________________
૪.
બૃહત્સંગ્રહણિ સટીકનું ભાષાંતર.
[ દેવાધિકાર.
મત્સ્યાદિક હાતા નથી—સર્વથા હાતા નથી એમ ન સમજવું. એટલે તેમાં મત્સ્યા કે મકરાદિના સર્વથા નિષેધ ન સમજવા. અર્થાત્ ખાકીના સમુદ્રોમાં મત્સ્યાદિ અવશ્ય હાય છે પણ અલ્પ હાય છે. તે બધા સમુદ્રો સર્વથા જળચર જીવ રહિત છે એમ તીર્થંકર ગણુધરીએ કહેલું નથી. આ સંબંધમાં સંસ્કૃત ક્ષેત્રસમાસમાં પણ આ પ્રમાણે કહ્યું છે–વળાછોસ્વયંમૂડમાં વધુમત્સ્ય છપા નૈતરે. ‘ લવણ, કાલેાદ ને સ્વયંભૂરમણ બહુ મત્સ્યકચ્છપવાળા છે, ખીજા બહુ મત્સ્યકચ્છપવાળા નથી.’ અર્થાત્ અલ્પ મયાદિવાળા છે.
હવે સદશ વિસર્દેશ નામેાવાળા દ્વીપ સમુદ્રના યુગલ કહે છેजंबू लवणो धायई, कालोय पुरकराइ जुलाई | 'वारुणि खीरघयक्खू, नंदीसरो अरुणदीवृदही ॥ ९२ ॥
ટીકા —જ બુઢીપ ને લવણુસમુદ્ર તથા ધાતકીખડ ને કાલેાદ્ર સમુદ્ર એ એ દ્વીપેાદધિના યુગલ વિસŁશ નામવાળા જાણવા અને પુષ્કરવર વિગેરે દ્વીપા ને સમુદ્રોના યુગલ સદશ નામવાળા જાણવા. તે લેશમાત્ર દેખાડે છે. વારૂણીવર દ્વીપ વારૂણીવર સમુદ્ર, ક્ષીરવર દ્વીપ ને ક્ષીરવર સમુદ્ર, ધૃતવર દ્વીપને ધૃતવર સમુદ્ર, ઇક્ષુવર દ્વીપ ને ઇક્ષુવર સમુદ્ર, નંદીશ્વર દ્વીપ ને નંદીશ્વર સમુદ્ર અને અરૂણુવર દ્વીપ ને અરૂણવર સમુદ્ર ઇત્યાદિ. ૯૨
પૂર્વ સાળ દ્વીપ ને સમુદ્રોના નામેા કહેલા છે, હવે બાકીના નામેા કહે છેआभरणवत्थगंधे, उपलतिलए अ पउम निहिरयणे । वासहरदहनईओ, विजया वरकार कप्पिंदा ॥ ९३ ॥
कुरुमंदरआवासा, कूडा नरकत्त चंदसुरा य । देवे नागे जस्के, भूए अ सयंभुरमणे य ॥ ૩૪ ॥
અ—આભરણુ, વસ્ત્ર, ગંધ, ઉત્પલ, તિલક, પદ્મ, નિધિ, રત્ન, વર્ષ ધર, દ્રુહ, નદી, વિજય, વક્ષસ્કાર, કલ્પેદ્રો, કુરૂક્ષેત્ર, મેરૂ, આવાસ, કૂટા, નક્ષત્રા વિગેરેના નામેા તથા ચંદ્ર, સૂર્ય, દેવ, નાગ, યક્ષ, ભૂત અને સ્વયંભૂરમણ –એ પ્રમાણે નામે જાણવા.
ટીકા—જે આભરણના નામેા છે–હાર, અહાર, કનકાવળી, રત્નાવળી