SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપ દેવાધિકાર.]. તિષ્ક સંબંધી વિશેષ હકીક્ત. सव्वप्पगई चंदा, तारा पुण हुँति सव्वसिग्घयरा । एसो गईविसेसो, तिरियंलोए विमाणाणं ॥ १११ ॥ અર્થ–સર્વથી અલ્પ ગતિવાળા ચંદ્ર છે અને સર્વથી શીધ્રતર ગતિવાળા તારા છે. આ ગતિનું વિશેષપણું તિર્યગલેકમાં તિષ્કના વિમાન આશ્રી સમજવું. ૧૧૧. ગાથા સુગમ હોવાથી ટીકા કરેલી નથી. હવે ચંદ્રાદિની ઋદ્ધિની તારતમ્યતા કહે છે– अप्पद्विआ उ तारा, नकत्ता खलु तओ महबीआ। नकत्तेहिं तु गहा, गहेहिं सूरा तओ चंदा ॥ ११२ ॥ ટીકાર્થ–સર્વથી અ૫ અદ્ધિવાળા તારા છે, તારાથી મહદ્ધિક નક્ષત્ર છે, તેનાથી મહદ્ધિક ગ્રહ છે, ગ્રહોથી મહદ્ધિક સૂર્યો છે, સૂર્યોથી મહદ્ધિક ચંદ્રો છે. આ બધા શ્રેષ્ઠ પદ્મના ગર્ભ સમાન ગેર (ઉજ્વળ) વર્ણવાળા, વિશિષ્ટ વસ્ત્રાભરણવાળા, મુકુટથી મંડિત મસ્તકવાળા હોય છે. તેમાં કેવળ ચંદ્રના મુકુટના અગ્ર ભાગે પ્રભામંડળવાળું ચંદ્રમંડળાકાર ચિહ્ન હોય છે. સૂર્યોને સૂર્ય મંડળાકાર, ગ્રહોને ગ્રહમંડળાકાર, નક્ષત્રોને નક્ષત્રમંડળાકાર અને તારાઓને તારામંડળાકાર ચિહ્ન હોય છે. તત્ત્વાર્થભાષ્યમાં કહ્યું છે કે –“ મુકોને વિષે-શિરમુકુટને અગ્રભાગે રહેલા પ્રભામંડળ સરખા ઉજ્વળ સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારામંડળરૂપ પોતપોતાના ચિહ્નોથી વિરાજમાન કાંતિવાળા તિષ્કો છે.” ૧૧૨ હવે તારાના વિમાનનું પરસ્પર અંતર કહે છે– पंचेव धणुसयाई, जहन्नयं अंतरं तु ताराणं । दो चेव गाउआई, निवाघाएण उक्कोसं ॥ ११३ ॥ અર્થ—તારાઓનું જઘન્ય અંતર પાંચ સો ધનુષ્યનું હોય છે અને ઉત્કૃષ્ટ અંતર નિર્ચાઘાતપણે બે ગાઉનું હોય છે. ટીકા-જંબદ્વીપમાં તારાઓના વિમાનનું પર્વતાદિના વ્યાઘાતને અભાવે જઘન્ય અંતર પાંચ સે ધનુષ્યનું હોય છે ને ઉત્કૃષ્ટ બે ગાઉનું હોય છે.
SR No.022171
Book TitleBruhat Sangrahani
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani
PublisherKunvarji Anandji
Publication Year1935
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy