SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ દિનકૃત્યપ્રકાશ રાત્રે ચાર પ્રકારના આહારનો ત્યાગ કરનાર એક આસને બેસી ભોજન સાથે જ તાંબુલ કે મુખવાસ વાપરી વિધિપૂર્વક મુખશુદ્ધિ કીધા પછી જે ગ્રંથિસહિત પચ્ચક્ખાણ પાળવા ગ્રંથિ બાંધે છે, તેમાં દ૨૨ોજ એક વાર ભોજન કરનારને દર માસે ઓગણત્રીસ અને બેવાર ભોજન કરનારને અઠાવીસ ચૌવિહારા ઉપવાસનું ફળ મળે એવો વૃદ્ધવાદ છે. (ભોજન સાથે તાંબૂલ, પાણી વિગેરે વાપરતાં દ૨૨ોજ ખરેખર બે ઘડી વાર લાગે છે. તેથી એક વાર ભોજન કરનારને દરેક માસે ઓગણત્રીસ ઉપવાસનું ફળ મળે છે, અને બેવાર ભોજન કરનારને દરરોજ ચાર ઘડી વાર જમતાં લાગવાથી દરેક માસે અઠાવીશ ઉપવાસનો લાભ થાય, એમ વૃદ્ધ પુરુષો ગણાવે છે.) જે માટે પઉમચરિય'માં કહેલ છે કે : - ૯૯ "જે પ્રાણી સ્વભાવથી નિરંતર બે વાર જ ભોજન કરે છે, તેને દર માસે અઠયાવીસ ઉપવાસનું ફળ મળે છે. જે પ્રાણી દ૨૨ોજ એક મુહૂર્ત (બે ઘડીવાર) માત્ર ચાર પ્રકારના આહારનો ત્યાગ કરે છે તેને દર માસે એક ઉપવાસનું ફળ મળે છે. અન્ય દેવોના ભક્ત જે તપ દ્વારા દસ હજાર વર્ષની આયુઃસ્થિતિ પ્રાપ્ત કરે છે, તેટલા જ તપથી જિનવરનો ભક્ત; પલ્યોપમકોટી પ્રમાણ આયુ:સ્થિતિ દેવલોકમાં પ્રાપ્ત કરે છે. અમે દ૨૨ોજ એક, બે કે ત્રણ મુહૂર્તની વૃદ્ધિ કરવાથી એક ઉપવાસ, બે ઉપવાસ અને ત્રણ ઉપવાસનું ફળ બતાવ્યું છે.” એવી રીતે યથાશક્તિ જે તપ કરે તેને તેવું ફળ બતાવ્યું છે. એ યુક્તિપૂર્વક ગ્રંથિસહિત પચ્ચક્ખાણનું ફળ ઉપર પ્રમાણે સમજવું. જે જે પચ્ચક્ખાણ કરેલાં હોય તે તે વારંવાર યાદ કરવાં. તેમજ જે જે પચ્ચક્ખાણ હોય તેનો વખત પૂરો થવાથી આ અમુક પચ્ચક્ખાણ પૂરું થયું એમ વિચારવું. વળી ભોજન વખતે પણ યાદ કરવું. જો ભોજન વખતે પચ્ચક્ખાણને યાદ ન કરે તો કદાપિ પચ્ચક્ખાણનો ભંગ થઈ જાય છે. અશન, પાન, ખાદિમ, સ્વાદિમનું સ્વરૂપ ૧. અશન-અન્ન, પક્વાન્ન માંડા, સાથુઓ વિગેરે જ ખાવાથી ક્ષુધા (ભૂખ) શમે તે અશન કહેવાય. ૨. પાન-છાશ, મદિરા, પાણી તે પાણી કે પાન કહેવાય. ૩. ખાદિમ (ખાદ્ય) - સર્વ જાતિનાં ફળ, મેવા, સુખડી, સેલડી, પોંખ વગેરે ખાદિમ ગણાય છે. ૪. સ્વાદિમ (સ્વાદ્ય) – સુઠ, હરડે, પીપર, મરી, જીરૂ, અજમો, જાયફળ, જાવંત્રી, કસેલો, કાથો, ખેરસાર, જેઠીમધ, તજ, તમાલપત્ર, એલચી, લવંગ, કુઠ, વાવડંગ, બીડલવણ, અજમોદ, કુલિંજન (પાનની જડ), પીપળીમૂળ, ચકણબાબા, કચરો, મોથ, કાંટાસેળીઓ, કપૂર, સંચળ, હરડાં, બેહડાં કુંભઠ (કુમટીયા), બાવળ, ધવ (ધાવડી), ખેર, ખીજડો, પુષ્કરમૂળ, જવાસો, બાવચી, તુળસી, કપૂર, સોપારી વિગેરે વૃક્ષોની છાલ અને પત્ર એ ભાષ્ય તથા પ્રવચનસારોદ્વારાદિકના અભિપ્રાયથી સ્વાદિમ ગણાય છે અને કલ્પવ્યવહારની વૃત્તિના અભિપ્રાયથી ખાદિમ ગણાય છે. કેટલાક આચાર્ય એમ જ કહે છે કે કે “અજમો એ ખાદિમ જ છે. સર્વ જાતિના સ્વાદિમ, એલથી કે કપૂરથી વાસિત કરેલ પાણી દુવિહારના પચ્ચક્ખાણમાં કલ્પે (વાપરી શકાય). વેસણ, વરીયાળી, શોવા (સુઆ) આમલગંઠી, આંબાગોટી, કોઠાપત્ર, લીંબુપત્ર, વગેરે ખાદિમ હોવાથી પણ દુવિહારમાં કલ્પે નહીં. તિવિહારમાં તો ફકત પાણી જ કલ્પે છે. પણ
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy