SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ શ્રાદ્ધવિધિ પ્રકરણ પૂજા કરતાં ક્રોડગણો લાભ સ્તોત્ર ગણવામાં, સ્તોત્રથી ક્રોડગણો લાભ જાપ કરવામાં, જાપથી ક્રોડગણો લાભ ધ્યાનમાં અને ધ્યાનથી ક્રોડગણો વધારે લાભ લય(લીન થવા)માં છે. ધ્યાનની સિદ્ધિ માટે જ્યાં જિનેશ્વર ભગવાનનાં જન્માદિ-કલ્યાણક થયાં હોય તે રૂપ તીર્થસ્થાન તથા હરકોઈ સ્થાનકે જ્યાં ધ્યાન સ્થિર થાય એવા એકાંત સ્થાનકે જઈ ધ્યાન કરવું. ધ્યાનશતકમાં કહેલું છે કે:- "ધ્યાનના સમયે સાધુપુરુષે નિશ્ચયથી ખરેખર સ્ત્રી, પશુ, નપુંસક, કુશીલ (વશ્યા, રંડા, નટ, વિટ, લંપટ) વર્જિત એકાંત સ્થાનનો આશ્રય લેવો. જેણે યોગ સ્થિર કીધા છે એવા નિશ્ચળ મનવાળા મુનિએ જનાકીર્ણ ન હોય એવાં ગામ, અટવી, (રણ) વન અને શૂન્ય સ્થાનક જે ધ્યાન કરવા યોગ્ય હોય તેનો આશ્રય લેવો, જ્યાં પોતાના મનની સ્થિરતા થતી હોય, યોગ સ્થિર રહેતા હોય, વળી જ્યાં ઘણા જીવોનો ઘાત થતો ન હોય એવા સ્થાને રહીને ધ્યાન કરવું. ધ્યાન કરવાનો વખત પણ એ જ છે કે, જે વખતે પોતાનો યોગ સ્થિર રહે, બાકી ધ્યાન કરનારને મનની સ્થિરતા રાખવા માટે રાત્રિ-દિવસનો કોઈ કાળ નિયમ નથી. શરીરની જે અવસ્થાએ જિનેશ્વર ભગવાનનું ધ્યાન કરી શકાય એમ હોય તે અવસ્થામાં ધ્યાન કરવું. સૂતાં, બેઠાં કે ઊભાનો કોઈ ખરેખરો નિયમ નથી. દેશ-કાળની ચેષ્ટાથી સર્વે અવસ્થાએ મુનિઓ ઉત્તમ કેવળ જ્ઞાનાદિકનો લાભ કરી પાપ રહિત થયા, માટે ધ્યાન કરવામાં દેશ કાળનો કાંઈ ખરેખર નિયમ નથી. જ્યાં જે સમયે ત્રિકરણ યોગ સ્થિર હોય ત્યાં તે વખતે ધ્યાનમાં વર્તવું શ્રેયસ્કર છે.” નવકારનો મહિમા અને ફળ. નવકારમંત્ર આ લોક અને પરલોક એમ બન્ને લોકમાં અત્યંત ઉપકારી છે. મહાનિશીથસૂત્રમાં કહેલું છે કે : નાતેફ વોર-સાવય વિસર નહmઈ-વંઘ-મયાÉી चिंतिज्जंतो रक्खस रण-राजभयाई भावेण ||१|| ભાવથી નવકાર ગણતાં ચોર, સિંહ, સર્પ, પાણી, અગ્નિ, બંધન, રાક્ષસ, સંગ્રામ, રાજભય વિગેરે ભયો જતા રહે છે. બીજા ગ્રંથોમાં પણ કહેવું છે કે - "પુત્રાદિકના જન્મ વખતે પણ નવકાર ગણવો. કે જેથી તે નવકારના ફળથી ઋદ્ધિવંત થાય, અને મરણ વખતે આ નવકાર સંભળાવવો કે જેથી મરનાર જરૂર સદ્ગતિએ જાય. આપદા વખતે પણ નવકાર ગણવો કે જેથી સેંકડો આપદાઓ જતી રહે છે. ધનવંતે પણ નવકાર ગણવો કે જેથી તેની ઋદ્ધિ વિસ્તાર પામે, નવકારનો એક અક્ષર સાત સાગરોપમનું પાપ દૂર કરે છે, નવકારના એક પદથી પચાસ સાગરોપમમાં કરેલા પાપનો ક્ષય થાય છે અને આખો નવકાર ગણવાથી પાંચસો સાગરોપમનું પાપ નાશ પામે છે. વિધિપૂર્વક જિનેશ્વર ભગવંતની પૂજા કરીને જે ભવ્ય જીવ એક લાખ નવકાર ગણે તો તે પ્રાણી વગર શંકાએ તીર્થકર નામગોત્ર બાંધે છે, આઠ ક્રોડ, આઠ લાખ, આઠ હજાર, આઠસો આઠ (૮,૦૮,૦૮,૮૦૮) નવકાર ગણે તે પ્રાણી ખરેખર ત્રીજે ભવે મોક્ષપદને પામે છે.” • ૧. યોગ-મનથી, વચનથી અને કાયાથી એમ ત્રણ પ્રકારે છે.
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy