SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ mum શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર. હાથમાં ધનુષ્યાદિ લઈને ઉભા રહ્યા સતા પિતાના નાયકના શરીરની રક્ષામાં પરાયણ, પોતાના નાયક ઉપર નિશ્ચળ દષ્ટિ રાખીને રહેલા, બીજા જે ઈંદ્રના ઈકત્વને નહીં સહન કરનારા હોય તેને ક્ષે ઉત્પન્ન કરતા સતા પિતાના નાયક પ્રત્યે પરમ પ્રીતિ બતાવે છે. (પ્રીતિ ઉપજાવે છે) તે આત્મરક્ષકો . લોકોને પાળે તેને કપાળ કહીએ. તે આરક્ષક–રને ઉદ્ધાર કરનારા. જેમ આ લેકમાં આરક્ષકો પિતાના નાયકે બતાવેલા વિષય (દેશ) નું રક્ષણ કરવામાં ઉદ્યત હોય છે, ચેરને ઉદ્ધાર કરનારા ( પકડનારા ) હોય છે અને પિતાના સ્વામીને વિષે રોષના વશ થકી અન્યાયકારી તસ્કરાદિને નિગ્રહ કરવામાં તત્પર હોય છે તેમ તે લેપાળ પણ પોતપોતાના ઇંદ્ર બતાવેલા વિષયનું (દેશનું અથવા દિશાનું) સંરક્ષણ કરવામાં તત્પર હોય છે અને અન્યાયકારી દેવોને નિગ્રહ કરવામાં તત્પર હોય છે તે ૬. અનીકાધિપતિ તે સૈન્યના નાયક. સૈન્ય સાત પ્રકારના છે. તે આ પ્રમાણે-હયાનીક ૧, ગજાનીક ૨, રથાનીક ૩, મહિષાનીક ૪, પદાત્યનીક ૫, ગન્ધર્વોનીક ૬. નાટ્યાનીક ૭. આમાં પ્રથમના પાંચ અનીક (સૈન્ય) સંગ્રામ માટે ઉપયોગી છે, અને ગંધર્વોનીક તથા નાટ્યાનીક તો ઉપભોગ માટે છે. આ અનકેના અધિપતિ હોય તે ૭. પ્રકીર્ણક તે નગરજન અને દેશજન સ્થાનીય એટલે પ્રકૃતિજન (રૈયત) જેવા સમજવા ૮. પ્રિખ્યકર્મ (દાસ યોગ્ય કાર્ય) માં જેને સમગ્ર રીતે ઉપયોગ થઈ શકે તે આભિગ્ય-દાસસ્થાનીય ૯ તથા કિષિ-અશુભ કર્મ તે જેને છે તે કિલ્વિષિક. તે અધમ–ચંડાળ જેવા સમજવા ૧૦. (આ દશે પ્રકારના દેવે વૈમાનિક ને ભવનવાસીમાં હોય છે.) ચન્તરનિકામાં ને તિષ્કનિકાયમાં લેપાળ ને ત્રાયશ્વિશ એ બે જાતિ સિવાય બાકીના ઈન્દ્રાદિક આઠ પ્રકારના દેવો હોય છે. જગતસ્વભાવે જ તેમાં કપાળ ને ત્રાયશ્ચિંશ દેવો હેતા નથી. ૧-૨-૩ ઉપર પ્રમાણે ભેટવાળા દેવને વિષે પ્રથમ ભવનવાસી ને વ્યક્તર દેવની જઘન્ય સ્થિતિ અર્ધગાથાવડે પ્રતિપાદન કરે છે-કહે છે – दस भवणवणयराणं वाससहस्सा ठिई जहन्नेणं । । ભવનવાસી ને વ્યન્તરદેવની જઘન્ય દશ હજાર વર્ષની સ્થિતિ હોય છે. ટીકાથ–અહિં પદના એકદેશથી પદસમુદાયને ઉપચાર કરાય છે તે પ્રમાણે ભવન એમ કહે સતે ભવનવાસી જાણવા, તથા વનમાં–નંદનવનાદિકમાં પ્રચુરતાએ ચરે છે–રહે છે–વસે છે તેથી વનચર એટલે વ્યન્તર કહીએ. ભવનવાસી ને વ્યન્તરમાં જઘન્ય સ્થિતિ કહે છે. કેવળ ભાવપ્રધાન નિર્દેશ અહીં છે તેથી આ અર્થ કરે કે-જઘન્ય કરીને-સર્વનિકૃષ્ટપણે સ્થિતિ–આયુષ્ય દશ હજાર વર્ષનું જાણવું.
SR No.022171
Book TitleBruhat Sangrahani
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani
PublisherKunvarji Anandji
Publication Year1935
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy