________________
( ૩ )
વેદના, અવધિજ્ઞાન અથવા વિભગજ્ઞાનનું ક્ષેત્ર, નરકાવાસાના આકાર, લેશ્યા વિગેરે તેમ જ મનુષ્ય ને તિર્યંચના સ્થાન તરીકે મનુષ્યક્ષેત્ર અને તિર્થાલાકનુ –અસંખ્ય દ્વીપસમુદ્રોનુ સ્વરૂપ વિગેરે અનેક ખખતા બતાવી છે. ચારે ગતિના જીવામાંથી ક્યા જીવા તીર્થંકર, ચક્રવતી, વાસુદેવાદિપણું પામે છે, ચક્રવતીના ચૈાદરત્નમાં કાણુ ઉપજે છે વિગેરે અનેક ખાખતા બતાવી છે. એકેદ્રિયનુ સ્વરૂપ કહેતાં નિગેાદનું સ્વરૂપ બહુ વિસ્તારથી બતાવ્યું છે. ત્રણ પ્રકારના પક્ષેાપમાદિનુ' અને ત્રણ પ્રકારના અંગુળાદિનુ` સ્વરૂપ પણ બહુ વિસ્તારથી બતાવેલ છે. કેટલીક બાબતામાં શકા સમાધાન પણ ટીકાકારે બહુ વિસ્તારથી કરેલ છે. વીર પ્રભુના શરીરથી ભરતચક્રીનુ શરીર ૫૦૦ ગણું સિદ્ધ કરવામાં ઘણી યુક્તિએ વાપરી છે. દ્રવ્ય લેશ્યા છે તે દેહના વણુ રૂપ નથી એ બાબત ચીને સિદ્ધ કરી છે. બીજા પણ અઢીદ્વીપ બહારના સ્થિર સૂર્ય ચંદ્રાદિની સંખ્યા, પંક્તિ વિગેરેના સંબંધમાં એકથી વધારે મતાંતરો પ્રદર્શિત કર્યો છે.
મૂળકર્તાએ પ્રાંતે સ ંક્ષિપ્તતર સંગ્રહણિનું નિરૂપણ કરતાં તેમાં કહેવાતા ૨૪ દ્વારના નામ માત્ર જ એ ગાથાવડે આપ્યા છે, પરંતુ ટીકાકાર મહારાજાએ તે ચાવીશે દ્વારનું બહુ વિસ્તારથી સ્વરૂપ દર્શાવ્યું છે. પાછળના ભાગમાં પસિ, ચેાનિ, કુલકેટિ વિગેરેની સંખ્યા ને સ્વરૂપ કહેવા સાથે ચેાનિના ચાર પ્રકારે ત્રણ ત્રણ ભેદ ખતાવ્યા છે. સિદ્ધ સંબંધી અને તેના સ્થાન સંબંધી તેમ જ સમયસિદ્ધિ સંબંધી પણુ સારૂ નિરૂપણ કર્યું છે. જ્યાં જ્યાં પ્રસંગ પ્રાપ્ત થયે। ત્યાં ત્યાં વિસ્તાર કરવામાં તેમણે કૃપણુતા વાપરી નથી.
આ ગ્રંથને મહેાળા ભાગ તે દેવસ બધી અધિકારે જ રોકયો છે. તે અષિ કારમાં ગાથાઓ ૨૩૧ ને આ બ્રુકના પાના ૧૩૭ રાકાયેલા છે. ત્યારપછી નરકાધિકારમાં ગાથાએ ૭૪ ને આ બુકના પાના ૪૮ ( ૧૩૮ થી ૧૮૫ ) રોકાયેલા છે. તિય ચ ને મનુષ્યાધિકારના બહુ વિસ્તાર કરવામાં આવ્યા નથી. તેમાં ગાથા ૩૯ ને આ બુકના પાના ૨૧ (૧૮૬ થી ૨૦૬) રોકયા છે. પછી પાછળની ગાથાએ ૨૩ ને આ બુકના પાના ૨૧ (૨૦૭ થી ૨૨૭) પ્રાસ ંગિક અનેક ખાખતામાં રોકેલ છે. એક દર ગાથાઓ ૩૬૭ અને ટીકાવાળી પ્રતના પાના ૧૪૩ છે. આ બુકના પૃષ્ઠ ૨૨૭ છે. આ બધી હકીકત જાણવા માટે આ સાથે આપવામાં આવેલી વિસ્તૃત અનુક્રમણિકા વાંચવાની જ ભલામણ કરવી ચેાગ્ય લાગે છે કે જેથી પુનરાવર્તન કરવુ ન પડે.
આવા ગ્રંથા દ્રવ્યાનુયોગના એક વિભાગ છે. એાધ મેળવવા ઈચ્છનારને તેમાંથી અનેક પ્રકારના મેધ મળી શકે છે. આ ભાષાંતરની અંદર પણ પ્રસંગે પ્રસંગે નાના-માટા ૨૩ યંત્રા આપેલા છે તેના સમાવેશ પાછળ આપેલા યંત્રાના સંગહની અંદર થઈ જાય છે; પરંતુ માત્ર યંત્રાથી જ મેધ લેવા ઇચ્છનાર માટે ઉપયાગી થવા સારૂ એ ય ંત્ર!ના સંગ્રહની છ ફારમની ખાસ મુક જ જુદી કરેલ છે જે આ ભાષાંતર સાથે પણ જોડવામાં આવી છે.