SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ તિર્યંચમનુષ્યાધિકાર.]. નિગોદનું સ્વરૂપ, ૨૦૧ અનંતા જ એવા છે કે જેઓ ક્યારે પણ ત્રસાદિ ભાવને પામ્યા નથી. કેવળ ત્યાં નિગોદને વિષે જ ફરી ફરીને ઉપજે છે અને એવે છે.” અહીં કઈ પ્રશ્ન કરે છે કે પ્રત્યેક શરીરી વનસ્પતિને વિષે પણ અનંતકાયિક જીવને સંભવ છે કે નહીં? ઉત્તર-છે. તે સંબંધી ગાથા આ પ્રમાણે– सव्वो वि किसलओ खलु, उग्गममाणो अणंतओ भणिओ। सो चेव विवढतो, होइ परित्तो अणंतो वा ॥१॥ અહીં સર્વ શબ્દ અપરિશેષવાચી છે એટલે સર્વકઈ બાકી નહીં એવા વનસ્પતિકાય પ્રત્યેક શરીરી અથવા સાધારણશરીરી તે કિસલયાવસ્થાને પામ્યા સતા અનંતકાય જ હોય છે એમ તીર્થકર ગણધરોએ કહ્યું છે. તે કિસલયરૂપ અનંતકાયિક વૃદ્ધિ પામે સતે અનંતકાય રહે છે અથવા પ્રત્યેક થાય છે.” આમ કેમ થાય છે? તેને ઉત્તર આપે છે કે-જે સાધારણ શરીર નીપજાવે તે સાધારણ થાય અને પ્રત્યેક શરીર નીપજાવે તે પ્રત્યેક થાય. કોઈ પૂછે કે કેટલા કાળ પછી પ્રત્યેક થાય? તેને ઉત્તર આપે છે કે – અંતર્મુહૂર્તમાં. તે જ વાત કહે છે કે–નિગોદ જીવની ઉત્કૃષ્ટ પણ અંતમુહૂર્તની જ સ્થિતિ કહી છે તેથી અંતર્મુહૂર્ત પછી વૃદ્ધિ પામતે સતે પ્રત્યેક થાય છે એમ સમજવું. (જે પ્રત્યેક થાય તે બીજા જ અવી જાય છે.) આ રીતે ઉ૫પાત સંખ્યાદ્વાર કહ્યું, હવે ક્યાં એકેદ્રિયમાં ઉત્પન્ન થાય છે તે કહે છે.–સંખ્યાત વર્ષના આયુવાળા તિર્યચ–એક, બે, ત્રણ, ચાર ને પાંચ ઇંદ્રિવાળા અને મનુષ્યો પણ સંખ્યાત વર્ષના આયુવાળા એકેન્દ્રિય નામ–ત્રઆયુકર્મને ઉપચય કરીને એનેંદ્રિયમાં આવે છે. આમ કહેવાવડે કરીને અસંખ્ય વર્ષના આયુવાળાનો બુદાસ કર્યો. તદુપરાંત ભવનપતિ, વ્યંતર, તિષ્ક ને ઈશાન દેવલોક સુધીના વૈમાનિક દે પણ એકેંદ્રિયમાં-–પૃથ્વી, અપૂ ને વનસ્પતિમાં ઉપજે છે; તેજે-વાયુને તે ભવસ્વભાવ હોવાથી દેવે તેમાં ઉપજતા નથી. ૩૩૫ હવે એને એકેંદ્રિયપણાની પ્રાપ્તિ ક્યારે થાય છે? તે કહે છે – जया मोहोदओ तिव्वो, अन्नाणं सुमहाभयं । पेलवं वेयणीयं च, तया एगिदिओ भवे ॥ ३३६ ॥
SR No.022171
Book TitleBruhat Sangrahani
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani
PublisherKunvarji Anandji
Publication Year1935
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy