એકવીસ કરોડ, સીત્તોત્તેર લાખ, અઠયાવીસ હજાર જાણવી. અને એકેક નાટકમાં સર્વ સરખા શૃંગારના ધારણ કરનારાં એકસો આઠ દેવકુમાર ને એકસો આઠ દેવકુમારી જાણવી. - વાજિંત્રની જાત તથા સંખ્યા:- ૧ શંખ, ૨. શંગિકા(સીંગડી), ૩. શંખિકા, ૪. પેયા, ૫. પરિપરિકા, ૬. પણવ, ૭. પટ૭, ૮. ભંભા, ૯. હોરંભા, ૧૦. ભેરી, ૧૧. ઝલરી, ૧૨. દુંદુભિ, ૧૩. મુરજ, ૧૪. મૃદંગ, ૧૫. નાંદી મૃદંગ, ૧૬. આલિંગ, ૧૭. કુસ્તુમ્મ, ૧૮. ગોમુખ, ૧૯. મરદલ, ૨૦. વિપંચી, ૨૧. વલ્લકી, રર. ભ્રામરી, ૨૩. પભ્રામરી, ૨૪. પરિવાદિની, ૨૫. બબ્બીવિશા, ૨૬. સુઘોષા, ૨૭. નંદિઘોષા, ૨૮. મહતી, ૨૯. કચ્છપી, ૩૦. ચિત્રવીણા, ૩૧, આમોટ, ૩૨. ઝંઝ, • ૩૩. નકુલ, ૩૪. તૂણા, ૩૫ તુંબવીણા, ૩૬. મુકુંદ, ૩૭. હુડુક્કા, ૩૮. ચિરચિકી, ૩૯. કરટી, ૪૦. ડિડિમ, ૪૧. કિણિત, ૪૨. કદંબ, ૪૩. દર્દક, ૪૪. દર્દરિકા, ૪પ. કુતુંબર, ૪૬. કળશિકા, ૪૭. તળ, ૪૮. તાળ, ૪૯. કરતાલ, ૫૦. રિગીશકા, ૫૧. મકરિકા, પર. શિશુમારિકા, પ૩. વંશ, ૫૪. પાલી, ૫૫. વેણુ, પ. પરીલી, ૫૭. બંધુકા, એ વાદિક વાજિંત્રોની સમજુતી નીચે મુજબ જાણવી. દરેક વાજિંત્રના વગાડનારા એકસો ને આઠ સમજવા. ૧. શંખ એ તીક્ષણ સ્વરનું વાજિંત્ર છે, મોટો શંખ સમજવો. ૨. શૃંગીકા (સીંગડી)એ વાજિંત્ર પ્રસિદ્ધ છે. ૩. શંખિકા-નાનો શંખ - એ ગંભીર સ્વરનું વાજિંત્ર છે. ૪. પેયા-મોટી કાહલા વાજિંત્ર છે. પ. પરિપત્રિકા-એ કરોળીયાના પડની જેમ બહારથી ચામડું મઢેલું અને પાછળથી ખાલી એવું વાજિંત્ર, જે લોકોમાં ડફ નામથી ઓળખાય છે. ૬-૭ પણવ તથા પટહ એ બન્ને એક જ જાતિના છે, નાનો તે પણવ અને મોટો તે પટ ગણાય છે. પાલી જેવા લાંબા ભાજન ઉપર ચર્મવેખિત હોય છે એને પડો વાજિંત્ર કહે છે.
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy