SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી બૃહસંગ્રહણિ સટીકનું ભાષાંતર. [ નરકાધિકાર. તીવ્ર હોય છે કે આખા જગતવતી વૃતાદિ પુદગલેને તે આહાર કરે તે પણ તૃપ્તિ પામે નહીં. તૃષાવડે પણ તીવ્ર જળપાનની ઉત્કંઠાથી સદૈવ સૂકાઈ ગયેલ કંઠ, એઇ, તાળુ અને જીભવાળા રહે છે. તેઓ કદી સર્વ સમુદ્રોનું પાણી પી જાય તે પણ તેમની તૃષા શાંત થાય તેવી નથી, પરંતુ ખાનપાનવડે સુધા ને તૃષા ઉલટી અધિક અધિકતર વૃદ્ધિ પામે છે. જે નારકી જીને અવધિજ્ઞાન અથવા વિર્ભાગજ્ઞાન છે તે પણ તેમને દુઃખનું કારણ છે, કેમકે તેઓ દૂરથી ઊર્ધ્વ, અધો કે તિર્યથી આવતા નિરંતર દુઃખના હેતુઓને જુએ છે અને તેને દેખીને ભયથી કંપાયમાન થયા સતા રહે છે. આ બધી દશે પ્રકારની ક્ષેત્રસ્વભાવની વેદના જાણવી. હવે પરસ્પર ઉદીરિત વેદનાનું સ્વરૂપ કહે છે-નારકી બે પ્રકારના છે. સમ્યગ્દષ્ટિ ને મિથ્યાષ્ટિ. તેમાં જે મિથ્યાષ્ટિઓ છે તે મિથ્યાજ્ઞાનથી અવલિત ચિત્તવાળા હેઈને પરમાર્થને નહીં જાણતા સતા પરસ્પર દુઃખને ઉદરે છે. અને સમ્યગૃષ્ટિ છે તો વિચારે છે કે--અમે પરભવમાં પ્રાણહિંસાદિ રૂપ અનેક પાપ કરેલાં છે તેથી અહીં પરમ દુઃખરૂપ સમુદ્રમાં પડેલા છીએ. આમ વિચારીને પર ઉદીરિત વેદનાને-દુઃખને સમગ્ર પ્રકારે સહન કરે છે. પિતે પાપના ફળરૂપ વિપાકને અનુભવતા હોવાથી બીજાને દુઃખ ઉપન્ન કરતા નથી. આ કારણથી તે મિથ્યાષ્ટિઓ કરતાં અધિકતર દુખવાળા હોય છે. એમ શાસ્ત્રમાં કહેલ છે. તેઓ અત્યંત માનસિક દુઃખને અનુભવે છે. જે મિથ્યાદષ્ટિએ છે તે પરસ્પરને દુખ ઉદીરે છે તે પણ જેમ આ દુનિયામાં ગ્રામાન્તરથી આવતા શ્વાનને જોઈને તે ગ્રામને શ્વાન અત્યંત ક્રોધાયમાન થાય છે અને પરસ્પર પ્રહાર કરે છે તેમ તે નારકી છે પણ વિર્ભાગજ્ઞાનના બળથી દૂરથી જ એક-બીજાને જોઈને તીવ્ર અનુશયથી મહાક્રોધાવિષ્ટ થાય છે. પછી ક્રોધરૂપ અગ્નિથી ઉદ્દીપિત મનવાળા થઈને દુઃખરૂપ સમુદ્રમાં પડ્યા સતા વિચાર્યા વિના શ્વાનની જેમ ક્રિય સમુદઘાટવડે મહા ભયાનક રૂપ વિકવીને પિતપોતાના નારકાવાસામાં ક્ષેત્રાનુભાવજનિત પૃથ્વીપરિણામરૂપ ને લેહમય શૂલ, શિલા, મુગર, ભાલા, તેમર, અસિપદ, ખડ્ઝ, યષ્ટિ, પરશુ વિગેરે ક્રિય શસ્ત્રો ગ્રહણ કરીને તેના વડે તેમ જ હાથ–પગ ને દાંતવડે પરસ્પર પ્રહારો કરે છે. તેવા પરસ્પરના અભિઘાતથી વિકૃત અંગવાળા થઈને કસાઈખાનામાં રહેલા પાડા વિગેરેની જેમ ગાઢ વેદનાવડે નિ:શ્વાસ લેતા સતા રૂધિરના કાદવમાં આળોટે છે. આ પ્રમાણે પરસ્પર ઉદીરિત દુખ વેદના જાણવી.
SR No.022171
Book TitleBruhat Sangrahani
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani
PublisherKunvarji Anandji
Publication Year1935
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy