SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ નરકાધિકાર.] સાતે નરકમાં આવલિકાવિષ્ટ નરકાવાસા. જાણવા અને તે સિવાયના બાકી રહ્યા તે પુષ્પાવકીર્ણ સમજવા. તે જ વાત ગાથાવડે કહે છે– आवलियागयनरया, इत्तियमित्ता उ सव्वपुढवीसु । तेहिं विहणा सवे, सेसा पुप्फावकिन्नाओ ॥ २६२ ॥ ( આ ગાથાને અર્થ ઉપર આવી ગયેલ હોવાથી ફરીને લખ્યો નથી.) હવે શેષ પુષ્પાવકીર્ણ નારકાવાસાની સંખ્યા કહે છે – एवं पइन्नगाणं, तेसीइ हवंति सयसहस्साइं । नउइ तहा य सहस्सा, तिन्नि सया चेव सीयाला ॥२६३॥ શબ્દાર્થ –એ પ્રમાણે શેષ પ્રકીર્ણક નરકાવાસાની સંખ્યા ત્રાશી લાખ, નેવું હજાર, મણ સો ને સુડતાળીસની જાણવી. ર૬૩ ટીકાથ—અહીં સર્વ સાતે નરક પૃથ્વીને વિષે નરકાવાસાની સંખ્યા ચોરાશી લાખની છે, તેમાંથી આવલિકાપ્રવિષ્ટ નરકાવાસા ૯૬૫૩ છે, તેને જે જુદા કરીએ અર્થાત્ તેમાંથી બાદ કરીએ તો પ્રકીર્ણક નરકાવાસાની સંખ્યા ૮૩ લાખ, નેવું હજાર, ત્રણ સે ને ૪૭ ની રહે. ર૬૩ હવે પૂર્વે કહેલું કરણ દરેક પૃથ્વીમાં આવલિકા પ્રવિણ નરકાવાસાની સંખ્યા કાઢવા માટે કરવું. તેમાં પ્રથમ મુખ ને ભૂમિ કહે છે. પ્રથમ રત્નપ્રભા નરકમાં મુખ ૩૮૯ ને ભૂમિ ૨૯૩. શર્કરા પ્રભામાં મુખ ૨૮૫ અને ભૂમિ ૨૦૫, વાલુકાપ્રભામાં મુખ ૧૯૭ અને ભૂમિ ૧૩૩, પંકપ્રભામાં મુખ ૧૨૫ અને ભૂમિ ૭૭, ધમપ્રભામાં મુખ ૬૯ અને ભૂમિ ૩૭, તમ.પ્રભામાં મુખ ૨૯ અને ભૂમિ ૧૩, સાતમી તમસ્તમપ્રભામાં તે મુખ ને ભૂમિ પાંચ જ છે. (અહીં આ સંખ્યાસૂચક ત્રણ ગાથાઓ છે તે અમે લખી નથી.) હવે દરેક નરક માટે કરણની ભાવના કરે છે. પ્રથમ રત્નપ્રભામાં મુખ ૩૮૯ ને ભૂમિ ૨૯૩ કુલ મળીને ૬૮૨, તેનું અર્ધ કરતાં ૩૪૧, તેને તેર પ્રતરવડે ગુણતાં ૪૪૩૩ આવે એટલા આવલિકા પ્રવિષ્ટ નારકાવાસા સમજવા અને બાકી રહેલા ૨૫૫૬૭ પુષ્પાવકીર્ણ-કુલ ૩૦ લાખ સમજવા. બીજી શર્કરાપ્રભામાં મુખ ૨૮૫ અને ભૂમિ ૨૦૫ કુલ ૪૯૦, તેનું અર્ધ કરતાં ૨૪૫ તેને તેના ૧૧ પ્રતરવડે ગુણતાં ૨૬૫ આવે એટલા આવલિકાપ્રવિષ્ટ નરકાવાસા સમજવા, બાકી ૨૪૯૭૩૦૫ પુષ્પાવકીર્ણ-કુલ ૨૫ લાખ જાણવા. ત્રીજી વાલુકાપ્રભામાં મુખ ૧૯૭ અને ભૂમિ ૧૩૩ કુલ ૩૩૦, તેનું અર્ધ ૨૧
SR No.022171
Book TitleBruhat Sangrahani
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani
PublisherKunvarji Anandji
Publication Year1935
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy