SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ સામાન્યાધિકાર. ] ત્રણ પ્રકારની અંગુળનું સ્વરૂપ. ૧૩ આ પ્રમાણેની શંકાના ઉત્તરમાં કહે છે કે અમે જે પૂર્વે એક હજાર ઉત્સેધાંશુળે એક પ્રમાણાંગુળ કહ્યું છે તે ભરતનું આત્માંશુળ જ છે. તેમાં આ કારણ છે. ભરત આત્માંશુળે ૧૨૦ અંગુળપ્રમાણુ હતા. સ તીર્થંકરા, ચક્રવતી અને વાસુદેવા આત્માંગુળે ૧૨૦ અંગુળપ્રમાણ હાય છે. શ્રી અનુયોગદ્વાર સૂત્રમાં જે કહ્યું છે કે− અધિક ( પ્રધાન ) પુરૂષા ૧૦૮ અંગુળપમાણુ ઉંચા હાય છે. ’ તે શેષ બાકીના ( તીર્થંકરાદિ વિનાના ) ઉત્તમ પુરૂષ માટે જાણવુ. ૧૨૦ અંગુળના પાંચ હાથને સવા ધનુષ્ય થાય છે. ભરત ઉત્સેધાંશુળે ૫૦૦ ધનુષ્ય ઉંચા હતા. અહિં આ પ્રમાણે બૈરાશિ કરવી. જો સવા ધનુષ્યે ૫૦૦ પામીએ તેા એક ધનુષ્યે કેટલા પામીએ ? પ્રથમ રાશિ સવા છે તેને સરખાઇ લાવવા માટે ૪ હાથવડે ગુણીએ એટલે પાંચ આવે, મધ્ય રાશિ ૫૦૦ છે. તેને પણ ચારવડે ગુણતાં ૨૦૦૦ આવે, અત્યરાશિ એક છે તેને ચાર વડે ગુણતાં ચાર આવે. તે ચાર વડે બે હજારને ગુણુતાં ૮૦૦૦ આવે તેને આદ્યરાશિના પાંચવડે ભાંગતાં ૧૬૦૦ આવે તેને ધનુષ્ય લાવવા માટે ચારવડે ભાંગતાં ૪૦૦ આવે. એ રીતે એક ધનુષ્યવડે ૪૦૦ ધનુષ્ય આવે, એક હાથવડે ૪૦૦ હાથ આવે, એક અંગુળવડે ૪૦૦ ગુળ આવે અને એક ચેાજને ૪૦૦ ચેાજન આવે. તેથી આ પ્રમાણે આવ્યું કે—એક શ્રેણિપ્રમાણાંગુળે ૪૦૦ ઉત્સેધાંગુળ સમજવા. તે શ્રેણિપ્રમાણાંગુળ અઢી ઉત્સેધાંગુળપ્રમાણુ બાહુલ્ય ( જાડી ) હાય છે તેથી શ્રેણિમાં જે પ્રમાણાંગુળની ૪૦૦ ની સંખ્યા આવી છે તેને અઢીવડે ગુણતાં એક હજાર ઉત્સેધાંગુળે એક પ્રમાણાંશુળ આવે. આ પ્રમાણેના પ્રમાણાંશુળવર્ડ પૃથિવ્યાદિકનું પ્રમાણ લાવવું ( કરવું ), શુચિ અંગુળે નહી. " તથા જે કહ્યું કે- ખમણી ઉત્સેધાંગુળે વધુ માનસ્વામીની એક આત્માંગુળ જાણવી. ઇત્યાદિ તે પણ અયુક્ત છે; કેમકે વસ્તુતત્ત્વ સમજાયું નથી ભગવાન વ માનસ્વામી આદેશાંતરે આત્માંશુળે ૮૪ અંગુળ અને ઉત્સેધાંશુળે ૧૬૮ અંગુળપ્રમાણ છે. શ્રી અનુયાગઢારસૂત્રનાચૂર્ણિકાર કહે છે કે-ચીત્તે આવસંતો आयंगुलेण चुलसीइ अंगुलमुव्विद्धो उस्सेहंगुलओ सयमट्ठसट्ठि हवइ इति । આમ કહેલ હાવાથી એ ઉત્સેધાંશુળે વીરપ્રભુનુ એક આત્માંગુળ થાય છે. જેમના મતે ભગવાન વીરપ્રભુ આત્માંગુળે ૧૨૦ અંગુળપ્રમાણુ છે તેમના મતે પણ સમ ચતુરસ્ર માહાપ્રતિમાહાના ગંણત પ્રમાણે દ્વિગુણુ ઉત્સેધાંશુળે વીરપ્રભુનુ એક આત્માંશુળ થાય છે. તે શી રીતે ? તેના ઉત્તરમાં કહે છે કેજો ભગવાન વીરપ્રભુ આત્માંગુળે ૧૨૦ અંગુળપ્રમાણ છે તે તેને ચાવીશે ભાંગતા પાંચ હાથ થાય. તેને સમચતુસ્ર આહાપ્રતિબાહારૂપ ક્ષેત્રગણિતવડે ગુણુતાં પચવીશ થાય.
SR No.022171
Book TitleBruhat Sangrahani
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani
PublisherKunvarji Anandji
Publication Year1935
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy