SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ દિનકૃત્યપ્રકાશ ૮૯ તથા સચિત્ત બીજ જેમાં હોય એવાં સર્વ જાતિનાં પાકેલાં ફળ; એ બધાં મિશ્ર જાણવાં. જે દિવસે તલપાપડી કરી હોય તે દિવસે મિશ્ર જાણવી. પણ રોટલી, રોટલા, પુરી વિગેરેમાં જો તલપાપડી નાંખી હોય તો તે રોટલી પ્રમુખ બે ઘડી પછી અચિત્ત સમજવા. વળી દક્ષિણ દેશ માળવા વિગેરે દેશોમાં ઘણો ગોળ નાખીને તલપાપડી બનાવે છે તેથી તેને અચિત્ત ગણવાનો વ્યવહાર છે. વૃક્ષથી તત્કાળ લીધેલા ગુંદ, લાખ, છાલ, તથા નાળિયેર, લીંબુ, જાંબુ, આંબા, નારંગી, દાડમ, સેલડી વગેરેનો તત્કાળનો કાઢેલો રસ કે પાણી; તત્કાળ કાઢેલું તલ વિગેરેનું તેલ; તત્કાળ ભાંગેલ નાળિ યેર, સીંગોડા, સોપારી પ્રમુખ ફળ; બીજ તત્કાળ કાઢી નાંખેલાં પાકેલાં ફળ, ઘણા દબાવીને કણીયા રહિત કરેલ જીરું, અજમો વિગેરે, બે ઘડી વાર સુધી મિશ્ર જાણવાં, ત્યારપછી અચિત્ત થાય એવો વ્યવહાર છે. બીજા પણ કેટલાક પદાર્થ પ્રબળ અગ્નિના યોગ વિના જે પ્રાયે અચિત્ત કીધેલા હોય તે પણ બે ઘડી સુધી મિશ્ર અને ત્યારપછી અચિત્ત જાણવા એવો વ્યવહાર છે. જેમકે, કાચું પાણી, કાચાં ફળ, કાચાં ધાન્ય, એઓને ઘણું ઝીણું વાટેલું મીણ દઈ ખૂબ મર્દન કીધેલ હોય તો પણ પ્રાયે અગ્નિ વિગેરે પ્રબળ શસ્ત્ર વિના અચિત્ત નથી થતાં, જે માટે ભગવતી સૂત્રના એકવીશમા શતકે ત્રીજા ઉદ્દેશમાં કહેલ છે કે, "વમય શિલા ઉપર વજુમય વાટવાના પથ્થરથી પૃથ્વીકાયનો ખંડ (કાચી માટી વિગેરેનો કટકો) બળવંત પુરુષ એકવીસ વાર જોરથી વાટે તો પણ કેટલાક જીવ ચંપાણા ને કેટલાક જીવને ખબર પણ પડી નથી.” (એવું સૂક્ષ્મપણું હોય છે, માટે પ્રબળ અગ્નિના શસ્ત્ર વિના અચિંત્ત થતાં નથી.) વળી સો યોજનથી આવેલ હરડે, ખારેક, લાલ દ્રાક્ષ, કીસમીસ, (ઝીણી દ્રાક્ષ), ખજુર, મરી, પીપર, જાયફળ, બદામ, વાવડંગ, અખરોટ, તીમજા, જળદાળુ, પીસ્તાં, ચણકબાબા (કબાબચીની), સ્ફટિક જેવો ઉજ્વળ સિંધવ પ્રમુખ ખાર, સાજીખાર, બીડવણ (ભઠ્ઠીમાં પાકેલું લૂણ) બનાવટથી બનાવેલ હરકોઈ જાતિનો ખાર, કુંભારે મન કરેલી માટી, એલચી, લવંગ, જાવંત્રી, સુકેલી મોથ, કોંકણ દેશનાં પાકેલાં કેળાં, ઉકાળેલ સીંગોડાં અને સોપારી પ્રમુખ સર્વ અચિત્ત સમજવા એવો વ્યવહાર છે. બૃહત્કલ્પસૂત્રમાં પણ કહે છે કે - जोयणसयं तु गंतु, अणहारेणं तु मंडसंकती। वायागणिधूमेण य, विद्धत्थं होइ लोणाई ||१|| "લૂણ વિગેરે સચિત્ત વસ્તુઓ જ્યાં ઉત્પન્ન થઈ હોય ત્યાંથી એકસો યોજન ઉપરાંત જમીન ઉલ્લંઘન કરી જાય ત્યારે પોતાની મેળે અચિત્ત બની જાય છે.” અહીંયાં કોઈ એવી શંકા કરે કે, કોઈ પ્રબળ અગ્નિના શસ્ત્ર વિના માત્ર સો યોજન ઉપરાંત ગમન કરવાથી જ સચિત્ત વસ્તુઓ અચિત્ત કેમ થઈ શકે? તેને ઉત્તર આપતાં કહે છે-જે સ્થાનકે જે જે જીવો ઉપજેલા છે તે તે દેશમાં જ જીવે છે, ત્યાંના હવાપાણી બદલાવાથી તેઓ વિનાશ પામે છે. વળી માર્ગમાં આવતાં આહારનો અભાવ થવાથી અચિત્ત થાય છે. તેના ઉત્પત્તિ-સ્થાનકે તેને જે પુષ્ટિ મળે છે તેવી તેને માર્ગમાં મળતી નથી તેથી અચિત્ત થાય છે, વળી એક સ્થાનકેથી બીજે સ્થાનકે નાંખતાં, પછાડતાં અથડાવા-પછડાવાથી ખરેખર અચિત્ત થાય છે; અથવા એક વખારથી બીજી વખારમાં નાખતાં, ઉથલપાથલ થવાથી અચિત્ત થાય છે. વળી સો યોજના
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy