SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - દેવાધિકાર.] મનુષ્યક્ષેત્રની બહાર સૂર્ય ચંદ્રોની સંખ્યા. ભેળવવા. એટલે ૪૨ થાય. એટલા ચંદ્રો કાલેદધિ સમુદ્રમાં સમજવા. એ જ કરણવિધિ સૂર્ય માટે પણ સમજવી. એટલે સૂર્ય પણ ૪૨ સમજવા. ત્યારપછી કાલોદ સમુદ્રમાં ૪૨ ચંદ્રો છે, તેને ત્રણ ગુણ કરતાં ૧૨૬ થાય, તેમાં પ્રથમના ૧૮ (બે જબૂદ્વીપના, ૪ લવણસમુદ્રના, ૧૨ ધાતકી ખંડના ) મેળવવા એટલે ૧૪૪ થાય, એટલા ચંદ્રોને એટલા સૂર્યો પુષ્કરવર દ્વિીપમાં સમજવા. એ પ્રમાણે બાકીના દ્વીપ ને સમુદ્રો વિષે એ જ કારણથી સંખ્યા મુકરર કરવી. આ સંગ્રહણિના મૂળ ટીકાકાર શ્રી હરિભદ્રસૂરિ પણ કહે છે કે- એ પ્રમાણે અનંતરાનંતર ક્ષેત્ર માટે કરતાં પુષ્કરવર દ્વીપમાં ૧૪૪ ચંદ્રો થાય છે. ” આ વ્યાખ્યાન યુક્ત છે. શ્રી ચંદ્રપ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ અને જીવાભિગમમાં બધું પુષ્કરવર દ્વીપને અનુસરીને ચંદ્રાદિની સંખ્યા સંબંધી પ્રશ્નને ઉત્તરને લગતું સૂત્ર ઉપલભ્યમાન થાય છે. તે સૂત્રમાં આ પ્રમાણે કહેલ છે–ગૌતમસ્વામી વીરપ્રભુને પૂછે છે કે પુષ્કરવાર દ્વીપમાં કેટલા ચંદ્ર પ્રકાશ કરતા હતા, પ્રકાશ કરે છે ને પ્રકાશ કરશે?” પ્રભુ કહે છે-“હે ગતમ! ૧૪૪ ચંદ્રો પ્રકાશ કરતા હતા, પ્રકાશ કરે છે તે પ્રકાશ કરશે-તેમજ ૧૪૪ સૂર્ય તપતા હતા, તપે છે ને તપશે. ૪૦૩૨ નક્ષત્રે જતિ કરતા હતા, કરે છે ને કરશે. ૧૨૬૭૨ મહાગ્રહો ચાર કરતા હતા, ચાર કરે છે ને ચાર કરશે. ૯૬૪૪૪૦૦ કેટકેટી તારાઓ શોભી રહ્યા હતા, શોભી રહ્યા છે અને શોભી રહેશે.” આ જ મતલબની સૂર્ય પ્રકૃતિમાં પણ ત્રણ ગાથાઓ છે. આ પ્રમાણે બધે પુષ્કરવર દ્વીપને અનુસરીને ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર ને તારાની સંખ્યાના પ્રતિપાદક સૂત્રોના આલાવાઓ જેવાથી નિશ્ચય થાય છે કે-સર્વ દીપિ ને સમુદ્રો માટે આ કરણ જ વ્યાપક છે. જ્યોતિષ્કરંડક સૂત્રને અભિપ્રાય પણ આ જ પ્રમાણે છે. (અહીં તેની બે ગાથા છે તેમાં પણ એ જ મતલબ છે.) વળી આ સંગ્રહણિમાં અને ક્ષેત્રસમાસમાં પણ એ જ પ્રમાણે સકળ દ્વીપસમુદ્રગત ચંદ્ર ને સૂર્યની સંખ્યા જાણવા માટે સૂત્રકારે કરણ કહેલું છે, તેથી જે મનુષ્યક્ષેત્રની બહાર ચંદ્રાદિકની સંખ્યા બીજી રીતે હોત તે બીજા આચાર્યોની જેમ તેની પ્રતિપત્તિ માટે બીજું કરણ કહ્યું હોત પણ તેવું કાંઈ કહેલ નથી. તેથી સમજાય છે કે–સર્વ દ્વીપે ને સમુદ્રો માટે આ કરણને જ અનુસરવું. માત્ર મનુષ્યક્ષેત્રની બહાર સૂર્યો ને ચંદ્રો શી રીતે રહેલા છે તે ચંદ્રપ્રજ્ઞત્યાદિમાં કહ્યું નથી. તેમાં આ પ્રમાણે કહ્યું છે કે-“ચંદ્રને અને સૂર્યને તેમ જ સૂર્યને અને ચંદ્રને અ ન્ય
SR No.022171
Book TitleBruhat Sangrahani
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani
PublisherKunvarji Anandji
Publication Year1935
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy