SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ * નરકાધિકાર.] સાતે નરકનું પ્રતિષ્ઠાન. ૧૪૯ उदहीघणतणुवाया, आगासपइट्ठिया उ सव्वाओ। घम्माई पुढवीओ, छत्ताइछत्तसंठाणा ॥ २४०॥ અર્થ –ધર્માદિ સર્વે પૃથ્વીઓ ઘને દધિ, ઘનવાત, તનુવાત અને આકાશપ્રતિષ્ઠિત છે અને છત્રાતિછત્ર સંસ્થાનવાળી છે. ૨૪૦ ટીકાસ ઘર્માદિ પૃથ્વીઓ ઘનોદધિ, ઘનવાત, તનુવાત ને આકાશપ્રતિષ્ઠિત એટલે અનુક્રમે તેની ઉપર રહેલી છે. ગાથામાં ઘન શબ્દ છે તે ઉદધિ ને વાત બંને સાથે જોડવાનો છે. તે પૃથ્વી જે રીતે રહેલી છે તે બતાવે છે – પ્રથમ ઘમપૃથ્વી અનંતર ઘનેદધિ ઉપર રહેલી છે. ઘનેદધિ ઘનવાત ઉપર રહેલ છે. ઘનવાત તનુવાત ઉપર રહેલ છે. તનુવાત આકાશ ઉપર રહેલ છે. આકાશ સ્વપ્રતિષ્ઠિત છે. તેમાં ઘનોદધિ કઠિન–ઠરી ગયેલા ઉદકરૂપ છે. તે તેવા પ્રકારનો તેનો સ્વભાવ જ હેવાથી પરિસ્પંદન-હલવું ચલવું કરતો નથી, તેમ તેના પર રહેલી પૃથ્વી તેમાં બુડતી પણ નથી. ઘનવાત ઘન એટલે અપરિસ્પંદ વાયુરૂપ છે, તે તથારૂપ તથાવિધ અનાદિ પરિણામિક સ્વભાવવાળો છે. તનુવાત ને આકાશ તો સુપ્રતીત છે. આ જ પ્રમાણે વંશાદિ પૃથ્વી પણ પ્રત્યેકે ચાર ચાર વસ્તુ ઉપર રહેલ છે એમ સમજવું. તે સાતે પૃથ્વીનું સમુદાયે સંસ્થાન છત્રાતિછત્ર જેવું છે. એક છત્રને અતિક્રમીને બીજું છત્ર હોય તે છત્રાતિછત્ર કહેવાય, તેવું છે. સંસ્થાન જેનું તે છત્રાતિછત્ર સંસ્થાનવાળી કહેવાય. તેમાં ઉપરનું છત્ર નાનું, તેનાથી નીચેનું તે કરતાં મોટું, તેનાથી નીચેનું તે કરતાં મેટું, એમ ઉત્તરોત્તર મોટા વિસ્તારવાળું છત્ર હોય તેવી સાતે પૃથ્વી વિસ્તારમાં વધતી વધતી સમજવી. ૨૪૦ હવે ઘમદિ પૃથ્વીની ઉંચાઈ (જાડાઈ) કહે છે – पढमा असीइ सहस्सा, बत्तीसा अट्टवीस वीसा य । अट्ठारसोलसटु य, सहस्स लस्कोवरिं कुज्जा ॥ २४१ ॥ અર્થ–પહેલી પૃથ્વી એક લાખ ને એંશી હજાર, બીજી એક લાખને બત્રીસ હજાર, ત્રીજી એક લાખને અઠાવીશ હજાર, એથી એક લાખને વીશ હજાર, પાંચમી એક લાખ ને અઢાર હજાર, છઠ્ઠી એક લાખ ને સેળ હજાર અને સાતમી એક લાખ ને આઠ હજાર યોજન જાણવી.
SR No.022171
Book TitleBruhat Sangrahani
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani
PublisherKunvarji Anandji
Publication Year1935
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy