SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ નરકાધિકાર.] ચક્રીના ચૌદ રત્નનું સ્વરૂપ. ૧૮૩ ટીકાર્થ –ચક્ર, છત્ર ને દંડ એ ત્રણ રત્નો એક વામપ્રમાણ હોય છે, નામ એટલે પ્રસારિત કરેલા બાહવાળા પુરૂષના બે હાથની આંગળીના છેડા સુધી વચલો ભાગ (૪ હાથ પ્રમાણ) જાણ. ચર્મરત્ન બે હાથ દીધું– લાંબું હોય છે અને અગરત્ન બત્રીશ અંગુળ પ્રમાણ હોય છે. ૩૦૧ चउरंगुलो मणी पुण, तस्सद्धं चेव होइ विच्छिण्णो । चउरंगुलप्पमाणा, सुवण्णवरकागिणी नेया ॥३०२ ॥ ટીકાર્થ –દીર્ધતાને આશ્રીને મણિરત્ન ચાર અંગુળ પ્રમાણ અને તેનાથી અર્ધ એટલે બે અંગુળ પ્રમાણુ વિસ્તૃત હોય. તથા ચાર અંગુળ પ્રમાણ શ્રેષ્ઠ સુવર્ણમય કાકિની નામનું રત્ન હોય. અહીં અંગુળ પ્રમાણુગુળ જાણવા. બધા ચક્રવતીના કાકિન્યાદિરત્ન તુલ્ય પ્રમાણવાળા છે. ૩૦૨ હવે ચક્રવર્તીના ચોદે રત્ન નામગ્રહણપૂર્વક કહે છે– सेणावइ गाहावइ, पुरोहि गय तुरय वड्डई इथि । चक्कं छत्तं चम्म, मणि कागिणि खग्ग दंडो य ॥ ३०३ ।। શબ્દાર્થ –સેનાપતિ, ગાથાપતિ, પુરોહિત, હાથી, અશ્વ, વર્ષકિ ને સ્ત્રી આ સાત પચેંદ્રિય રત્ન અને ચક્ર, છત્ર, ચર્મ, મણિ, કાકિણી, ખડ્ઝ ને દંડઆ સાત એકેદ્રિય-કુલ ૧૪ રને જાણવા. ટીકાર્થ –સેનાપતિ–દળનાયક ગંગા-સિંધુના બીજા કાંઠે જઈને વિજય મેળવે તે બલિષ્ઠ ૧. ગૃહપતિ-ચક્રવર્તીના ઘરને ગ્ય સર્વ કર્તવ્યમાં તત્પર, વળી ચક્રવતી જ્યારે તમિસાગુફા ને ખંડપ્રપાતા ગુફામાં જાય ત્યારે ચકવતીના સમસ્ત લશ્કરને સુખે ઉતરવા માટે ઉન્મગ્નજળા અને નિમગ્નજળા નદી ઉપર કાણમય પુલ બાંધનાર ૨. પુરોહિત-શાંતિકર્માદિને કર્તા ૩. ગજ ને અશ્વ-પ્રકૃષ્ટ વેગ અને મહાપરાક્રમાદિ ગુણવાળા હોય છે. ૪–૫. વર્ધકિ–ગૃહનિવેશાદિ સૂત્રને કરનાર ૬. અને સ્ત્રીરત્ન અભુત કામસુખનું નિધાન હોય છે. ૭. ચક્રરત–સમસ્ત આયુધ અતિશાયી અને દુર્જય રિપનો વિજય કરનાર. ૮. છત્રરત-ચક્રવતીના ૧ આ પ્રમાણ આમાંગુળ હવા સંભવ છે, પ્રમાણાંગુળનું પ્રમાણ ૧૨મા ચક્રીને અતિ મેટું થઈ પડે. ૨ આ હકીકત વધેકિરત્ન માટે છે આવશ્યક ચૂર્ણ વિગેરેમાં તેમજ કહેલ છે.
SR No.022171
Book TitleBruhat Sangrahani
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani
PublisherKunvarji Anandji
Publication Year1935
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy