SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ દેવાધિકાર.] દેવ-દેવીને ઉપભેગ શી રીતે હેય ? ૧૧૭. ત્યારપછીના બે દેવલોકના–સનકુમાર ને મહેંદ્ર દેવલોકના દેવો સ્પર્શ પ્રવીચારી હોય છે. એટલે તેઓ સ્તન, ભુજા, ઉરૂ, જઘન વિગેરે ગાત્રના સ્પર્શથી મૈથુનસુખને અનુભવનારા છે. તે દેવે પ્રવીચારના અભિલાષી થયા સતા દેવીના સ્તનાદિ અવયવોના સંસ્પર્શ વડે કાયપ્રવીચારી કરતાં અનંતગુણ સુખને અનુભવતા તૃપ્ત થાય છે. દેવીઓને પણ તેમના સંસ્પર્શથી દિવ્ય પ્રભાવવડે શુક્રષદુગળના સંચારથી અનંતગુણ સુખ થાય છે ને તૃપ્ત થાય છે. તેની ઉપરના બે કલ્પવાળા બ્રહ્મ ને લાંતક દેવલોકના દેવ રૂપમાત્રના પ્રવીચારવાળા છે. તે દેવ કામદેવની રાજધાની તુલ્ય દેવીઓના દિવ્ય ઉન્માદજનક રૂપને જોઈને કાયપ્રવીચારી કરતાં અનંતગુણ સુરત સુખને પામે છે અને તૃપ્ત થાય છે. દેવીઓને પણ તેમના તેવા પ્રકારના રૂપાવલેકનથી દિવ્ય પ્રભાવવડે શુક્રપુગળના સંક્રમથી કાયપ્રવીચાર કરતાં અનંતગુણ કામસુખ પ્રાપ્ત થાય છે. તેની ઉપરના બે દેવકના એટલે મહાશુક ને સહસારના દે શબ્દ માત્ર સાંભળવાથી જ પ્રવીચારવાળા છે. તેઓ પ્રવીચારની ઈચ્છાના વિષયભૂત કરેલી દેવીના ગીત, હસિત, સવિકારભાષિત અને નૂપુરાદિના દિવ્ય ધ્વનિના શ્રવણમાત્રથી કાયપ્રવીચાર કરતાં અનંતગુણ સુરતસુખને અનુભવે છે અને તૃપ્ત થાય છે. દેવીઓને પણ તે શ્રવણ સુખ મેળવનાર દેના શુક્રyદ્દગળના દિવ્ય પ્રભાવવડે થતા સંચારથી મહત્સુખ પ્રાપ્ત થાય છે. તેની ઉપરના ચાર આનત, પ્રાણત, આરણ ને અશ્રુત દેવકના દેવ મનના પ્રવીચારવાળા હોય છે. તે જ્યારે પ્રવીચારની ઈચ્છાથી તગ્ય દેવીને મનના વિષયભૂત કરે છે ત્યારે તે દેવી અભુત શૃંગાર ધારણ કરીને મનવડે સ્વસ્થાને રહી સતી જ ઉચ્ચાવચ–ઉંચાનીચા મનને ધારણ કરે છે અને ભેગને માટે તૈયાર થાય છે. આવી રીતે પરસ્પર મનઃસંકલ્પ થવાથી દિવ્ય પ્રભાવવડે દેવીને શુકપુગળને સંચાર થતાં બંનેને કાયપ્રવીચારી કરતાં અનંતગુણ સુરતસુખ પ્રાપ્ત થાય છે ને તૃપ્તિ થાય છે. તેની ઉપરના વેચકાદિકમાં પ્રવીચાર નથી, કારણ કે તેમને અત્યંત મંદ પુરૂષદેદય હોય છે. આ બધા દેવો એકબીજાથી અનંતગુણ સુખને ભજનારા છે. તે આ પ્રમાણે-કાથપ્રવીચારી કરતાં અનંતગુણ સુખ પ્રવીચારીને, સ્પર્શ પ્રવીચારી કરતાં અનંતગણું સુખ રૂપપ્રવીચારીને છે, તેના કરતાં અનંતગુણ સુખ શબ્દપ્રવીચારીને અને તેનાથી અનંતગુણ સુખ મનપ્રવીચારીને છે, તેથી
SR No.022171
Book TitleBruhat Sangrahani
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani
PublisherKunvarji Anandji
Publication Year1935
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy